તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In The Last 24 Hours 49701 Cases Were Reported, 57481 Patients Recovered And 1255 Died; In The Last 15 Days, The Number Of Active Cases Dropped By 5.37 Lakh

કોરોના દેશમાં:છેલ્લા 24 કલાકમાં 49701 કેસ નોંધાયા, 57481 દર્દી સાજા થયા અને 1255ના મોત; છેલ્લા 15 દિવસમાં એક્ટિવ કેસ 5.37 લાખ ઘટ્યા

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • દેશમાં હાલમાં 5.81 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે

દેશમાં છેલ્લા 24 કલાકમાં 49,701 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન 57,481 લોકોએ કોરોનાને હરાવ્યો હતો અને 1255 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે એક્ટિવ કેસ એટલે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 9,054નો ઘટાડો નોંધાયો હતો.

છેલ્લા 15 દિવસની વાત કરીએ તો દેશમાં 5 લાખ 37 હજાર 481 એક્ટિવ કેસ નોંધાયા છે. આ પહેલા 10 જૂને 11 લાખ 18 હજાર 818 એક્ટિવ કેસ નોંધાયા હતા, જે ગઇકાલે 5 લાખ 81 હજાર 337 પર પહોંચી ગયા છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 49,701

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 57,481

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 1255

અત્યાર સુધીમાં કુલ કેસ: 3.02 કરોડ

અત્યાર સુધી સાજા થયા: 2.92 કરોડ

અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 3.95 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 5.81 લાખ

10 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો

દેશના 10 રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, તામિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અહીં છેલ્લા લોકડાઉન થતાંની સાથે જ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. અહીં પ્રતિબંધો સાથે છૂટ પણ છે. આમાં કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

સંપૂર્ણપણે લોકડાઉન દૂર કરનાર તેલંગાણા પ્રથમ રાજ્ય
આ દરમિયાન તેલંગાણા સરકારે 20 જૂનથી રાજ્યમાં લોકડાઉનને સંપૂર્ણ રીતે હટાવી દીધું છે. દેશમાં મહામારી વચ્ચે સંપૂર્ણ રીતે નિયંત્રણો હટાવનાર દેશનું પહેલું રાજ્ય બન્યું છે. અહીં 1 જુલાઈથી શાળાઓ પણ ખોલવામાં આવશે.

મુખ્ય રાજયોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
અહીં શનિવારે 9,812 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 8,752 લોકો સાજા થયા અને 511 લોકોના મોત થયા હતા. અહીં અત્યાર સુધીમાં 60.26 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 57.81 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 1.20 લાખ લોકોના મોત થયા છે. હાલમાં 1.21 લાખ દર્દી સારવાર હેઠળ છે.

2. છત્તીસગઢ
શનિવારે રાજ્યમાં 361 લોકો કોરોના પોઝિટિવ મળ્યાં હતાં. 526 લોકો સાજા થયા અને 4 લોકોનાં મોત થયાં. અત્યાર સુધીમાં 9.93 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. આમાંથી 9.72 લાખ લોકો સાજા થયા છે. જ્યારે 13,427 લોકોનાં મોત નીપજ્યાં છે. અહીં 6,720 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

3. ઉત્તરપ્રદેશ
શનિવારે અહીં 164 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 328 લોકો સાજા થયા અને 62 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 17.05 લાખથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 16.79 લાખ સાજા થયા છે. જ્યારે 22,443 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. અહીં 3,197 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

4. રાજસ્થાન
અહીં શનિવારે 141 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. 170 લોકો સાજા થયા અને 7 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.51 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 9.41 લાખ લોકો સાજા થયા છે. જ્યારે 8,910 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હાલમાં 1,839 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

5. ગુજરાત
શનિવારે રાજ્યમાં 122 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. 352 લોકો સાજા થયા અને 3 લોકોનાં મોત થયાં. અત્યાર સુધીમાં લગભગ 8.23 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આમાંથી 8.08 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 10,045 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 3,883 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

6. દિલ્હી
શનિવારે દિલ્હીમાં 85 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. 158 લોકો સાજા થયા અને 9 લોકોનાં મોત થયાં. અત્યાર સુધીમાં 14.33 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી, 14.07 લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 24,961 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1,598 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

7. મધ્યપ્રદેશ
શનિવારે અહીં 46 નવા કેસ નોંધાયા હતા. 204 લોકો સાજા થયા અને 25 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 7.89 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 7.79 લાખ લોકો સાજા થયા છે. જ્યારે 8,896 લોકોનાં મોત નીપજ્યાં હતાં. હાલમાં 927 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.