તામિલનાડુનો LIVE વીડિયો:બે બસની સામસામે ભયાનક ટક્કર, કેબિનમાં ડ્રાઈવર ઉલળ્યો, જુઓ અંદરના CCTV

ચેન્નાઈએક મહિનો પહેલા

તામિલનાડુના સલેમમાં બે બસ વચ્ચે ભયંકર અકસ્માત થયો. દુર્ઘટનામાં 30 લોકો ઘાયલ થઈ ગયા છે, જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર છે. આ ઘટના દુર્ઘટનાગ્રસ્ત થયેલી એક બસમાં લાગેલા CCTVમાં કેદ થઈ. મંગળવારે સાંજે એડપ્પાડીથી આવતી એક ખાનગી બસ તિરુચેંગોડેથી જતી એક બસ સાથે અથડાઈ હતી.

કેમેરા કેદ થઈ દુર્ઘટના
અકસ્માતના ફૂટેજ બસમાં લગાડવામાં આવેલા CCTV કેમેરાના છે. ફુલ સ્પીડમાં જઈ રહેલી બસ સામેથી આવતી બસ સાથે અથડાઈ હતી. અકસ્માતને કારણે બસનો ડ્રાઈવર અને કેબિનમાં બેઠેલો યાત્રી જોરદાર ઉછળ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર અનેક લોકો વિન્ડ સ્ક્રીન પર પડ્યા હતા.

ખોટી લેનમાં ઘૂસી બસ
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે બસ ડ્રાઈવર પોતાની લેનમાં આરામથી ચલાવી રહ્યો હતો, પરંતુ સામેથી આવતી એક બસ ખોટી લેનમાં આવી ગઈ હતી. જેના કારણે આ જોરદાર ટક્કર થઈ હતી.

ડ્રાઈવરના માથામાં ઘૂસ્યા કાચના ટુકડા
અકસ્માતને કારણે ડ્રાઈવર, કંડક્ટર અને એક યાત્રિકને બસની આગળના કાચ સાથે અથડાયા. કાચ તૂટી ગયો અને તેના કેટલાંક ટુકડા ડ્રાઈવરના માથામાં ઘુસી ગયા. જે બાદ તે પોતાની જાતને સંભાળતા વીડિયોમાં જોવા મળે છે. રસ્તા પર વરસાદનું પાણી જોવા મળે છે. દુર્ઘટના થતાં જ આજુબાજુના લોકોને ઘાયલોને મદદ કરવા દોડી આવે છે.

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
બસ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સલેમ અને એડપ્પાડીની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...