• Home
  • National
  • In the midst of the talks, China sent 20,000 troops to the LAC, and India prepared for retaliation; Difficult to rectify conditions before October

ચીનની ચાલ / વાતચીતના દેખાડા વચ્ચે ચીને LAC ઉપર 20 હજાર સૈનિક મોકલ્યા, ભારતે પણ જવાબી તૈયારી કરી; ઓક્ટોબર પહેલા સ્થિતિ સુધરવી મુશ્કેલ

X

  • પૂર્વ લદ્દાખમાં ચીને 20 હજારથી વધારે સૈનિકો તહેનાત કર્યા, ભારતની તેના ઉપર નજર
  • સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બરફવર્ષા શરૂ થતા પહેલા તણાવ ઓછો થાય તેવું લાગતું નથી

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 07:10 PM IST

નવી દિલ્હી. લદ્દાખમાં તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીન વચ્ચે ડિપ્લોમેટિક અને મિલિટ્રી લેવલની વાતચીત ચાલું છે. પરંતુ પૂર્વ લદ્દાખમાં ચીન સૈનિક પણ વધારી રહ્યું છે. LAC નજીક ચીને 20 હજાર સૈનિકો વધાર્યા છે. શિનજિયાંગમાં સેનાની ગાડીઓ અને હથિયાર જમા કર્યા છે. તે ભારતની સરહદે 48 કલાકમાં પહોંચાડી શકાય તેમ છે. બીજી કરફ ભારત પણ જવાબી તૈયારી શરૂ કરી છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે અહીં બરફવર્ષા શરૂ થાય છે. તે પહેલા સ્થિતિ સુધરવી મુશ્કેલ.

વાતચીત વચ્ચે ચીનની ચાલ
ન્યૂઝ એજન્સીએ સરકારી સૂત્રોના હવાલેથી રિપોર્ટ તૈયાર કર્યો છે. તે મુજબ ભારત ચીનની સૈનાની મૂવમેન્ટ ઉપર નજર રાખી રહ્યું છે. છ સપ્તાહથી વાતચીત ચાલું છે પરંતુ ચીન સરહદ ઉપર સૈનિકો અને હથિયોરોને ઘટાડવાના બદલે વધારી રહ્યું છે. તિબ્બતના વિસ્તારમાં ભારત અને ચીનની હંમેશા બે ડિવીઝન (20 હજાર સૈનિક) તહેનાત રહે છે. પરંતુ આ વખતે ચીને આટલા જ જવાનોની તહેનાતી વધારે કરી છે.

બરોબરી ઉપર ભારત
ચીને જો બે ડિવીઝન વધારી તો ભારત પણ આ વિસ્તારમાં બે ડિવીઝન વધારી દીધી છે. ટેંક્સ અને બીએમપી-2 ઈન્ફેંટ્રી સાથે કોમ્બેટ વ્હીકલ પણ હવાઈ માર્ગે લવાયા છે. હાલમાં પૂર્વ લદ્દાખમાં સુરક્ષાની જવાબદારી ત્રિશૂલ ઈન્ફેંટ્રી ડિવિઝન પાસે છે.અહીં તેની ત્રણ બ્રિગેડ તહેનાત છે. ચીન ડીબીઓથી ગલવાન અને કારાકોરમ સુધી આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે.  ભારત પણ અહીં વધુ એક ડિવીઝન તહેનાત કરવાનું વિચારી રહ્યું છે.

પેંગોંગ ત્સોમાં ચીનની મોટી બોટ
પેંગોંગ ત્સો લેકથી થોડા અંતરે ફિંગર 4 વિસ્તાર છે. અહીં ચીનની સેનાનો બેઝ છે.લેકમાં પેટ્રોલિંગ માટે ચીને મોટી બોટ લગાવી છે. ફિંગર 5થી 8 વચ્ચે ચીને રસ્તો પણ બનાવ્યો છે. અહીંથી તે પોતાના સૈનિકોને ભારત સામેના મોરચે ઝડપથી મોકલી શકે છે. લેકની નજીક ચીન મિલિટ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરી રહ્યું છે.

તણાવ લાંબો ચાલ્યો
સૂત્રોના જણાવ્યા મુજબ 18 અને 19 વચ્ચે પેંગોંગ લેક નજીક ચીનના લગભગ 2500 સૈનિક લેક તરફ આગળ વધી રહ્યા હતા. આ સમયે ભારતના અહીં માત્ર 200 જવાન હતા. ચીન ઈચ્છતું ન હતું કે ફિંગર 3 વિસ્તારની આગળ ભારતીય જવાન પેટ્રોલિંગ કરે. બન્ને દેશ વચ્ચે સૈન્ય અને કુટનીતિ લેવલની વાતચીત ચાલું છે. એક્સપર્ટ માને છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બરફવર્ષા શરૂ થશે, તે પહેલા તણાવ ઓછો નહીં થાય. કારણ કે ત્યારે અહીં સૈનિકોની તહેનાતી મુશ્કેલ બનશે. ભારત પણ જાણે છે કે તણાવ લાંબો ચાલશે. તેથી તૈયારી પણ એવી જ કરાઈ છે. 

બરફમાં ફેરવાઈ જાય છે ગલવાનની નદી
સૂત્રો મુજબ ઉનાળામાં ગલવાનની નદીનું વહેણ તેજ હોય છે. ત્યારે અહીં ચીનના સૈનિકો માટે ઘણી મુશ્કેલી સર્જાય છે. પરંતુ ઠંડીમાં અહીં નદી થજી જાય છે. ચીનનું કામ સરળ થઈ જાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી