• Gujarati News
  • National
  • In Srinagar, Terrorists Broke Into A School And Opened Fire, Killing The Principal And A Teacher.

કાશ્મીરમાં વધતો આતંક:શ્રીનગરમાં આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને ફાયરિંગ કર્યું, પ્રિન્સિપાલ અને એક શિક્ષકનાં મૃત્યુ

શ્રીનગર11 દિવસ પહેલા
  • ઘાટીમાં છેલ્લા ત્રણ દિવસની અંદર પાંચ નાગરિકની આતંકવાદીઓએ હત્યા કરી

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ ઈદગાહ વિસ્તારમાં ગવર્મેન્ટ બોયઝ હાયર સેન્ડરી સ્કુલમાં ઘુસીને ફાયરિંગ કર્યું. તેમાં પ્રિન્સિપલ સતિંદર કૌર અને શિક્ષક દીપક ચાંદનું મૃત્યુ થયું છે. સતિંદર કૌર શીખ અન દીપક ચાંદ કાશ્મીર પંડિત હતા. સુરક્ષાદળ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને આતંકીઓને શોધખોળ ચાલુ છે. ઘાટીમાં નાગરિકોની હત્યા કરવાની આ છેલ્લા 5 દિવસમાં 7મી ઘટના છે, જેમાંથી 6 માત્ર શ્રીનગરની જ છે.

સ્થાનિક મુસ્લિમોને બરબાદ કરવાનું ષડયંત્ર
જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે ભાસ્કરને જણાવ્યું કે આ સ્થાનિક મુસ્લિમોને બદનામ કરવાનું ષડયંત્ર છે. કાશ્મીરની સાંપ્રદાયિક એકતા ખત્મ કરવાના ષડયંત્ર અંતર્ગત નાગરિકોને મારવામાં આવી રહ્યાં છે. આ ઘટનાઓમાં આતંકીઓની ક્રૂરતા દેખાઈ રહી છે. આતંકીઓ કાશ્મીરમાં શાંતિનો અંત આણવા માંગે છે. જોકે અમે તેમનો ઈરાદો સફળ થવા દઈશું નહિ.

તેમણે કહ્યું કે અમને અગાઉની ઘટનાઓને લઈને કેટલીક માહિતી મળી છે અને અમે આ નવા કેસની પણ તપાસ કરીશું. અમે સ્કુલના અન્ય શિક્ષકો સાથે વાત કરી છે. પોલીસ તેમના હત્યારાઓને ઝડપથી શોધી કાઢશે.

આતંકીઓએ આ સ્કુલમાં ઘુસીને બંને શિક્ષકોને ગોળી મારી.
આતંકીઓએ આ સ્કુલમાં ઘુસીને બંને શિક્ષકોને ગોળી મારી.

મંગળવારે આતંકીઓએ 3 નાગરિકોના જીવ લીધા
પ્રથમ ઘટનાઃ
આતંકીઓએ લગભગ 7.30 વાગ્યે ઈકબાલ પાર્ક ક્ષેત્રમાં શ્રીનગરના પ્રસિદ્ધ ફાર્માસિસ્ટ માખનલાલ બિંદ્રૂ(68)ને માર્યા. આતંકીઓએ મેડિકલ સ્ટોરમાં ઘુસીને ગોળી મારી.

બીજી ઘટનાઃ મંગળવારે જ 8.30 વાગ્યે આતંકીઓએ લાલ બજાર વિસ્તારમાં વીરેન્દ્ર પાસવાનની હત્યા કરી હતી. તે પાણીપુરીનો કારોબાર કરતા હતા. તે બિહારના ભાગલપુરના રહેવાસી હતા.

ત્રીજી ઘટનાઃ મંગળવારે જ 8.45 વાગ્યે આતંકીઓએ બાંદીપોરના શાહગુંડ વિસ્તારમાં જ એક આમ નાગરિકોની હત્યા કરી હતી. મૃતકની ઓળખ નાયદખાઈ નિવાસી મોહમ્મદ શફી લોનના રૂપમાં થઈ.

5 દિવસમાં જ 2 લોકોને મારી નાંખ્યા
આ પહેલા શ્રીનગરમાં શનિવારે બે નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. પહેલી ઘટના કારાં નગર વિસ્તારમાં થઈ. અહીં આતંકીઓએ સ્થાનિક નાગરિક અબ્દુર રહમાન ગુરુને ગોળી મારી હતી. તે શ્રીનગરના ચટ્ટાબલના ગાલવાંટેં વિસ્તારનો નિવાસી હતો. શનિવારે જ શ્રીનગરની એસડી કોલોની બટમાલુમાં આતંકીઓએ એક સામાન્ય નાગરિકને ગોળી મારી હતી. બાદમાં તેનું મૃત્યુ SMHS હોસ્પિટલમાં થયું. મૃતકની ઓળખ મોહમ્મદ શફી ડાર તરીકે થઈ છે.

અન્ય સમાચારો પણ છે...