તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતભરમાં કોરોનાની બીજી લહેરે કોપ વરસાવ્યો છે. જેના પગલે દેશમાં શુક્રવારના રોજ વેક્સિનેશન અંતર્ગત નવો રેકોર્ડ સ્થાપિત થયો હતો. ગત 24 કલાકમાં ભારતમાં 36 લાખ લોકોએ કોરોનાની વેક્સિનનો ડોઝ લીધો હતો. એક દિવસમાં વેક્સિનેશનનો આ સૌથી ઊંચો આંક છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 76 દિવસથી ચાલી રહેલા વેક્સિનેશનના કાર્યક્રમમાં 1 એપ્રિલના રોજ 36.71 લાખ લોકોએ વેક્સિન લીધી હતી. જેમાંથી 33.65 લાખ લોકોએ પ્રથમ અને 3.05 લાખ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો.
અહેવાલના આધારે અત્યારસુધી 8 રાજ્યોમાં 59.58% વેક્સિન લગાવાઈ છે. જેમાં મહારાષ્ટ્રનો હિસ્સો 9.48% છે. અહીંયા 65 લાખ ડોઝ અપાઈ ચૂક્યા છે. આ સમય દરમિયાન 8 રાજ્યો પૈકી મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, કેરળ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના નવા કેસો વાયુ-વેગે સામે આવી રહ્યા છે. દેશમાં પોઝિટિવ મળી આવતા કોરોનાના કેસોમાં 81% તો અહીંયાથી સામે આવે છે.
વેક્સિનેશનનું માળખું
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સવારે 7 વાગે પ્રાપ્ત થતી વિગતોના આધારે, અત્યાર સુધી દેશમાં 6.88 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી 83.26 લાખ આરોગ્યકર્મીઓને પહેલો અને 52.84 લાખને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. તો બીજી બાજુ 93.53 લાખ ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રથમ અને 40.97 લાખને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે.
કોરોના વેક્સિનેશનના કાર્યક્રમમાં 45 વર્ષથી વધુના લોકોએ 97.83 લાખે પ્રથમ ડોઝ અને 39 હજાર લોકોએ બીજો ડોઝ લીધો હતો. 60 વર્ષથી વધુ ઉંમરના 3.17 કરોડ લોકોને પ્રથમ ડોઝ અને 2.18 લાખ વૃદ્ધોને બીજો ડોઝ અપાયો હતો.
60%થી વધુ કેસો માત્ર મહારાષ્ટ્રમાં સામે આવ્યા
છેલ્લા 24 કલાકમાં દેશના કુલ 81,466 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 43,183, છત્તીસગઢમાં 4,617 અને કર્ણાટકમાં 4234 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. અત્યારે ભારતમાં કુલ 6.14 લાખ કોરોનાના એક્ટિવ કેસો છે. જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, કેરળ અને પંજાબના 78% કેસો છે. દેશના કુલ સંક્રમિતોમાંથી એકલા મહારાષ્ટ્રમાં 60% દર્દીઓ મળ્યા છે.
ગત 24 કલાકમાં કોરોના સંક્રમણથી 469 દર્દીઓના મોત નીપજ્યાં છે. જેમાં 83% મૃત્યું 7 રાજ્યોમાં થઈ છે. મહારાષ્ટ્રમાં આ સંખ્યા સૌથી વધુ 249 સુધીની રહી છે. ઓડિશા, લદ્દાખ, દીવ અને દમણ, દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ, લક્ષદ્વીપ, મેઘાલય, મિઝોરમ, અંદામાન-નિકોબાર દ્વિપ સમૂહ અને અરૂણાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત એક પણ દર્દીનું મોત થયું નથી.
વેક્સિનેશનમાં અમેરિકા સૌથી આગળ
વેક્સિનેશનમાં દુનિયાની મહાસત્તાઓની વાત કરીએ તો અમેરિકા વેક્સિનેશનમાં સૌથી આગળ છે. અહીંયા લગભગ 10 કરોડ લોકોને કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. જેમાંથી આશરે 5.6 કરોડ લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. અમેરિકામાં સિંગલ ડોઝ વાળી જ્હોન્સન એન્ડ જ્હોન્સનની અને બે ડોઝ વાળી ફાઈઝર-બાયોટેક અને મોડર્નાની વેક્સિન લગાવાઈ રહી છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના આધારે, અહીંયા લગભગ દરરોજ 29 લાખ લોકોને કોવિડ વેક્સિન અપાઈ રહી છે. 13 માર્ચે એક દિવસમાં સૌથી વધુ 45.75 લાખ લોકોએ વેક્સિન મુકાવી હતી.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.