ગુજરાત રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટે મોદીને ક્લિન ચીટ આપી, ઝાકિયાની અરજી ફગાવી દેવામા આવી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપનાર SIT રિપોર્ટની વિરુદ્ધ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી ઝાકિયા જાફરીએ દાખલ કરી હતી.
72 વર્ષના અહસાન જાફરી કોંગ્રેસના નેતા અને સાંસદ હતા. તેઓને અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં તેમના ઘરમાંથી કાઢીને ઉશ્કેરાયેલા લોકોએ મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમની પત્ની ઝાકિયાએ SITના રિપોર્ટને પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે 14 દિવસમાં સુનાવણી પુરી કરી
સુપ્રીમ કોર્ટેમાં આ મામલો જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે સાંભળ્યો હતો. અરજદાર તરફથી સીનિયર એડવોકેટ કપિલ સિબ્બલ, SIT તરફથી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી અને ગુજરાત તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી. તે પછી બેન્ચે 9 ડિસેમ્બર 2021ના રોજ ચુકાદાને અનામત રાખ્યો હતો.
સિબ્બલની દલીલ- મહત્વના પાસાઓની અવગણના થઈ હતી
આ કેસમાં અરજદારના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને કહ્યું કે SITએ કેસના મહત્વપૂર્ણ પાસાઓ પર તપાસ કરી નથી. તેનાથી એ સાબિત થાય છે કે પોલીસ આ કેસમાં એક્ટિવ નથી. સિબ્બલે એ પણ કહ્યું હતું કે SITએ જે રીતે તપાસ કરી તેના પરથી લાગે છે કે તે કઈંક છુપાવવાની કોશિશ કરી રહી છે.
SITની દલીલ- અમે અમારુ કામ કર્યું
SITના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું- કોઈને પણ બચાવવામાં આવ્યા નથી અને સમગ્ર તપાસ ઉડાણપૂર્વક થઈ છે. કુલ 275 લોકોની પૂછપરછ થઈ છે. કોઈ પણ એવો પુરાવો મળ્યો નથી, જેના પરથી ષડયંત્ર સાબિત થાય.
પહેલા હાઈકોર્ટે ફગાવી હતી અરજી
SITના રિપોર્ટમાં ઉચ્ચા પદો પર રહેલા અધિકારીઓને ક્લીન ચીટ આપવામાં આવી હતી. તેમાં ગોધરા કાંડ અને તે પછી થયેલા રમખાણોમાં અધિકારીઓની ભૂમિકાને નકારવામાં આવી હતી. 2017માં ગુજરાત હાઈકોર્ટે SITના ક્લોઝર રિપોર્ટની વિરુદ્ધ ઝાકીયાની અરજીને ફગાવી હતી.
અરજીમાં શું હતું?
શું છે મામલો
ગોધરા કાંડ પછી 2002માં રાજ્યમાં કોમી રમખાણો થયા હતા. તોફાનીઓએ પૂર્વ અમદાવાદ ખાતે આવેલી લધુમતી સમુદાયની વસ્તીને ટાર્ગેટ કરી હતી. તેમાં પૂર્વ કોંગ્રેસ સાંસદ એહસાન જાફરી સહિત 69 લોકોના મૃત્યુ થયા હતા. તેમાંથી 38 લોકોના શબ મળ્યા હતા. જ્યારે જાફરી સહિત 31 લોકો ગુમ હોવાનું કહેવાયું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.