તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Shiv Sena's Sanjay Raut Said, "I Had Warned The Maharashtra Government To Take Back Sachin Vaze."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા કેસ:શિવસેનાના સંજય રાઉતે કહ્યું કે સચિન વઝેને નોકરી પર પરત લેવા અંગે મેં મહારાષ્ટ્ર સરકારને ચેતવી હતી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિવસેના સાંસદ સંજય રાઉત - Divya Bhaskar
શિવસેના સાંસદ સંજય રાઉત
  • રાઉતના લેખ પર મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અને શરદ પવારના ભત્રીજા અજીત પવારે નારાજગી વ્યક્ત કરી છે

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે સચિન વઝેને નોકરી પર પરત લેવા અંગે મેં મહારાષ્ટ્ર સરકારને ચેતવી હતી. રાઉતનો ઇશારો સરકારમાં પાર્ટનર એનસીપીના ગૃહમંત્રી તરફ છે. હવે સૌ સચિન વઝેને પોતાનાથી દૂર કરી રહ્યા છે. વિપક્ષના હુમલા પછી શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું કે ગૃહમંત્રીને સચિન વઝેની વસુલીની માહિતી ન હોય, એવું કઈ રીતે બની શકે. તેમણે અનિલ દેશમુખને એક્સિડેન્ટલ મિનિસ્ટર ગણાવતા તેમને સલાહ પણ આપી છે. સાથે જ વિપક્ષને પણ કહ્યું કે લાખ કોશિશ કરી લો મહાવિકાસ અઘાડી(MVI)ની સરકાર નહિ પડે.

બીજી તરફ રાઉતના લેખ પર મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અને શરદ પવારના ભત્રીજા અજીત પવારે નારાજગી વ્યક્ત કરી છે. પવારે કહ્યું કે મહાવિકાસ અઘાડી સરકારના અગ્રણી નેતાઓએ આ પ્રકારના નિવેદન આપીને સરકારને મુશ્કેલીમાં લાવવાનું કામ ન કરવું જોઈએ.

સચિન વઝેને આટલા અધિકાર કોણે આપ્યા?
સંજય રાઉતે લેખમાં પુછ્યુ કે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વઝેની વસુલીની માહિતી ગૃહમંત્રીને કેમ ન થઈ? રાઉતે આગળ લખ્યું કે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સપેક્ટરના સ્તરના અધિકારી સચિન વઝેને આટલા અધિકાર કોણે આપ્યા? આ જ તપાસનો વિષય છે. પોલીસ કમિશ્નર, ગૃહમંત્રી, મંત્રીમંડળના અગ્રણી લોકોના વિશ્વાસપાત્ર રહેલા સચિન વઝે માત્ર એક API હતા, જોકે તેમને સરકારમાં અસીમિત અધિકારો કોના આદેશ પર આપવામાં આવ્યા.

સીનિયર નેતાઓના ઈન્કાર બાદ દેશમુખ બન્યા મંત્રી
રાઉતે આગળ લખ્યું કે NCPના સીનિયર નેતાઓ જયંત પાટિલ અને દિલિપ વલસે પાટિલે ગૃહમંત્રીનું પદ લેવાથી ઈન્કાર કર્યો હતો. આ કારણે શરદ પવારે અનિલ દેશમુખને ગૃહમંત્રી બનાવ્યા. આજે હાલની સરકારની પાસે ડેમેજ કન્ટ્રોલની કોઈ યોજના નથી. શંકાસ્પદ વ્યક્તિ કહે તેમ રાજ્યના ગૃહમંત્રીના પદ પર બેઠેલો કોઈ પણ વ્યક્તિ કામ ન કરી શકે. પોલીસ વિભાગ પહેલેથી જ બદનામ છે. તેની પર આટલા બધા આરોપના પગલે શંકા વધે છે.

દેશમુખે કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સાથે કોઈ પણ કારણ વગર બદલો લીધો
લેખમાં આગળ કહેવામાં આવ્યું કે અનિલ દેશમુખે કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સાથે કોઈ કારણ વગર બદલો લીધો. ગૃહમંત્રીએ ઓછામાં ઓછું બોલવું જોઈએ. કોઈ પણ કારણ વગર કેમેરાની સામે આવું અને તપાસનો આદેશ આપવો તે યોગ્ય નથી. પોલીસ વિભાગનું નેતૃત્વ માત્ર સેલ્યુટ લેવા માટે નથી. તે પ્રખર નેતૃત્વ આપવા માટે હોય છે. પ્રખરતા ઈમાનદારીથી તૈયાર થાય છે, એ ન ભૂલવું જોઈએ?

...તો મોદી સરકાર પહેલા પડશે
સંજય રાઉતે સામનામાં લખ્યું કે મહારાષ્ટ્રમાં વિપક્ષને ઉદ્ધવ ઠાકરે સરકારને પાડી નાખવાની ઉતાવળ છે, આ કારણે ફુટેલા ગુબ્બારમાં હવા ભરવાનું કામ તેઓ કરી રહ્યાં છે. તેમના આરોપ શરૂઆતમાં જોરદાર લાગે છે, બાદમાં ખોટા સાબિત થાય છે. જોકે આ આરોપોના કારણે સરકાર પડવા લાગી તો કેન્દ્રની મોદી સરકારે પહેલા જવું પડશે.

રાજભવનની પ્રતિષ્ઠા પર પણ સવાલ ઉઠ્યા
રાઉતે રાજભવનની પ્રતિષ્ઠા પર સવાલ કર્યા. તેમણે લખ્યું કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ સમગ્ર સમયમાં શું કર્યું? ઠાકરે સરકારે ઝડપથી પડી જાય તેના માટે રાજ્યપાલ રાજભવનના સમુદ્રમાં બેસીને ઈશ્વરને જળઅભિષેક કરી રહ્યાં છે. એન્ટિલિયા અને પરમબીર સિંહના પત્ર પછી રાજ્યપાલ સરકાર પડવાની આશા લગાવીને બેઠા હતા. પરંતુ તેની પર પણ પાણી ફરી ગયું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો