• Gujarati News
  • National
  • In The Ongoing Wedding, There Was A Quarrel Over Clicking A Photo, The Bride And Groom Threw Stones At Each Other

વીડિયો:ચાલુ લગ્નમાં ફોટો ક્લિક કરાવવાની બાબતે ઝઘડો થયો, વર અને કન્યાપક્ષે એકબીજા પર પથ્થરમારો કર્યો

10 દિવસ પહેલા

ઝારખંડના ગિરિડીહમાં આવેલાં મિર્ઝાગંજમાં લગ્ન દમિયાન વર અને કન્યાપક્ષ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. અહીં લગ્નમાં વર અને કન્યાપક્ષ વચ્ચે ફોટો ક્લિક કરાવવાની બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો ગરમાયો અને મારામારી થઈ હતી. એટલું જ નહીં બંને પક્ષોએ એકબીજા પર પથ્થમારા ઉપરાંત લાકડી-દંડાથી પણ માર માર્યો હતો. મહત્ત્વનું છે કે, સ્થાનિક લોકોએ આ બાબતે મધ્યસ્થી કરતાં મામલો શાંત પડ્યો હતો. આ પછી બંને પક્ષોને સમજાવીને લગ્ન કરાવ્યા હતા અને છોકરીને વિદા કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...