• Gujarati News
  • National
  • In The Early Years Of The Corona Period, Pre primary Admissions Dropped By 22 Lakhs In Private Schools And 3 Lakhs In Government.

ભાસ્કર રિસર્ચ:કોરોનાકાળના પ્રારંભિક વર્ષમાં ખાનગી શાળાઓમાં 22 લાખ અને સરકારીમાં 3 લાખ પ્રી-પ્રાઇમરી એડમિશન ઘટ્યા

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં માત્ર 1 વર્ષમાં 521 સરકારી શાળાઓ બંધ થઇ અને તેનાથી 6 ગણી વધારે 3,304 પ્રાઇવેટ સ્કૂલ્સ ખુલી ગઇ. શાળાકીય શિક્ષણ વિભાગની પાંખ યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (યુડીઆઇએસઇ)ના રિપોર્ટમાં આ સ્થિતિ સામે આવી છે. 2020-21માં કુલ 10,32,049 સરકારી અને 3,40,753 ખાનગી શાળાઓ હતી જ્યારે 2019-20માં 10,32,570 સરકારી અને 3,37,449 ખાનગી શાળાઓ હતી. સૌથી વધુ સરકારી શાળાઓ ઓડિશામાં બંધ થઇ. ત્યાં 2019-20માં 53,260 સરકારી શાળા હતી, જે 2020-21માં 50,256 થઇ ગઇ.

  • ઇન્ટરનેટ: 2020-21માં 24.5% શાળાઓ સુધી પહોંચી ગયું. 2019-20માં 22.3%માં જ હતું.
  • વીજળી: 2020-21માં કુલ 86.9% શાળાઓમાં કનેક્શન થઇ ગયું, 2019-20માં 83.4%માં હતું.
  • લાઇબ્રેરી: 2020-21માં 82.9% શાળાઓમાં હતી. 2019-20માં 22.3%માં જ હતી.

સ્ટુડન્ટ: કોરોનાથી પ્રી-પ્રાઇમરીમાં નવા એડમિશન 29 લાખ સુધી ઘટ્યા
દેશમાં 2020-21 દરમિયાન કોરોનાનો ભારે પ્રકોપ રહ્યો, જેની નાના બાળકોના અભ્યાસ પર સૌથી ખરાબ અસર થઇ. પરિણામે આ ગાળામાં પ્રી-પ્રાઇમરીમાં એડમિશન 29 લાખ જેટલા ઘટ્યા. 2019-20માં 1,35,55,892 બાળકોએ એડમિશન લીધું હતું જ્યારે 2020-21માં આ આંકડો 1,06,45,526 પર સમેટાઇ ગયો. તે પૈકી ખાનગી શાળાઓમાં પ્રી-પ્રાઇમરીમાં એડમિશન 22.28 લાખ અને સરકારીમાં 3.10 લાખ જેટલા ઘટ્યા. ધોરણ-1થી 12માં 2019-20થી 77,588 એડમિશન જ ઘટ્યા છે.

...પણ અભ્યાસ છોડનારા ઘટ્યા

  • પ્રમાણ 0.8%, 6થી 8માં 1.9% અને 9-10માં 14.6% રહ્યું.
  • 2019-20માં ધો.1થી 5માં ડ્રોપઆઉટનું પ્રમાણ 1.5%, 6થી 8માં 2.6% અને 9-10માં 16.1% રહ્યું હતું.
  • અધવચ્ચે અભ્યાસ છોડનારામાં ધો.1થી 5 અને 9થી 10માં છોકરા, 6થી 8માં છોકરી વધુ.

નવા એડમિશનમાં મુસ્લિમ બાળકો વધ્યા
2020-21 દરમિયાન ધો.1થી 12માં નવા એડમિશનમાં મુસ્લિમ બાળકોનું પ્રમાણ 14.26% સુધી પહોંચી ગયું, જે 2019-20માં 13.95% હતું.

ટીચર: 2 વર્ષમાં મહિલા શિક્ષક 2.4 લાખ, પુરૂષ 30 હજાર વધ્યા
​​​​​​​દેશમાં 2 વર્ષમાં મહિલા શિક્ષકોની સંખ્યા ઝડપથી વધી છે. 2020-21માં ધો.1થી 12માં મહિલા શિક્ષકો વધીને 49.5 લાખ થઇ જ્યારે પુરૂષ શિક્ષક 47.5 લાખ થયા. 2018-19માં 47.2 લાખ પુરૂષ અને 47.1 લાખ મહિલા શિક્ષક હતા. યુડીઆઇએસઇના રિપોર્ટ મુજબ 2019-20ની સરખામણીમાં 2020-21માં મહિલા શિક્ષક 30 હજાર અને પુરૂષ શિક્ષક 20 હજાર ઘટ્યા. કુલ શિક્ષકો 2019-20માં 96.87 લાખ હતા, જે વધીને 96.96 લાખ થયા. 2020-21માં દેશમાં ધો.1થી 5 સુધી દર 26 બાળકે 1 શિક્ષક હતા જ્યારે 2019-20માં આ રેશિયો 26.5 હતો.

અન્ય સમાચારો પણ છે...