• Gujarati News
  • National
  • After The Postmortem, The Hospital Demanded Rs 50,000, The Parents Went From House To House And Collected The Money

પુત્રના મૃતદેહ માટે ભીખ માગી:પોસ્ટમોર્ટમ પછી હોસ્પિટલે 50 હજાર માગ્યા, માતા-પિતાએ ઘરે-ઘરે જઈને પૈસા ભેગા કર્યા

સમસ્તીપુર16 દિવસ પહેલા

બિહારના સમસ્તીપુરમાં માનવતાને લજવે એવી એક ઘટના પ્રકાશમાં આવી છે. મંગળવારે અહીંની એક હોસ્પિટલે પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ આપવા માટે ગરીબ માતા-પિતા પાસે 50 હજાર રૂપિયા માગ્યા હતા.

પરિવારની પાસે આટલી રકમ નહોતી. પૈસાની વ્યવસ્થા કરવા માટે તેઓ પોતાના ગામમાં પરત આવી ગયા હતા. એ પછી તેઓ ગામમાં ભીખ માગતા જોવા મળ્યા હતા. આ લોકો વિવિધ લોકોના ઘરે જતા અને પોતાની મજબૂરી અંગે જાણ કરીને મદદ માગતા હતા. આ દરમિયાન કોઈએ એક વીડિયો બનાવી લીધો, જે વાઈરલ થઈ ગયો.

આ રકમ હોસ્પિટલના કર્મચારીએ માગી હતી. આ મામલો હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનની પાસે પહોંચ્યો તો તેમણે ઉતાવળમાં મૃતદેહને પોલીસને સોંપી દીધો હતો. એ પછીથી બુધવારે અંતિમસંસ્કાર થયા હતા. ગામના લોકોએ હતું કે પરિવાર એટલો ગરીબ છે કે પુત્રના અંતિમસંસ્કાર કરવા પણ સક્ષમ નહોતો. એવામાં મોહલ્લાના કેટલાક લોકોએ મદદ કરી.

પુત્ર 25 મેથી ગુમ હતો
તાજપુર પોલીસ સ્ટેશનના આહાર ગામના મહેશ ઠાકુરનો 25 વર્ષનો પુત્ર સંજીવ ઠાકુર 25 મેથી ગુમ હતો. પરિવારના સભ્યોએ તેની ભાળ મેળવવા માટે ખૂબ જ પૂછપરછ કરી હતી. 7 જૂને તેમને માહિતી મળી કે મુસરીધરારી ક્ષેત્રમાં એક અજ્ઞાત યુવકનું શબ પોલીસે જપ્ત કર્યું છે. એ પછીથી તેઓ મુસરીધરારી પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાંથી માહિતી આપવામાં આવી કે શબ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. પછી માતા-પિતા દોડાદોડી કરી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

પુત્રના પોસ્ટમોર્ટમ માટે માતા-પિતાએ ઘરે-ઘરે જઈને ભીખ માગી.
પુત્રના પોસ્ટમોર્ટમ માટે માતા-પિતાએ ઘરે-ઘરે જઈને ભીખ માગી.

મૃતદેહ માટે 50 હજાર રૂપિયા માગ્યા
પહેલા તો પોસ્ટમોર્ટમ કરનારે શબ દેખાડવાની આનાકાની કરી હતી. પછીથી ખરાઈ થયા પછી શબ બતાવ્યું, તેની ઓળખ માતા-પિતાએ તેમના પુત્ર સંજીવ ઠાકુર તરીકે કરી હતી. જ્યારે પિતાએ મૃતદેહ માગ્યો તો કર્મચારીએ 50 હજાર રૂપિયા માગ્યા હતા. પૈસા ન આપવા પર શબ આપવાથી ઈનકાર કર્યો.

પોલીસને શબ આપ્યું, પછી પરિવારે અંતિમસંસ્કાર કર્યા
આ મામલે સિવિલ સર્જન ડો.એસકે ચૌધરીએ કહ્યું હતું કે મીડિયાના માધ્યમથી તેમને માહિતી મળી છે. આ માનવતાને લજવે એવી ઘટના છે. આ અંગે તપાસ પછી સખત કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે વીડિયો પ્રકાશમાં આવ્યો તો હોસ્પિટલ પ્રશાસને ઉતાવળમાં શબ પોલીસને સોંપી દીધું. એ પછી પરિવારે અંતિમસંસ્કાર કર્યા.

અન્ય સમાચારો પણ છે...