હિમાચલના ચમ્બામાં વરસાદની ઋતુમાં જગ્યા જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બનતી હોય છે. પણ ચંબા-સુંડા માર્ગ પરના ભૂસ્ખલનનો એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને રૂવાંડા ઉભા થઈ જશે.ગણતરીની સેકન્ડ્સમાં જ પહાડીનો એક મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો. ભારે વરસાદના પગલે ચમ્બા સુંડલા માર્ગ પર કોટી પુલ પાસે પહાડીનો એક હિસ્સો તૂટી પડ્યો. સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે રસ્તા પર કોઈ પણ હાજર નહોતું. ત્યા આસપાસના લોકોને આ ભૂસ્ખલનનો અંદાજો પહેલેથી જ આવી ગયો હતો.આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.