તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Tamulpur, Modi Said That The Game Of Secularism communism Has Hurt The Country, NDA Government Will Be Formed Again In Assam.

વડાપ્રધાન મોદીનો આસામ પ્રવાસ:મોદીએ કહ્યું- વોટ બેન્ક માટે સમાજના ભાગલા પાડી રહ્યું છે વિપક્ષ, આસામમાં ફરીથી NDAની સરકાર બનવા જઈ રહી

આસામ6 મહિનો પહેલા
આસામના તામુલપુરમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આસામના લોકોએ ફરીથી NDAની સરકાર બનાવવાનો નિર્ણય કરી લીધો છે.
  • મોદીએ કહ્યું- આસામના લોકો શાંતિ અને વિકાસ સાથે

આસામના તામુલપુરમાં શનિવારે વડાપ્રધાન મોદીએ જાહેરસભામાં સંબોધન કર્યું હતું. મોદીએ રેલીમાં સંબોધન કરતા કહ્યું હતું કે આસમના લોકોએ ફરી એક વખત NDAની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે. આસામના દાયકાઓ સુધી હિંસા અને અસ્થિરતામાં ધકેલનારા લોકોને હવે અહીંની જનતા સ્વીકારશે નહીં. આસામના લોકો શાંતિ અને વિકાસ સાથે છે. અમારી સરકાર આસામના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

મોદીએ કહ્યું કે દેશમાં સેક્યુલરિઝમ (ધર્મનિરપેક્ષતા)ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હવે વોટબેંક માટે ભેદભાવ કરનારા અને સમાજના ભાગલા પડવાના પ્રયાસ કરનારા લોકોને સેક્યુલર કહેવામાં આવે છે. અમારી સરકાર ભેદભાવ વિના સૌના માટે કામ કરે છે તો તેને કમ્યુનલ કહેવામાં આવે છે.

પાર્ટીના કાર્યકરની તબિયત લથડી તો મોદીએ મદદ કરવા માટે કહ્યું

વિકાસમાં ભેદભાવ એ અમારો સિદ્ધાંત નહીં
રેલી દરમિયાન એક વ્યક્તિની તબિયત લથડી હતી, ત્યારબાદ વડાપ્રધાન મોદીએ પોતાનું ભાષણ અટકાવ્યું હતું અને કહ્યું કે મારી સાથે મેડિકલ ટીમમાં જે ડોક્ટર આવ્યા છે તેઓ ત્યાં જાય અને તે વ્યક્તિની મદદ કરે. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ પોતાનું ભાષણ આગળ વધાર્યું હતું. મોદીએ કહ્યું કે વિકાસમાં ભેદભાવ એ અમારો સિદ્ધાંત નથી. અમે રાષ્ટ્રનીતિ માટે જીવનારા લોકો છીએ.

અમારો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ
વડાપ્રધાન મોદીએ જાહેરસભામાં સંબોધન કરતાં કહ્યું હતું કે મહાજૂઠ બોલનારા લોકોની પોલ ખૂલી ગઈ છે. મોદીએ કહ્યું કે આસામણું અપમાન કરનારા લોકોને રાજ્યના લોકો સહન નહીં કરે.મોદીએ વધુમાં કહ્યું હતું કે અમારો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ.

સેક્યુલરિઝમ-કમ્યૂનલિઝમની રમતથી દેશને નુકસાન
વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં વધુમાં કહ્યું હતું કે, અમે જ્યારે પણ કોઈ નવી યોજના બનાવીએ છીએ, તો સૌના માટે બનાવીએ છીએ. દરેક ક્ષેત્રના લોકોને, દરેક વર્ગના લોકો સુધી, વિના ભેદભાવ, કોઈ પક્ષપાત વિના તે યોજનાનો લાભ પહોંચાડવા માટે અમે સખત મહેનત કરીએ છીએ. દેશમાં કેટલી વાતો ખોટી રીતે ચાલી રહી છે, જો આપણે સમાજમાં ભેદભાવ રાખીએ, સમાજના ભાગલા પડી દઈએ અને આપણી વોટબેંક માટે કંઈક આપીએ, તો દુર્ભાગ્ય જુઓ, તેને દેશમાં સેક્યુલરિઝમ કહેવામાં આવે છે. પરંતુ જો તે દરેક માટે કામ કરવામાં આવે, કોઈ ભેદભાવ વિના દરેકને આપીએ, તો પછી તેઓ કહે છે કે તેઓ સાંપ્રદાયિક છે. આ સેક્યુલરિઝમ-કમ્યૂનલિઝમનીઆ રમતથી દેશને ઘણું નુકસાન થયું છે.

હિંસા અટકાવવા માટે પ્રતિબદ્ધ
આસમાની મહિલાઓને સંબોધન કરતાં મોદીએ કહ્યું કે રાજ્યના કોઈ પણ પુત્રને બંદૂક ના ઉઠાવવી પડે અમે તે માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે અમે બોડો સમજૂતી કરી જેનાથી આસામમાં શાંતિ આવી. આસામની માતાઓના પુત્ર હથિયાર ઉઠાવતા હતા. તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એનડીએ દ્વારા રાજ્યમાં કામ કરવામાં આવ્યું.

જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીની આસામ અને પશ્ચિમ બંગાળ બંને રાજ્યોમાં રેલી છે. આસામના તામુલપુરમાં રેલીમાં સંબોધન કર્યા બાદ વડાપ્રધાન 2:45 વાગે હરિપાલ અને 4:20 વાગે સોનારપુરમાં રેલી કરશે. બંને રાજ્યોમાં આગળના તબક્કાનું મતદાન 6 એપ્રિલના રોજ યોજાનાર છે.