• Gujarati News
  • National
  • In The Last 24 Hours 41786 New Patients Were Found, 39304 Recovered And 542 Died; More Than 20,000 Cases Were Reported In Kerala For The Fifth Day In A Row

દેશમાં કોરોના:છેલ્લા 24 કલાકમાં 41786 નવા દર્દીઓ મળ્યા, 39304 સાજા થયા અને 542ના મોત; કેરળમાં સતત પાંચમા દિવસે 20 હજારથી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હી10 મહિનો પહેલા
  • હાલમાં, કેરળ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત
  • દેશભરમાં હાલ 4.04 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે શનિવારે દેશમાં કોરોનાના 41,786 નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણને કારણે 542 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 39,304 લોકો સાજા થયા છે. હવે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4,04,804 થઈ ગઈ છે. આ સાથે, દેશમાં કોરોનાના કુલ 3.16 કરોડ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 3.08 કરોડ લોકો સાજા થયા છે, જ્યારે 4.24લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.

કેરળમાં 1.64 લાખ એક્ટિવ કેસ
હાલમાં, કેરળ કોરોનાથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં પાંચ દિવસ સુધી સતત 20 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. શનિવારે અહીં 20,624 કેસ નોંધાયા હતા. અહીં 80 લોકોનું કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયું, જ્યારે 16,865 લોકોએ કોરોનાને હરાવ્યો. કેરળમાં સક્રિય કેસોની સંખ્યા હવે 1,64,500 થઈ ગઈ છે.

10 રાજ્યોમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો
દેશના દસ રાજ્યોમાં કોરોનાના કેસમાં ઝડપી વધારાને ધ્યાનમાં લેતા સરકારે શનિવારે આ રાજયોની સ્થિતિ બાબતેની સમિક્ષા કરી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, ઓરિસ્સા, આસામ, મિઝોરમ, મેઘાલય, આંધ્રપ્રદેશ અને મણિપુરની પરિસ્થિતિની સમિક્ષા કરી હતી.

દેશમાં કોરોનાના કુલ 3.16 કરોડ કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાના કુલ 3.16 કરોડ કેસ નોંધાયા છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ: 41,786

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 39,304

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 542

અત્યાર સુધીમાં કુલ કેસ: 3.16 કરોડ

અત્યાર સુધી સાજા થયા: 3.08 કરોડ

અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 4.24 લાખ

સારવાર હેઠળ દર્દીઓ: 4.04 લાખ

8 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશના 8 રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, તામિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અહીં લોકડાઉનની જેમ જ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

23 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. અહીં પ્રતિબંધો સાથે છૂટ પણ છે. તેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

મુખ્ય રાજયોની સ્થિતિ

1. કેરળ
શનિવારે અહીં 20,624 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. 16,685 લોકો સાજા થયા અને 80 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 33.90 લાખ લોકો સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. આમાંથી 32.08 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 16,782 લોકોના મોત થયા છે. હાલમાં 1.64 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

2. મહારાષ્ટ્ર
શનિવારે અહીં 6,959 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 7,431 લોકો સાજા થયા અને 225 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 63.03 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આમાંથી 60.90 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1.32 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 76,755 દર્દીઓ સારવાર હેઠળ છે.

3. દિલ્હી
શનિવારે દિલ્હીમાં 58 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ દરમિયાન 56 લોકો સાજા થયા અને 1નું મોત થયુ હતું. અત્યાર સુધીમાં 14.36 લાખ લોકો સંક્રમણની ઝચપેટમાં આવી ગયા છે. આમાંથી 14.10 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 25,052 દર્દીઓના મોત થયા છે. અહીં 581 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

4. ઉત્તરપ્રદેશ
હાલમાં, covid19.org પર ઉત્તર પ્રદેશના શનિવાર માટેનો ડેટા અપડેટ કરવામાં આવ્યો નથી. એક દિવસ પહેલા શુક્રવારે 37 લોકો પોઝિટિવ મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન 91 લોકો સજા થયા અને 4 લોકોના મોત પણ થયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં 17.08 લાખથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 16.84 લાખ સાજા થયા છે, જ્યારે 22,756 દર્દીઓના મોત થયા છે. અહીં 729 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

5. ગુજરાત
શનિવારે રાજ્યમાં 27 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ દરમિયાન 35 લોકો સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં લગભગ 8.24 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 8.14 લાખ લોકો સાજા થયા છે. જ્યારે 10,076 દર્દીઓના મોત થયા છે. અહીં 252 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.

6. મધ્યપ્રદેશ
અહીં શનિવારે 22 નવા કેસ નોંધાયા હતા અને 21 લોકો સાજા થયા હતા. અત્યાર સુધીમાં રાજયમાં 7.91 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 7.81 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 10,513 લોકો મૃત્યુ પામ્યા છે. 122 દર્દીઓ સારવાર હેઠળ છે.

7. રાજસ્થાન
અહીં શનિવારે 17 લોકો કોરોના સંક્રમિત મળ્યા હતા. આ દરમિયાન 22 લોકો સાજા થયા જ્યારે 1 નું મોત થયુ. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.53 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આમાંથી 9.44 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,954 દર્દીઓના મોત થયા છે. હાલમાં 248 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...