તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Shamli The Carriage Of Garbage Is Being Carried In Gorakhpur By Handcuffs, In Lalitpur, The Dogs Are Draining The Half Dead Bodies.

માણસાઈને લજવે તેવી 3 તસ્વીર:UPના શામલીમાં કચરા ગાડીથી તો ગોરખપુરમાં લારીમાં લઈ જવામાં આવ્યા શબ, લલિતપુરમાં કુતરા ખોતરી રહ્યાં અડધી સળગેલી લાશ

લખનઉ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લલિતપુરના સુરઈઘાટ સ્મશાન ઘાટ પર હાલ સ્તબ્ધ કરી દે તેવો માહોલ છે, અહીં એક લાશ વ્યવસ્થિત રીતે સળગી પણ ન હોય ત્યાં બીજી આવી જાય છે

આ માણસાઈને લજવે તેવી તસ્વીર છે. જીવતા માણસોને સારવાર મળી રહી નથી અને શબને અંતિમયાત્રા પણ નસીબ નથી. કઈ દુનિયામાં આપણે જીવી રહ્યાં છે... આ મહામારીએ આપણને બધાને પોતાનાઓથી દૂર કરી દીધા છે, જોકે આટલા દૂર? આ કેવી સિસ્ટમ જે પોતાનાઓને મૃત્યુ પછી પણ સન્માન આપી રહી નથી? મૃત્યુ પછી શબની અંતિમયાત્રા કાઢવામાં આવે છે, જોકે ઉત્તરપ્રદેશમાં જે તસ્વીર આવી છે તે સિસ્ટમની અંતિમ યાત્રા છે...

કેસ-1ઃ ચાર ખંભા ન મળ્યા તો, લાશને કચરાની ગાડીમાં મૂકી દીધી

આ ઘટના શામલીની છે. જ્યાં જલાલાબાદમાં પ્રમિલા નામની મહિલા બ્રિન હેમરેજના કારણે મત્યુ પામી. શબને સ્મશાન સુધી પહોંચાડવા માટે કોઈ ન હતું. પાડોશીઓએ પણ મદદ ન કરી. પાડોશમાં રહેતા એક ડોક્ટરે આ અંગેની માહિતી નગર નિગમને આપી. નિગમે શબને લઈ જવા માટે કચરાની ગાડી મોકલી આપી. નગર નિગમ પ્રશાસનનું આ કારસ્તાન હવે લોકો સમક્ષ છે. આ તસ્વીર સમગ્ર વિશ્વમાં સિસ્ટમની પોલ ખોલી રહી છે. ડીએમ જસજીત કૌર કહે છે કે વાઈરલ ફોટોના મામલામાં તપાસ ચાલી રહી છે. જે પણ દોષી મળશે તેની પર કાર્યવાહી કરીશું.

કેસ-2ઃ ગોરખપુરમાં એમ્બ્યુલન્સની જગ્યાએ લારીમાં અંતિમયાત્રા

ગોરખપુરના બડહલગંજ ગામમાં મંગળવારે 100 વર્ષના ભાગવત ગુપ્તાનું નિધન થઈ ગયું. તેમના શબને લારીમાં સ્મશાન સુધી લઈ જવામાં આવ્યું. ગુપ્તા તેમની પુત્રીની પાસે રહેતા હતા. ત્રણ દિવસ પહેલા જ તેમને ખાંસી અને તાવ આવ્યો. ડોક્ટરે દવા આપી, જોકે કોઈ ફાયદો ન થયો. મંગળવારે તેમનુ નિધન થયું. જમાઈ પારસનાથ ગુપ્તાએ એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો પરંતુ ન મળી. મજબૂરીમાં જમાઈએ લારી લીધી અને શબ લઈને સ્મશાન ઘાટ પહોંચી ગયા. ત્યાં બે લોકોએ તેમની મદદ કરી અને લાશને નીચે ઉતારી.

કેસ-3ઃ એટલો સમય પણ ન હતો કે લાશ યોગ્ય રીતે સળગી શકે

લલિતપુરના સુરઈઘાટ સ્મશાન ઘાટ પર હાલ સ્તબ્ધ કરી દે તેવો માહોલ છે. અહીં એક લાશ વ્યવસ્થિત રીતે સળગી પણ ન હોય ત્યાં બીજી આવી જાય છે. આવા સંજોગોમાં ઘણી લાશ અડધી સળગેલી રહી જાય છે. પછી તેને કુતરાઓ ખોતરવા આવી જાય છે. સરકારના આંકડો મુજબ અહીં એક મહિનાની અંદર કોરોનાથી 48 મૃત્યુ નોંધાયા છે. જોકે સ્મશાન ઘાટ પર રોજ 7-8 લોકોના શબ પહોંચી રહ્યાં છે.