તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમિલનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી ‘અમ્મા’ એટલે કે સ્વ. જયલલિતાનો સાચો વારસદાર કોણ? આ સાબિત કરવા માટે તેમની સત્તારુઢ પાર્ટી એઆઈએડીએમકેમાં ફરી એકવાર જંગ તેજ થઇ ગયો છે. જયલલિતાનાં નજીકનાં અને પૂર્વ પાર્ટી પ્રમુખ શશિકલા ચાર વર્ષની જેલની સજા પૂરી થયા બાદ તાજેતરમાં મુક્ત થયાં છે. સાથે જ એક મહિના પછી એપ્રિલમાં રાજ્યની વિધાનસભા ચૂંટણી છે. બીજી બાજુ તમામ ઓપિનિયન પોલ વિપક્ષી દળ ડીએમકેને આગળ બતાવી રહ્યા છે. એવામાં શશિકલાની વાપસી બાદ રાજ્ય અને તેમની પાર્ટીમાં રાજકીય હિલચાલ તેજ થઈ છે.
કોરોના સંક્રમિત શશિકલા 24 ફેબ્રુઆરીએ જેલથી મુક્ત થયા બાદ હોસ્પિટલમાં રહ્યાં હતાં. પહેલી ફેબ્રુઆરીએ તેણી હોસ્પિટલેથી ટોયોટા પ્રાડો નામની લક્ઝુરિયસ ગાડીમાં ત્યાંથી રવાના થયાં હતાં. તેમની ગાડી પર એઆઈએડીએમકેનો ઝંડો લગાવેલો હતો. જોકે પાર્ટીમાંથી તેમની હકાલપટ્ટી કરી દેવાઈ હતી. જયલલિતા પણ આ બ્રાન્ડની ગાડીમાં ફરતાં હતાં. અસલમાં આ એક ગાડી નહીં પણ પાર્ટીનાં બંને જૂથને ઈપીએસ અને ઓપીએસને મેસેજ હતો. એટલે કે અમ્માના અસલી રાજકીય વારસદાર શશિકલા એટલે કે ચિન્ના અમ્મા(જુનિયર અમ્મા) જ છે. જ્યારે રાજ્યના સીએમ પલાનીસામી સ્પષ્ટ કરી ચૂક્યા છે કે શશિકલા સાથે એઆઈએડીએમકેને કોઈ સંબંધ નથી.
આવક કરતાં વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચાર મામલે 14 ફેબ્રુઆરી 2017ના રોજ શશિકલાને જેલ મોકલાયાં હતાં. તે સમયે શશિકલાએ અજાણ્યા એવા ઈ પલાનીસામીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે સ્થિતિ પલટાઈ ચૂકી છે. પલાનીસામીએ પાર્ટીમાં પોતાની છબિને મજબૂત કરી છે. ઉપમુખ્યમંત્રી પનીરસેલ્વમનું બીજું જૂથ બની ગયું છે. હાલમાં પાર્ટીના મોટા ભાગના લોકો ઈચ્છતા નથી કે શશિકલા ફરી પાર્ટીમાં જોડાય.
શશિકલા એઆઈએડીએમકેનાં જૂનાં પાર્ટી સિમ્બોલ માટે ફરી સુપ્રીમકોર્ટમાં જશે
શશિકલા એઆઈએડીએમકે પાર્ટીનાં બે પાંદડાંવાળાં જૂના અને ઐતિહાસિક ચૂંટણી પ્રતીકને પ્રાપ્ત કરવા ફરી સક્રિય થયાં છે. જલદી જ તેઓ સુપ્રીમકોર્ટમાં ચૂંટણીપંચના નિર્ણય વિરુદ્ધ ક્યૂરેટિવ અરજી કરશે. પાર્ટીમાં વિવાદ પછી 23 નવેમ્બર 2017ના રોજ ચૂંટણીપંચે પલાનીસામીના નેતૃત્વ હેઠળના જૂથને આ ચૂંટણી પ્રતીક ફાળવ્યું હતું. સુપ્રીમકોર્ટ માર્ચ 2019 અને જુલાઈ 2020માં આ મામલે બે અરજીઓ પહેલાથી જ નકારી ચૂકી છે.
ભાજપ ઈચ્છે છે કે શશિકલાની પાર્ટીમાં ફરી વાપસી થાય
સૂત્રો મુજબ ભાજપ ઈચ્છે છે કે શશિકલાને એઆઈએડીએમકે પાર્ટીના બંને જૂથ પાર્ટીમાં ફરી સામેલ કરે. સાથે જ ઈપીએસ અને ઓપીએસ જૂથ પરસ્પર લડાઈનો અંત લાવે. ભાજપને ડર છે કે આવું ન કરવાથી પાર્ટીમાં વધુ એક જૂથ બનશે તેથી આગામી વિધાનસભા ચૂંટણીમાં નુકસાન થશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.