રાંચીમાં શુક્રવારે જુમ્માની નમાઝ પછી હિંસામાં બે યુવકનું મોત થયું છે. ઘટના પછી શહેરમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ શહેરના સંવેદનશીલ વિસ્તારોને સુરક્ષાદળોના જવાનોએ છાવણીમાં પરિવર્તિત કરી દીધી છે. આ દરમિયાન રાંચીમાં શુક્રવારની હિંસાનો એક વીડિયો સામે આવ્યો છે.
આ વીડિયોમાં કેટલાક ઉપદ્રવી મેઈન રોડના મહાવીર મંદિર પર પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે. તેવામાં એક યુવક મંદિર પાસે ઇસ્લામ જિંદાબાદના નારા લગાવી રહ્યા છે. આ દરમિયાન ગોળીબારી થઈ અને તેના માથા પર ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું. આનો વીડિયો એક શખસે ઉતાર્યો હતો જે વાઈરલ થઈ રહ્યો છે.
સારવાર દરમિયાન યુવકનું મોત
ગોળી વાગતા યુવકે ચિસ પાડી અને ત્યારપછી કેટલાક મિત્રો તેને RIMS હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે આ દરમિયાન સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. વળી અન્ય ઈજાગ્રસ્તોની સારવાર પણ હજુ ચાલુ છે.
મૃતકના પરિવારના સભ્યોએ વળતરની માગ કરી
હિંસમાં મૃત્યુ પામેલા શખસના પરિવારજનોએ વળતરની માગ કરી છે. ત્યારપછી પ્રશાસનની ટીમ તે લોકોને મનાવવા પહોંચી અને પછી સુપુર્દ-એ-ખાક કરી દીધો હતો. વળી અન્ય લોકોના પરિવારજનોને મનાવવા માટે સરકાર પહોંચી છે.
શુક્રવારની હિંસામાં 2 લોકોના મોત
અત્યારસુધી શુક્રવારની હિંસામાં 2 લોકોના મોત નીપજ્યા છે. રિપોર્ટ્સના આધારે મૃતકો મુદ્દસ્સર (22) અને શાહિલ (24) છે. 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી છે. જેમાં લગભગ 12 લોકો RIMSમાં એડમિટ થયા હતા. જ્યારે 10-12 લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.
બંધની જાહેરાત પછી સુરક્ષા વધારાઈ
હિન્દૂ સંગઠનોએ શનિવારે રાંચીમાં બંધની જાહેરાત કરી છે. ત્યારપછી પ્રશાસન હાઈ એલર્ટ પર છે. શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં અત્યારે જવાનો તૈનાત છે. શહેરમાં અત્યારે આગામી સૂચન સુધી ઈન્ટરનેટની સુવિધા પણ બંધ કરાઈ છે. અત્યારે સમગ્ર શહેરમાં સન્નાટો છે અને માત્ર થોડા વાહનો જ ચાલી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.