તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Sitapur, A Young Man Cut Off A Doctor's Hand With A Sword On A White Day, Then Wounded His Head And Neck; Arrest Of The Killer

ક્લિનિકમાં ઘૂસીને ડોકટરની હત્યા:ઉત્તરપ્રદેશમાં યુવકે ધોળા દિવસે તલવારથી પહેલાં ડોકટરના હાથ કાપ્યા, પછી માથા અને ડોક પર પણ ઘા માર્યા; હત્યારાની ધરપકડ

સીતાપુર2 મહિનો પહેલા

સીતાપુરના હરગાંવ પોલીસ સ્ટેશનની હદમાં ધોળાદિવસે એક યુવકે ક્લિનિકમાં ઘૂસીને ડોકટરની હત્યા કરી છે. હત્યારાએ તલવારથી તેમના ડોક પર ઘા માર્યા, સાથે જ ડોકટરનો હાથ કાપીને અલગ કરી નાખ્યો, જેનાથી ડોકટરનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. પુત્રને બચાવવા આવેલા ડોકટરના પિતા પર પણ હુમલો થયો છે. પોલીસે ચોકીથી થોડે જ દૂર આ ઘટના ઘટતા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

પોલીસે ઘટના સ્થળેથી યુવકની ધરપકડ કરી છે. પોલીસને આશંકા છે કે હત્યા જમીનના પૈસાની લેવડદેવડને લઈને થઈ છે. ઘટનાને લઈને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ટ્વીટ કર્યું છે.

ક્લિનિક પર જ ઘટના ઘટી
ઘટના હરગાંવ પોલીસ સ્ટેશનના કસ્બા મુદ્રાસનની છે. અહીંના નિવાસી મુનેન્દ્ર વર્મા ગામમાં જ માં કમાલ ચિકિત્સાલય નામથી ક્લિનિક ચલાવતા હતા. મળતી માહિતી મુજબ, અહીં જ રહેતો અચ્છે લાલ નામનો યુવાન આજે ધોળા દિવસે એક તલવાર લઈને ક્લિનિક પર પહોંચ્યો હતો. અને ડોકટર કંઈ સમજે તે પહેલાં જ તેને તેમના પર તલવાર વડે હુમલો કરી દીધો. તલવારના હુમલાથી બચવા ડોકટરે ક્લિનિકની બહાર ભાગવાનો પ્રયાસ કર્યો જે બાદ હુમલાખોરે તેમના પર અનેક પ્રહાર કરીને તબીબને મોતને ઘાટ ઉતારી દીધા.

આ હુમલામાં ડોકટરને બચાવવા માટે તેમના પિતા ગજોધર વચ્ચે આવ્યા તો આરોપીએ તેમના પર પણ તલવાર વડે હુમલો કર્યો, જેમાં તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. તલવાર વડે હુમલો થતા ડોકટરનો એક હાથ કપાઈને અલગ થઈ ગયો છે. પોલીસ ચોકીથી થોડાં જ અંતરે આ ઘટના બનતા લોકોમાં ભારે ચર્ચા જગાવી છે.

રૂપિયાની લેવડદેવડને લઈને હત્યા
મૃતક મુનેન્દ્ર વર્મા આયુર્વેદિક ડોકટર હતા. હરગાંવમાં તેઓએ મકાનમાં જ ક્લિનિક બનાવી રાખ્યું હતું. પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા માહિતી મળી કે 2 વર્ષ પહેલાં મૃતકના પિતા ગજોધરે આરોપી અચ્છે લાલના પિતા પાસેથી જમીન ખરીદી હતી. આ તે જ જમીન છે જેના ઉપર ક્લિનિક બનેલું છે. આરોપ અચ્છે લાલનું કહેવું છે કે રજિસ્ટ્રીના સમયે કેટલાંક રૂપિયા બાકી હતા. જેને લેવા તે ડોકટરના ક્લિનિક પર જતો હતો. જ્યાં ડોકટરે તેને એકસાથે રૂપિયા ન આપીને ક્યારેક હજાર તો ક્યારેક 500 રૂપિયા આપતો હતો. જેને લઈને તેની મૃતક મુનેન્દ્ર સાથે અનેક વખત માથાકૂટ થઈ. જ્યારે મૃતકના પિતા ગજોધરનું કહેવું છે કે અમે રજિસ્ટ્રી સમયે જ પૂરાં રૂપિયા આપી દીધા હતા પરંતુ આરોપી હજુ પણ પૈસા માગવા આવતો હતો.

ઘટનાની જાણકારી મળ્યા બાદ ડોકટરના ક્લિનિક પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી
ઘટનાની જાણકારી મળ્યા બાદ ડોકટરના ક્લિનિક પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી

અખિલેશે કહ્યું -ઘટનાથી લોકો ભયભીત છે
સીતાપુરમાં ડોક્ટરની હત્યાથી સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ સવાલો કર્યા છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું છે કે આ ઘટનાથી અહીંના લોકો ભયભીત છે. એમણે એમ પણ લખ્યું છે કે આ ઘટના ભાજપ સરકારમાં અપરાધીઓ કેટલા નિડર બની ગયા છે તે પણ દર્શાવે છે.

અખિલેશ યાદવે ટ્વિટ કરી કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા.
અખિલેશ યાદવે ટ્વિટ કરી કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી
બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની પુછપરછ કરાઈ રહી છે. પોલીસને ઘટના પાછળ જમીનને લઈને પૈસાનો વહિવટ થયો હોવાની વાત લાગી રહી છે. એસપી સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે છે.

ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને સ્થાનિક લોકોની પુછપરછ કરી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને સ્થાનિક લોકોની પુછપરછ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...