તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Tamia's Patalkot, The Lineman Was Getting The Helper Repaired By Climbing On The Pillar, Suddenly The Electricity Came And The Young Man Got Burnt

4 કલાક સુધી વીજ થાંભલા પર લટકી રહ્યો મૃતદેહ:લાઇનમેન હેલ્પરને થાંભલા પર ચડાવીને રિપેર કરાવતો હતો સપ્લાય સિસ્ટમ, કરંટ લાગતાં તરફડીને થયું મોત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

છિંદવાડામાં બેદરકારી અને ત્યાર પછી સંવેદનહીનતાની ઘટના સામે આવી છે. વીજળીનો સપ્લાય સુધારવા માટે લાઈનમેને હેલ્પરને થાંભલા પર ચડાવ્યો હતો. યુવકે વીજળીનો તાર અડતાં જ તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને તે દાઝી ગયો હતો. થોડીવાર તરફડિયાં માર્યાં બાદ હલ્પર યુવકનું મોત થયું હતું. યુવકનો મૃતદેહ ચાર કલાક સુધી થાંભલા પર જ લટકતો રહ્યો હતો. અંતે, ગ્રામીણોની મદદથી પોલીસે રાતે યુવકનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો.

ઘટના છિંદવાડાના તામિયાના પાતાલકોટમાં રાતેડ પોઈન્ટ નજીક ચડાઢા ગામની છે. અહીં થોડી ટેક્નિકલ સમસ્યા હતી, જેને માટે લાઈનમેને હેલ્પર ગોવિંદ ધુર્વેને મોકલ્યો હતો. બુધવારે સાંજે 4 વાગે ગોવિંદ થાંભલા પર ચડી ગયો હતો અને વીજ સપ્લાય સુધારતી વખતે તેને કરંટ લાગ્યો હતો. વીજના થાંભલા પર જ તેનું મોત થઈ ગયું હતું. તારમાં પહેલેથી જ કરંટ પસાર થઈ રહ્યો હતો કે અચાનક વીજ સપ્લાય શરૂ થઈ ગયો એ વિશે કોઈ અધિકારી પાસે કોઈ જવાબ નથી.

ગામના લોકોની સૂચનાથી લાઈનમેન પહોંચ્યો હતો
ઘટના પછી ગામના લોકોએ તેની માહિતી લાઈનમેન રાજેન્દ્ર ચૌરિયાને આપી હતી. ઘણા સમય પછી તેઓ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાર પછી તેણે પોલીસને માહિતી આપી હતી. SDOP જુન્નારદેવ સહિત તામિયાના પોલીસ ઈન્સ્પેક્ટર પ્રીતમ તિલગામ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગામના લોકોની મદદથી હેલ્પરનો મૃતદેહ મોડી રાતે 8 વાગે નીચે ઉતારવામાં આવ્યો હતો. ઘટના ગંભીર થયા પછી કંપનીના કોઈ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા નહોતા.

કોઈ સંસાધન વગર કેવી રીતે ચઢાવી દીધો થાંભલા પર
રાતેડમાં થયેલી આ ઘટના પછી વીજ કંપનીની કાર્યશૈલી સામે સવાલ ઊભા થવા લાગ્યા છે. હકીકતમાં વીજળી વિભાગના લાઈનમેને કેવી રીતે હેલ્પરને કોઈ સુરક્ષા કે સંસાધન વગર થાંભલા પર ચડાવી દીધો? જો અહીં વીજ સપ્લાય ચાલુ કરવા માટે માણસ કામ કરી રહ્યો હતો તો પછી અચાનક વીજ સપ્લાય કેવી રીતે ચાલુ થઈ ગયો? પરિવારે વળતર અને જવાબદાર ઓફિસર સામે કાર્યવાહીની માગણી કરી છે.

શરીર પર કોઈ કરંટના નિશાન નથી
આ સમગ્ર ઘટનામાં MPEBના S.E એસઆર યમદેનું કહેવું છે કે પ્રાથમિક આધાર પર ઘટનાની માહિતી મળ્યા પછી સંબંધિત DEએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા પ્રમાણે યુવકનું કરંટ લાગવાથી મોત નથી થયું, કારણ કે શરીર પર કરંટના કોઈ નિશાન નથી. SEએ મૃતક હેલ્પરને આઉટસોર્સ કર્મચારી ગણાવ્યો છે. જોકે તેમણે એવું પણ સ્વીકાર્યું છે કે વીજ સપ્લાયનું કામ કરતી વખતે હેલ્પરના હાથમાં ગ્લવ્ઝ નહોતા. હવે યુવકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી પોલીસ વધુ તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...