તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • In The Middle Of The Night 5 Friends' Scorpio Car Broke The Railing Of The Flyover, Killing Three Young Men

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

35 ફૂટ નીચે પડી કાર:અડધી રાત્રે 5 મિત્રોની સ્કોર્પિયો કાર ફ્લાઈઓવરની રેલિંગ તોડીને પડી, ત્રણ યુવકોના મોત, કારનું કાગળની જેમ વળી ગયું પડીકું

જબલપુર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિહોરા પોલીસ સ્ટેશનની હદમાં મઝૌલી બાયપાસ સ્થિત ફ્લાઈઓવર પર મોડી રાત્રે સર્જાઈ ઘટના
 • એક મિત્રના ઘરે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા મિત્રો ભેગા થયા હતા

જબલપુર જિલ્લામાં નેશનલ હાઈવે-30 મઝૌલી બાઈપાસ પર રવિવારે રાત્રે એક ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. મોડી રાત્રે આશરે બે વાગે પૂરપાટ આવી રહેલી સ્કોર્પિયો ફ્લાઈઓવરની રેલિંગ તોડીને આશરે 35 ફૂટ નીચે પડી ગઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારનું કાગળની જેમ પડીકું વળી ગયું હતું. કારમાં મુસાફરી કરી રહેલા મિત્રો પૈકી ત્રણના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યાં હતા. અન્ય બે મિત્રોની સ્થિતિ ગંભીર છે.

રાત્રે 12:30 વાગે નિકળ્યા હતા
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ યુવકો એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ મોડી રાત્રે લગભગ 12:30 વાગે ચા પીવા માટે નિકળ્યા હતા,જ્યાંથી પરત ફરતી વખતે મોડી રાત્રે આશરે બે વાગે આ ઘટના બની હતી.

ઘટના બાદ યુવકોના લોહીની ધાર વહેવા લાગી હતી
ઘટના બાદ યુવકોના લોહીની ધાર વહેવા લાગી હતી

ફ્લાઈઓવર પર અનિયંત્રિત થયું વાહન
મઝોલી બાયપાસ NH-30 ફ્લાઈઓવર પાસે પહોંચતા જ વાહન અનિયંત્રિત થઈ ગયું. વાહન શેખર ચલાવી રહ્યો હતો. વાહન ફ્લાઈઓવરની 25 ફૂટની રેલિંગ તોડીને 35 ફૂટ નીચે પડ્યું હતું. આ ઘટના એટલી ભીષણ હતી કે વાહન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું.

ક્ષતિગ્રસ્ત વાહન,જેમાં પાંચ મિત્ર ચા પીવા માટે નિકળ્યા હતા
ક્ષતિગ્રસ્ત વાહન,જેમાં પાંચ મિત્ર ચા પીવા માટે નિકળ્યા હતા

ઘરમાં શોકનો માહોલ સર્જાયો
આ ઘટનાની જાણ થતા જ ઘરમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. કાર્યક્રમવાળા ઘરોમાં જ્યાં થોડા કલાકો અગાઉ ખુશી અને આનંદ હતો ત્યાં શોકગ્રસ્ત માહોલ સર્જાયો હતો. પરિવારને વિશ્વાસ થતો ન હતો કે તેમના બાળકો હવે આ દુનિયામાં નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો