• Gujarati News
  • National
  • In Shivpuri A 3 Year Old Son Ran To Rescue Mane; Controversy Arose Over The Registry Of The Plot

સાસુ, પતિ અને દિયરે મહિલાનાં કપડાં ઉતારીને માર માર્યો:શિવપુરીમાં 3 વર્ષનો પુત્ર માને બચાવવા દોડ્યો; પ્લોટની રજિસ્ટ્રીને લઈને થયો હતો વિવાદ

શિવપુરી2 મહિનો પહેલા

મધ્યપ્રદેશના શિવપુરીના કોલારસમાં મહિલાના કપડાં ઉતારીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. મારપીટ કરનારા કોઈ બીજા નહીં પરંતુ મહિલાના પતિ, સાસુ અને દેવર જ હતા. માને માર ખાતા જોઈને 3 વર્ષનો પુત્ર રડતાં રડતાં માને બચાવવા દોડ્યો અને દાદીની સામે પડી ગયો. જો કે તેના પ્રયાસ પૂરતા ન હતા અને તેઓ ન રોકાયા અને મહિલાને માર મારતા રહ્યાં. પીડિતાનો ગુનો માત્ર એટલો હતો કે તે પોતાના પિયરમાંથી મલેલા પ્લોટને પતિના નામે કરતી ન હતી. તો આ બાજુ આરોપી પતિનું કહેવું છે કે પત્નીએ 10 હજાર રૂપિયાની માગ કરતાં હોબાળો કર્યો. મહિલાની ફરિયાદ બાદ પોલીસે સાસરાવાળા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

બાળકોને ભણાવવા માગે છે પીડિતા
મામલો કોલારસના હરિપુર ગામનો છે. જ્યાં રહેતા સવિતા કેવટે પોતાના પિયરવાળા મદદ લેતા દોઢ વર્ષ પહેલાં
બદરવાસમાં એક પ્લોટ ખરીદ્યો હતો. તે ઈચ્છતી હતી કે બાળકો જ્યારે મોટા થશે ત્યારે તે પ્લોટ તેમના અભ્યાસના કામમાં
આવશે. પ્લોટ ખરીદ્યો ત્યારે પૈસા સવિતાના પિયરવાળાઓએ આપ્યા હતા. જે બાદ પણ પ્લોટના બીજા હપ્તા માટે પિયરવાળા સહયોગ કરતા હતા.

સવિતાનું કહેવું છે કે દોઢ વર્ષ પહેલા પ્લોટના હપ્તા ભરવા અને પોતાના બાળકોને સારી સ્કૂલમાં ભણાવવા માટે મેં મંજૂરી શરૂ કરી હતી. ધીમે-ધીમે કરીને મેં જમીનના હપ્તાઓ ભરી દીધા. હવે માત્ર 1-2 મહિનાના હપ્તા બાકી છે, જે બાદ રજિસ્ટ્રી થઈ જશે.

મહિલાએ કહ્યું- મારું સપનું અધૂરું જ રહી જાત
સવિતાએ જણાવ્યું કે પ્લોટની રજિસ્ટ્રી તેના પતિ તુલસી પોતાના નામે કરાવવા માગે છે. કેમકે એવું થાય તો તે જમીન વેચી નાખત અને બાળકોને ભણાવવાનું મારું સપનું ક્યારેય પુરું ન થાત. તેથી હું પ્લોટની રજિસ્ટ્રી પતિના નામે નથી કરવા માગતી.

સાસરાવાળાઓએ પુત્રવધૂનાં કપડાં ઉતારીને માર માર્યો
જમીનની રજિસ્ટ્રી પોતાના નામે નહીં કરવાના કારણે ગુસ્સે થયેલા મહિલાના પતિ તુલસીએ પોતાની મા અને ભાઈ પ્રહલાદની સાથે મળીને ખૂબ માર માર્યો. તેઓ સવિતાને જમીન પર પટકી પટકીને માર મારતા હતા. આ દરમિયાન સવિતાનો 3 વર્ષનો પુત્ર પણ માને બચાવવા માટે દોડ્યા અને જઈને દાદીને એક હાથ મારી દીધો.

જે બાદ પણ આરોપીઓએ મહિલાને મારવાનું બંધ ન કર્યું, તે રડતાં રડતાં માને છોડી દેવાની વિનંતી કરતો રહ્યો. આ દરમિયાન મહિલાનો નાનો પુત્ર પણ સાઈડમાં ઊભો રહીને રડી રહ્યો હતો અને માને માર ખાતો જોતો હતો. અંતે સવિતાએ પથ્થર ઉઠાવ્યો અને હાથ ઉઠાવનારને મારવાની ધમકી આપી, ત્યારે આરોપીઓએ તેને મારવાનું બંધ કર્યું.

પતિએ કહ્યું- તે સળગી જવા માગતી હતી
સવિતાના પતિ તુલસી કેવટનું કહેવું છે કે તેની પત્ની તેની પાસેથી 10 હજાર રૂપિયા માગતી હતી. જેના કારણે ઘરમાં હોબાળો ઊભો થઈ ગયો. તે પોતાને આગ લગાડવા માગતી હતી. કોલારસ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મનીષ શર્માએ કહ્યું કે મહિલાની ફરિયાદ બાદ પતિ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...