• Gujarati News
  • National
  • In The Last 24 Hours, 90 Thousand Cases Of Corona Were Registered In The Country, 325 Deaths And The Number Of Active Cases Also Crossed 70 Thousand.

કોરોના દેશમાં LIVE:દેશભરમાં આજે 1,07,848 નવા કેસ; મહારાષ્ટ્રમાં 36 હજાર અને દિલ્હીમાં 15 હજારથી વધુ લોકો પોઝિટિવ

નવી દિલ્હી16 દિવસ પહેલા
મુંબઈમાં આજે 67 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 20,181 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે
  • મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 20,181 કેસ, 85% દર્દીઓમાં કોઈજ લક્ષણ નહીં
  • મુંબઈના મેયરે 20 હજારથી વધુ કેસ આવશે તો લોકડાઉન લાગશે તેવી જાહેરાત કરી હતી
  • દિલ્હીમાં 3 દિવસમાં 3 ગણી ઝડપે કેસની સંખ્યા 15 હજારે પહોંચી
  • રાજસ્થાનના CM અશોક ગેહલોત કોરોનાથી સંક્રમિત થયા છે

દેશમાં કોરોનાએ ગતિ પકડી છે. ગુરૂવારે સાંજે 8 વાગ્યા સુધીમાં દેશમાં 1 લાખ 7 હજાર 848 નવા કેસ નોંધાયા છે. ત્રીજી લહેર શરૂ થઈ તે બાદ પહેલી વખત આ આંકડો એક લાખને પાર થયો છે. મહારાષ્ટ્ર(36,265) અને દિલ્હી(15,097) બે એવા રાજ્ય છે જ્યાં દેશભરમાં મળી આવેલા નવા દર્દીઓના અડધાંથી વધુ લોકો સંક્રમિત છે. દેશમાં ગુરૂવારે 29,765 દર્દી સ્વસ્થ થયા જ્યારે 290 લોકોએ જીવ ગુમાવ્યા છે. એક્ટિવ કેસ એટલે કે જેમની સારવાર ચાલી રહી છે તેવા લોકોનો આંકડો વધીને 3 લાખ 57 હજાર 364 થઈ ગયો છે.

લગભગ 5 ગણી સ્પીડથી વધી રહ્યું છે સંક્રમણ
આ પહેલાં ગત વર્ષે 1 ડિસેમ્બરે ભારતમાં 9765 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 15 ડિસેમ્બરે 7974 કેસ નોંધાયા હતા. તો 31 ડિસેમ્બરે આ આંકડો 23 હજારની આસપાસ હતો. 31 ડિસેમ્બરથી આજ સુધીના આંકડા જોવામાં આવે તો પોઝિટિવ લોકોનો આંકડો 5 ગણી ઝડપથી વધી રહ્યો છે.

દિલ્હીમાં 3 દિવસમાં 3 ગણી સ્પીડની સાથે કેસ 15 હજાર થયા
દિલ્હીમાં કોરોના પોઝિટિવની સ્પીડ ત્રણ દિવસમાં ત્રણ ગણી વધી ગઈ છે. 4 જાન્યુઆરીએ દિલ્હીમાં 5481 કેસ સામે આવ્યા હતા, 5 જાન્યુઆરીએ કેસ વધીને 10,655 થઈ ગયા. 6 જાન્યુઆરી એટલે કે આજે 15,097 કેસ મળ્યા છે. આજે કોરોના સંક્રમિત 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 15.34 થઈ ગયો છે.

મુંબઈમાં રેકોર્ડ 20,181 પોઝિટિવ દર્દીઓ, 85% દર્દીઓમાં કોઈજ લક્ષણ નહીં
મુંબઈમાં ગુરૂવારે 20,181 નવા સંક્રમિત કેસ મળ્યા છે. 4 દર્દીનાં મોત નિપજ્યા છે. એક્ટિવ કેસની સંખ્યાં અહીં વધીને 79,260એ પહોંચી છે. મુંબઈમાં આજે 67 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 20,181 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે આજે પોઝિટિવિટી રેટ 29.90 નોંધાયો છે.

ચોંકાવનારી વાત એ છે કે તેમાંથી 17,154(85%) દર્દીઓમાં કોઈ જ લક્ષણ જોવા મળ્યા નથી. કાલે આ આંકડો 90 ટકા હતો. તો મુંબઈ સ્થિત એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં રેકોર્ડ 107 દર્દીઓ મળી આવ્યા છે. સંક્રમણ શરૂ થયા બાદ આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. મુંબઈના મેયરે બે દિવસ પહેલાં જ જાહેરાત કરી હતી કે જો મુંબઈમાં 20 હજારથી વધુ કેસ આવશે તો લોકડાઉન લગાડવામાં આવી શકે છે. ત્યારે આજે મુંબઈમાં જ 20 હજારથી વધુ કેસ નોંધાતા ફરી લોકડાઉનની શક્યતા જોવામાં આવી રહી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત બીજી વખત કોરોના પોઝિટિવ
રાજસ્થાનના CM અશોક ગેહલોત કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. ગેહલોતના પુત્ર વૈભવ પહેલાથી જ સંક્રમિત છે. તેઓ હાલ ઘરમાં રહીને પોતાની સારવાર કરાવી રહ્યાં છે. અશોક ગેહલોત ગત વર્ષે એપ્રિલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમિત થયા હતા. ત્યારે તેમની પત્ની સુનિતા પણ કોરોના પોઝિટિવ થયા હતા.

ઈટાલીથી અમૃતસર આવેલી ફ્લાઇટમાં 125 મુસાફર કોરોના પોઝિટિવ, કુલ 191 મુસાફર સવાર હતા

ઈટાલીથી અમૃતસર આવેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં 125 મુસાફર કોરોના પોઝિટિવ મળ્યા છે. ફ્લાઈટમાં કુલ 191 મુસાફર સવાર હતા. પંજાબના અમૃતસરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈટાલીથી આ ફ્લાઈટ આવી હતી. તમામ સંક્રમિતોને અમૃતસરમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આ પહેલીવાર છે, જ્યારે ફ્લાઈટમાં આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.

એરપોર્ટના ડિરેક્ટર વી.કે. સેઠે જણાવ્યું હતું કે ફ્લાઈટમાં આવેલા તમામ મુસાફરાની કોરોનાની તપાસ કરવામાં આવી છે, જેમાં 125 મુસાફર કોરોના પોઝિટિવ મળ્યા છે.

દેશમાં એક જ દિવસમાં કોરોનાના 90 હજારથી વધુ કેસ, 325નાં મોત થયાં
દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવી ગઈ છે. આ દરમિયાન દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90,928 નવા કેસ નોંધાયા છે અને 325 લોકોનાં મોત થયાં છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ 71,381ના વધારા સાથે 2 લાખ 85 હજાર 401 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 19,206 દર્દી સાજા થયા હતા.

બીજી તરફ, જો દેશમાં અત્યારસુધીના કુલ કેસની વાત કરીએ તો 3.51 કરોડથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાંથી 4.82 લાખ લોકોનાં મોત થયાં છે. એક્ટિવ દર્દી એટલે સારવાર લઈ રહેલા દર્દીની સંખ્યા 2.75 લાખથી વધુ છે, જ્યારે 3.43 કરોડ લોકો સાજા થઈ ગયા છે.

પશ્ચિમ બંગાળમાં પોઝિટિવિટી રેટ 23.17% થયો
પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં કોરોના કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં પોઝિટિવિટી રેટ 23.17% અને ડેથ રેટ 1.18% થઈ ગયો છે. રાજ્યમાં કુલ 403 કન્ટેનમેન્ટ ઝોન છે. હાલ 2075 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં આવવા-જવા માટે RT-PCR ટેસ્ટ ફરજીયાતા કરી દીધો છે. મમતા આવતીકાલે વડાપ્રધાનને મળી શકે છે.

કોરોનાં અપડેટ્સ...

  • કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય કોરોના પોઝિટિવ થયા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે સંપર્કમાં આવેલાં લોકોને ટેસ્ટ કરાવવાં સલાહ આપી હતી.
  • દિલ્હીનાં આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યુ હતુ કે દિલ્હીમાં ગુરુવારે 14000 જેટલાં કેસ મળવાની આશંકા છે. તેમણે જણાવ્યુ હતુ કે દિલ્હીમાં પહેલેથી જ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને હોસ્પિટલોમાં પુરતા બેડ્સ પણ ઉપલબ્ધ છે. જૈને વધુમાં જણાવ્યુ હતુ કે અહીં લોકડાઉન લાગુ કરવાની કોઈ જરૂર નથી.
  • છેલ્લા 24 કલાકમાં મુંબઈ પોલીસનાં 71 જવાનોને કોરોના થયો છે. રાજ્યના પોલીસ વિભાગ મુજબ, રાજ્યમાં કુલ 265 પોલીસ જવાનોને કોરોના થયો છે.
  • IIT ગુવાહાટીમાં એક ફેકલ્ટી સભ્ય સહીત 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે. કેમ્પસને કોરોના કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
  • છત્તીસગઢ સરકારે કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લેતાં રાયપુરમાં 8 જાન્યુઆરીએ યોજાનારી સ્વચ્છતા રેલી અને અન્ય જાહેર કાર્યક્રમો પર આગામી આદેશ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
  • કોરોનાની આ ત્રીજી લહેરમાં મોટી સંખ્યામાં ડોક્ટરો પણ સંક્રમિત થઈ રહ્યા છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા, પટના, ચંદીગઢ, લખનઉ અને પટિયાલામાં મોટી સંખ્યામાં ડોકટરો અને તબીબી સ્ટાફ કોરોના પોઝિટિવ મળ્યા છે. દેશમાં અત્યારસુધીમાં 1000થી વધુ ડોકટરો અને તબીબી કર્મચારીઓ સંક્રમિત થયા છે.
  • મુંબઈમાં મોટી સંખ્યામાં ડોક્ટરોના કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. અહીં છેલ્લા 3 દિવસમાં જુદી જુદી હોસ્પિટલમાં 260 જેટલા ડોક્ટરો કોરોના પોઝિટિવ થયા છે. અહીં ગુરુવારે સિયોન હોસ્પિટલમાં 30 ડોક્ટરને કોરોના થયો છે.
  • દિલ્હી સરકારે તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની તમામ રજાઓ રદ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સરકારના આદેશ અનુસાર, આગામી આદેશ સુધી કોઈ રજા મંજૂર કરવામાં આવશે નહીં, માત્ર મેડિકલ રજાની જ મંજૂરી આપવામાં આવશે. જણાવી દઈએ કે દિલ્હીમાં ઓમિક્રોનને કારણે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીની અંદર 10,665 નવા કોરોનાના કેસ નોંધાયા છે.
  • ઓડિશામાં 7 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી શાળા-કોલેજો બંધ રહેશે. જોકે ધોરણ 10 અને 12ના ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે. ઓડિશા સરકાર દ્વારા કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને નવી ગાઈડલાડન્સ જાહેર કરવામાં આવી છે.

દેશમાં ઓમિક્રોનના દર્દીઓ 2,630 થયા
દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. outbreakindia.com અનુસાર, બુધવારે મોડી રાત સુધી દેશભરમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં 2,630 થઈ છે. આજે 378 નવા કેસ નોંધાયા છે. જ્યારે ઓમિક્રોનના 935 દર્દી સાજા થયા છે, 1750 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. દેશમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ 797 મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દિલ્હી (464) બીજા નંબરે, રાજસ્થાન (236) ત્રીજા નંબરે, કેરળ (234) ચોથા નંબરે અને કર્ણાટક (225) કેસ સાથે પાંચમા નંબર પર છે.

મહારાષ્ટ્રમાં વધુ 30 રેસિડેન્ટ ડોક્ટરોને થયો કોરોના, મહારાષ્ટ્ર- દિલ્હીની સ્થિતિ ખરાબ
કોરોના મુદ્દે મહારાષ્ટ્ર અને દિલ્હીની સ્થિતિ ખરાબ છે. મહારાષ્ટ્રમાં વધુ 30 રેસિડેન્ટ ડોક્ટરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. કોરોનાના કેસમાં સૌથી વધુ ઉછાળો પાંચ રાજ્યમાં જોવા મળ્યો છે. એમાં મહારાષ્ટ્ર (26,538 નવા કોરોના કેસ), પશ્ચિમ બંગાળ (14,022 કેસ), દિલ્હી (10,665 કેસ), તામિલનાડુ (4,862 કેસ) અને કેરળ (4,801 કેસ)નો સમાવેશ થાય છે. નવા 90,928 કોસમાં 66.97 કેસ માત્ર પાંચ રાજ્યમાં જ નોંધાયા છે. આમાં માત્ર મહારાષ્ટ્રના જ 29.19 ટકા કેસ છે.

અન્ય સમાચારો પણ છે...