તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In The CCMB Lab In Hyderabad, Neither Work From Home, Nor Leave, Work On The Virus, Although These Scientists Have Survived The Infection For 13 Months.

કોરોના સામે જીતનું ઉદાહરણ:હૈદરાબાદની CCMB લેબમાં ન વર્ક ફ્રોમ હોમ, ન રજા, વાઈરસ પર કામ, તેમ છતાં 13 મહિનાથી આ વિજ્ઞાનીઓ સંક્રમણથી બચી શક્યા

હૈદરાબાદ3 મહિનો પહેલાલેખક: પ્રમોદ ત્રિવેદી
  • કૉપી લિંક
લેબમાં કામ કરતા વૈજ્ઞાનિકો સહિતનો સ્ટાફ - Divya Bhaskar
લેબમાં કામ કરતા વૈજ્ઞાનિકો સહિતનો સ્ટાફ
  • હૈદરાબાદની CCMB લેબનો સ્ટાફ કોરોના સામે જીતનું ઉદાહરણ પણ

દુનિયાના દરેક વાઈરસને બનાવવા અને તેના પર પ્રયોગ કરતી વિશ્વસ્તરની લેબોરેટરી સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) હૈદરાબાદ. અહીં 60 વિજ્ઞાનીઓ, 150 પીએચડી રિસર્ચર, 450 સહયોગી સ્ટાફ એટલે કે કુલ 660 લોકો રોજ કામ કરે છે. કોરોનાના સમયમાં પણ અહીં ન તો વર્ક ફ્રોમ છે અને ન તો કોઈ રજા. કેન્ટીનમાં 24 કલાક મળતા ભોજનથી બધાનું પેટ ભરાય છે.

કોઈ સંક્રમિત થયું નથી
સીસીએમબીમાં હાલમાં કોરોના વાઈરસ પર રિસર્ચ ચાલી રહ્યું છે. તે વાઈરસના દરેક મ્યૂટન્ટ પર રિસર્ચ કરે છે અને તેને લેબમાં તૈયાર કરે છે. હજારો મિલિયન વાઈરલ બનાવવા, તેના પર રિસર્ચ કરવું, વેક્સિન કંપનીઓની મદદ કરવી, તેમનું દરરોજનું કામ છે. પણ સંપૂર્ણ દેશ માટે પ્રેરણા આપવાની વાત એ છે કે ગત 13 મહિનામાં અહીં કોઈ ચેપગ્રસ્ત થયું નથી. ન તો વિજ્ઞાની, ન યુવા રિસર્ચર અને ન તો સહયોગી સ્ટાફ.

13 મહિનાથી સ્ટાફ ગાઇડલાઇનનું પાલન કરે છે
અહીં કોરોનાનો અત્યાર સુધી એક પણ કેસ મળ્યો નથી. જોકે એવું પણ નથી કે સ્ટાફના સભ્યોને કોઈ સ્કેનરથી કોરોના મુક્ત કરાતા હોય કે કોઈ દવા અપાતી હોય. અસલમાં તેની પાછળ 13 મહિના પહેલા દીવાલ પર લખેલા એક સ્લૉગનનું પાલન કરવું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરો અને હાથ ધૂવો. બસ તેના સિવાય કંઈ જ નહીં. આખી ટીમ 13 મહિનાથી તેને ટેવ બનાવી ચૂકી છે.

15 દિવસ સાવચેતી, કોરોના હારી જશે
વિજ્ઞાની અર્ચના ભારદ્વાજ કહે છે કે અમે પણ સામાન્ય વ્યક્તિની જેમ પરિવારથી મળીએ છીએ અને ઓફિસ લેબમાં કામ કરીએ છીએ પણ સાવચેતી છોડતા નથી. અમારું જ નહીં, દરેક રિસર્ચ એમ કહે છે કે ફક્ત 15 દિવસ માટે બધા લોકો સારી રીતે માસ્ક પહેરે. જરૂરી અંતર જાળવે અને સેનિટાઈઝર કરતા રહે. સમારોહમાં ન જાય. કોરોના વગર વેક્સિન અને દવાએ સમાપ્ત થઈ જશે.

કોરોના હવામાં, તો ખાવાનું-પીવાનું કઈ રીતે?
કોરોનાના કણ હવામાં રહે છે તો શું ઓફિસમાં માસ્ક હટાવી પાણી પીવું, જમવું સુરક્ષિત છે? તેના પર અર્ચના ભારદ્વાજ અને જીનોમ સિક્વન્સિંગ એક્સપર્ટ ડૉ. તેજ સોપાટી કહે છે કે અમે બધા માસ્ક પહેરીએ છીએ અને ડિસ્ટન્સ જાળવીએ છીએ. જો બધા માસ્ક પહેરે તો એક્ટિવ વાઈરસ ગમે તે સ્થિતિમાં હવામાં કઈ રીતે નીકળશે. બંધ જગ્યામાં ગ્રૂપમાં જમવું ના જોઈએ.

અન્ય સમાચારો પણ છે...