• Gujarati News
  • National
  • In The Cabinet Meeting, It Was Decided To Provide Assistance Of 22,000 Crores To Government Oil Marketing Companies

રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત:કેબિનેટની બેઠકમાં સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને 22,000 કરોડની સહાય આપવાનો નિર્ણય લેવાયો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને રાહત આપતાં કેન્દ્ર સરકારે આજે એટલે કે 12 ઓક્ટોબરના રોજ થયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં બોનસ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને કેબિનેટ બેઠકમાં માટે લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપતાં કહ્યું કે, સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને રાંધણ ગેસ(LPG) ના નુકસાનની ભરપાઈ કરવા માટે 22,000 કરોડ રૂપિયાની સહાય માટે મંજૂરી આપવામાં આવી છે.

આ કંપનીઓ LPG ગેસને માર્કેટ રેટથી નીચે વેચીને નુકસાન ભોગવી રહી છે, એવામાં સરકાર આ સબસિડી આપીને તેમને રાહત આપી રહી છે. આ નિર્ણયથી ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને ફાયદો થશે.

રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત

કેન્દ્ર સરકાર દ્વારા દિવાળી પહેલા રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે. 11 લાખ 27 હજાર કર્મચારીઓ 1 હજાર 832 કરોડનું બોનસ આપવામાં આવશે. બોનસની રીતે કર્મચારીઓને 78 દિવસનો પગાર મળશે

PM ડિવાઈન યોજનાને મંજૂરી આપી

PM ડિવાઈન યોજનાને મંજૂરી આપવામાં આવી છે. જેમાં સરકારે આગામી 4 વર્ષો (2022-23 થી 2025-26) માં 6,600 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ ઉપરાંત, કેબિનેટમાં ગુજરાતના દીનદયાળ પોર્ટમાં PPP મોડલ પર કન્ટેનર ટર્મિનલ અને બહુલક્ષી હેતુથી કાર્ગો બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.