તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In The Lure Of Money, Villagers Also Carry Live Bombs, So Far 500 People From 34 Villages Have Lost Limbs.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂગોળો 2500 પરિવારનો સહારો:રૂપિયાની લાલચમાં ગામલોકો જીવતા બોમ્બ પણ ઉઠાવી લાવે છે; અત્યારસુધીમાં 34 ગામના 500 લોકો હાથ-પગ ગુમાવી ચૂક્યા છે

બિકાનેર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકો સ્ક્રેપ માટે ફાયરિંગ રેન્જથી બોમ્બ શોધે છે, એવામાં મોટો અકસ્માત સર્જાય છે. વિકલાંગ થયેલા લોકોનું ઘર હવે બાળકો ચલાવી રહ્યાં છે. - Divya Bhaskar
લોકો સ્ક્રેપ માટે ફાયરિંગ રેન્જથી બોમ્બ શોધે છે, એવામાં મોટો અકસ્માત સર્જાય છે. વિકલાંગ થયેલા લોકોનું ઘર હવે બાળકો ચલાવી રહ્યાં છે.

બિકાનેર નજીક મહાજન ફાયરિંગ રેન્જની આસપાસ 34 ગામો આવેલાં છે, તેમાં લગભગ 2500 પરિવારો રહે છે. તેમાંના મોટા ભાગના લોકો પોતાનું જીવન ચલાવવા માટે રેન્જથી સ્ક્રેપ લાવીને વેચવાનું કામ કરે છે. રૂપિયાની લાલચને લીધે ઘણી વખત ગ્રામજનો ફાયરિંગ રેન્જમાંથી જીવતા બોમ્બ પણ ઉઠાવી લાવે છે. આ બોમ્બને ખોલવાનો પ્રયત્ન કરતી વખતે ઘણીવાર એ ફૂટે છે. અત્યારસુધીમાં આવી દુર્ઘટનાઓમાં લગભગ 500 જેટલા લોકો પોતાના હાથ-પગ ગુમાવી ચૂક્યા છે.

ગામલોકો તોપમાંથી નીકળેલાં ગોળા, મિસાઇલ, લેન્ડમાઇન, ગોળીઓ અને બોમ્બનો સ્ક્રેપ વીણવાનું કામ કરે છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે અનેક પરિવારોનું ગુજરાન બાળકો ઉઠાવી રહ્યાં છે અથવા પશુ ચરાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

આવી જ એક બાબત સામે આવી છે. ફુલેજી ગામના પેમારામ પોતાના સાથીઓ સાથે રાત્રે ચોરીછુપાઈને મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સ્ક્રેપ વીણવા ગયા હતા. આ દરમિયાન બોમ્બનો એક ટુકડો વાગી જવાથી તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેમના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી, જોકે તેમનો જીવ બચી ગયો હતો.

પોલીસ રેકોર્ડમાં નોંધવામાં જ નથી આવ્યા ગામલોકોનાં મૃત્યુ
ગામલોકોનું કહેવું છે કે રેન્જની આજુબાજુના અકસ્માતમાં મૃત્યુ પામેલા ઘણા લોકોનાં નામ પોલીસ રેકોર્ડમાં નોંધી શકાયાં નથી. પરિવારને ન તો તેમની લાશ મળી અથવા પોલીસને જણાવ્યા વિના જ અંતિમસંસ્કાર કરી નાખવામાં આવ્યા છે. આવા અકસ્માતોમાં 35 જેટલા સૈનિકો પણ માર્યા ગયા છે.

કોઈ ગેસકટરથી બોમ્બ કાપી રહ્યું હતું તો કોઈ લેન્ડમાઈન ફૂટવાનો શિકાર થયા

કેસ 1. ગોપાલસરનો ઉદારામ (55) કોન્ટ્રેક્ટરના વાડામાં ગેસકટર વડે બોમ્બ કાપી રહ્યો હતો. એ જ સમયે એ બોમ્બ ફૂટ્યો. આ અકસ્માતમાં તેણે એક પગ ગુમાવ્યો હતો. વિકલાંગ પેન્શન આવે છે. બાળકો પશુ ચરાવવા જાય છે, એનાથી ઘરનું ગુજરાન ચાલે છે

કેસ 2. ગોપાલસરનો સાગરમલ સોની 41 વર્ષનો છે. 12-13 વર્ષની ઉંમરે તે ફાયરિંગ રેન્જમાં સ્ક્રેપ વીણવા ગયો હતો. એક નાનો લેન્ડમાઈન ફૂટ્યો હતો, જેમાં તેણે એક હાથનો પંજો ગુમાવ્યો હતો અને બીજા હાથની આંગળીઓ પણ ગુમાવી દીધી. તેઓ પશુઓને ચરાવીને પોતાના ઘરનો ગુજારો ચલાવી રહ્યા છે.

કેસ 3. મોહનલાલ મેઘવાલ (42) કોન્ટ્રેક્ટરના વાડામાં પંખો ચલાવીને સ્ક્રેપમાંથી ધૂળ ઉડાવી રહ્યો હતો; એ દરમિયાન બોમ્બ ફૂટ્યો. તેના શરીરનો એક બાજુનો ભાગ નકામો થઈ ગયો.

1984માં બની હતી મહાજન રેન્જ, વિદેશી સેના પણ અહીં કરે છે અભ્યાસ
1984માં ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદથી 100-200 કિલોમીટર દૂર લશ્કરી કવાયત માટે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ બનાવવામાં આવી હતી. લુણકરણસર તહસીલનાં 34 ગામોને ખાલી કરાવવામાં આવ્યાં હતાં. આ ગામોમાં રહેતા ગામલોકોને બીજી જગ્યાએ જમીન આપવામાં આવી હતી. 1987થી રેન્જમાં તોપોનો અભ્યાસ શરૂ થયો હતો, જેને બાદમાં યુદ્ધાભ્યાસ નામ આપવામાં આવ્યું.

વિદેશી સેનાની સાથે યુદ્ધાભ્યાસ થવાને કારણે રેન્જનું આંતરરાષ્ટ્રીય મહત્ત્વ વધી ગયું છે. હાલ અમેરિકા અને ભારતની સેના યુદ્ધાભ્યાસ કરી રહી છે. આ પહેલાં પણ અમેરિકાની સેના અહીં આવી ચૂકી છે. રશિયા, ફ્રાન્સ સહિત અનેક દેશોની સેના અહીં અભ્યાસ કરી ચૂકી છે. આ ઉપરાંત ભારતીય સેનાનો અભ્યાસ ચાલતો રહે છે.

સ્ક્રેપનો કોન્ટ્રેક્ટ સેના આપે છે છતાં પણ બને છે ચોરીની ઘટનાઓ
મહાજન રેન્જમાં 1992થી સ્ક્રેપનો કોન્ટ્રેક્ટ આપવાનું શરૂ થયો હતો. આ સમયગાળા દરમિયાન ગામડાંમાંથી લોકો ટોળાંમાં જતા હતા અને બોમ્બના ભાગ ઉઠાવી લેતા હતા. એને કબાડીવાળાને વેચી દે છે. સ્ક્રેપની ચોરી આજે પણ થઈ રહી છે. રેન્જની ચારેતરફ ફેન્સિંગ ન હોવાને કારણે સ્ક્રેપની પણ ચોરી થાય છે. આ ગરીબ લોકોને હવે બે ટાઈમનું ખાવાનું હવે વિકલાંગ પેન્શન અને પશુઓને ચરાવીને મળી રહ્યું છે.

ફુલેજીના સરપંચ રાજારામ કહે છે, મહાજન ફાયરિંગ રેન્જમાં ઘણાં વર્ષોથી દુર્ઘટનાઓમાં ઘટાડો થયો છે. હવે તે લોકો જ રેન્જમાં જાય છે જેમને કોન્ટ્રેક્ટ મેળવ્યો હોય, પણ ચોરીઓ તો આજે પણ થઈ રહી છે. રાતના અંધારામાં લોકો બોમ્બને ખોલીને એના ભાગ ઉઠાવીને લઈ જાય છે અને કબાડીવાળાને વેચી દે છે. આવું કરવાથી તેઓ પોતાના જીવને જોખમમાં નાખી રહ્યા છે.

સાહેબરામને સ્ક્રેપની ચોરી કરતી વખતે ગોળી વાગી ત્યારે તેમણે પગ ગુમાવવો પડ્યો હતો. મોટા ભાઈનું એક ફેફસું ખરાબ થઈ ગયું છે.
સાહેબરામને સ્ક્રેપની ચોરી કરતી વખતે ગોળી વાગી ત્યારે તેમણે પગ ગુમાવવો પડ્યો હતો. મોટા ભાઈનું એક ફેફસું ખરાબ થઈ ગયું છે.

જસવંતસરનો સાહબરામ (55) અને મોટો ભાઈ બ્રિજલાલ (60) ગામલોકો સાથે પહેલીવાર સ્ક્રેપ ચોરવા ગયો હતો. દૂર ત્યાં ફાયરિંગ થઈ રહ્યું હતું. તેઓ એક જગ્યાએ બેસીને ફાયરિંગની અટકવાની રાહ જોતા હતા, ત્યાં જ એક ગોળી સાહબરામના પગમાં અને બીજી ગોળી તેમના મોટા ભાઈના ગળા પાસે વાગી હતી. ગોળી વાગવાથી સાહેબરામને પગ ગુમાવવો પડ્યો. બ્રિજલાલની જયપુરની એસએમએસ હોસ્પિટલમાં ત્રણ વર્ષ સારવાર ચાલી હતી. ગોળી ફેફસામાં ફસાઈ ગઈ હતી. ઓપરેશન કર્યા બાદ ડોક્ટરોએ તેમનો જીવ તો બચાવ્યો હતો, પણ હવે એક ફેફસાથી જ કામ ચલાવવું પડી રહ્યું છે.

લેન્ડમાઇન બ્લાસ્ટ થવાથી ઇમીચંદ ગોદારાએ પોતાનો હાથનો પંજો ગુમાવ્યો હતો.
લેન્ડમાઇન બ્લાસ્ટ થવાથી ઇમીચંદ ગોદારાએ પોતાનો હાથનો પંજો ગુમાવ્યો હતો.

આવી રીતે અટકી શકે છે દુર્ઘટના
મહાજન ફાયરિંગ રેન્જ ત્રણ લાખ 37 હજાર એકર જમીનમાં બનેલી છે. એની વચ્ચેથી સ્ટેટ હાઇવે પસાર થઈ રહ્યો છે. નિયમ મુજબ, એની ચારે તરફ દીવાલ હોવી જોઈએ. લોકોના પ્રવેશ પર કડક પ્રતિબંધ હોવો જોઈએ. કોન્ટ્રેકટર જીવતા બોમ્બની માહિતી તરત જ સેનાને આપે, જેથી તેણે નષ્ટ કરી શકાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો