હિમાચલ પ્રદેશમાં કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. આ જ કઠિન પરિસ્થિતિઓમાં દેવભૂમિમાં કર્મચારી દિવસ રાત લોકોની સેવામાં જોડાઈ ગયા છે. શિમલાના અંતરિયાળ વિસ્તાર ડોડરા ક્વારમાં કેટલાક ઈલેક્ટ્રિશિયનને 3 ફૂટ સુધી જામેલા બરફની વચ્ચે જઈ વીજળી પુરવઠો ફરી ચાલુ કર્યો હતો. આ કર્મચારીઓનું CM સુક્ખૂએ સન્માનપત્ર આપી બહુમાન કર્યું હતું.
લાઈટ જવાના કારણે આખું ક્ષેત્ર અંધારામાં હતું
ભારે હિમવર્ષાના કારણે વીજળીની લાઈન તુટી ગઈ હતી. તેવામાં ડોડરા ક્વારના ક્ષેત્રમાં અંધકાર છવાઈ ગયો હતો. પરંતુ વીજ બોર્ડના જૂનિયર એન્જીનીયર શમશેરસિંહ ઠાકુરની આગેવાનીમાં એક ટીમ ચાન્સલની બાજુવાળા ક્ષેત્રમાં ભારે હિમવર્ષાની વચ્ચે, બરફ ખુંદતાં ખુંદતાં પહોંચી હતી અને કડકડતી ઠંડીમાં વીજળીની લાઈનો રિપેર કરી હતી, આખા વિસ્તારમાં લાઇટો આવી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
CM સુક્ખૂએ ટ્વિટ કર્યું
હિમાચલના CM સુખવિન્દર સિંહ સુક્ખૂએ આ ઘટના અંગે ટ્વિટ કર્યું હતું. બરફના કારણે હિમાચલના શિમલા જિલ્લાના ડોડરા ક્વારમાં લાઇટ ચાલી ગઈ હતી. તેને ફરી શરૂ કરવા માટે વીજળી વિભાગના કેટલાક કર્મચારીએ તેમના જીવ ને જોખમમાં મૂકીને 3 ફૂટ સુધી જામેલા બરફમાં જઈ લાઈટ ફરી શરૂ કરી હતી.
ખરેખર આ વખાણ કરવા જેવી ઘટના છે. તેની માટે એન્જિનિયર શમશેર સિંહ ઠાકુર, લાઈન મેન રામબર સિંહ, સહાયક લાઈન મેન ભગવાન સિંહ, મધન સિંહ અને ચંદ્ર વીરને મુખ્યમંત્રી દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.