તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In RT PCR Test, Records Of Infected Positives Are Not Available In Lucknow , Corona Kit Is Also Being Sent To Wrong Address. Lucknow News, Corona In Lucknow

લખનઉથી 8876 કોવિડ દર્દી ગુમ થયા:RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હોય તેવા દર્દીઓનો રેકોર્ડ ઉપલબ્ધ નથી, કોરોના કિટ પણ ખોટા સરનામા પર મોકલાઈ રહી છે

2 મહિનો પહેલાલેખક: પ્રવીણ કુમાર
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કોરોના પોઝિટિવ દર્દીઓના સૌથી વધુ ડેટા લોહિયા સંસ્થામાંથી ગુમ થયા છે

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાંથી 8876 કરોનાના દર્દી ગુમ થઇ ગયા છે. આ દર્દીઓએ KGMU, PGI અને લોહિયા સંસ્થાનમાં RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં આ તમામ દર્દીઓનાં સરનામાં ખોટાં નીકળ્યાં હતાં. આ દર્દીઓની ઓળખ 1 મેથી 20 મે વચ્ચે કરવામાં આવી હતી. પ્રશાસને આ અંગે વધુ તપાસ આદરી છે.

કોરોના કિટ પણ ખોટા સરનામા પર મોકલાઈ
આરોગ્ય વિભાગના ડેટામાં આ 8876 લોકોનાં ખોટાં સરનામાં દાખલ કરાયાં છે. નિયમના આધારે, કોરાના પોઝિટિવ હોય અને હોમ આઇસોલેશનમાં હોય તેવા દરેક દર્દીના ઘરે કોવિડ કિટ મોકલવામાં આવે છે. આ કિટ હવે ખોટા સરનામા પર મોકલવામાં આવી રહી છે અને લોકો આને પરત પણ કરી રહ્યા નથી. કોવિડ -19 સંદર્ભે લખનઉ જિલ્લાના નોડલ ઓફિસર બનેલા રોશન જેકબને મેડિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર જનરલને માહિતી આપી છે.

સૌથી વધુ લોહિયા સંસ્થાનથી રેકોર્ડ ગુમ થયા
રોશન જેકબે જણાવ્યું હતું કે લોહિયા સંસ્થાનના 4049 દર્દી, KGMUના 3749 અને PGIના 1078 દર્દીઓના ખોટા ડેટા સામે આવ્યા છે. આ અંગે પ્રશાસન અને સરકારને પણ જાણ નથી.

ઓફિસરોએ બે તથ્યો જણાવ્યા હતા, એકમાં લોકો જાણીજોઇને ખોટા ડેટા દાખલ કરાવે છે, જેથી તેમના ઘર આગળ કોરોના પોઝિટિવના પોસ્ટર ન લાગે. બીજા તથ્યમાં સરકારી કર્મચારીઓ સરનામાં દાખલ કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. તપાસ દરમિયાન ઘણા લોકોની લાંબી કતારો લાગવાથી આ પ્રકારની ભૂલ થઇ શકે છે. કેટલાક સમય પહેલાં ખાનગી હોસ્પિટલોમાં પણ ખોટાં સરનામાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

દર્દી સાજા થયા કે નહીં, એ અંગે પણ કોઈ જાણકારી નથી
સૌથી મોટી મુશ્કેલી એ પણ છે કે લોકો ખોટા સરનામાની સાથે ફોન નંબર પણ ખોટા આપી રહ્યા છે. જેથી એ જાણવું પણ શક્ય નથી કે તેઓ સાજા થયા કે કેમ, આમાં ઘણી મુશ્કેલીઓ સામે આવી શકે છે. પોર્ટલમાં નેગેટિવ અને ડેથના આંકડાને અપડેટ કરવામાં પણ મુશ્કેલીઓ સામે આવી શકે છે.

લખનઉમાં અત્યારસુધી 2.36 લાખ દર્દી સામે આવ્યા
રાજધાનીમાં અત્યારસુધી 2.36 લાખ કોરોના પોઝિટવ દર્દીઓ સામે આવ્યા છે, જેમાંથી 2 લાખ 28 હજાર 646 દર્દી સાજા થયા તો બીજી બાજુ 2379 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગત 24 કલાકમાં જિલ્લામાં 295 નવા કેસ સામે આવ્યા છે. 18 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 851 લોકો સાજા થયા છે.

અન્ય સમાચારો પણ છે...