પાણીની બોટલ ન આપવાને કારણે એક બદમાશે દુકાનદાર પર એક પછી એક ત્રણ ફાયર કર્યા. દુકાનદાર નીચે ઝુકી જવાથી ગોળી કાઉન્ટર પર વાગી. ઘટના રાજસ્થાનના જોધપુરના લોહાવટની છે. બદમાશે કરેલા ફાયરિંગનો વીડિયો પણ સામે આવ્યો છે.
દુકાનદારે ઉધારી વસૂલી તો ભડકી ગયો
જાટાબાસ ચોક પર કૈલાશ પ્રજાપત નામના યુવકની મિઠાઈની દુકાન છે. કૈલાશે જણાવ્યું કે તે દુકાન પર બેઠો હતો. આ દરમિયાન વિશાલ ખીંચડ નામનો એક વ્યક્તિ આવ્યો અને પાણીની બોટલ માગી. તેની પહેલેથી જ દુકાનમાં ઉધારી બોલતી હતી.
કૈલાશે જણાવ્યું- 'જ્યારે મેં તેની પાસેથી જૂની બાકી નીકળતી રકમ માગી તો તે ભડકી ગયો અને ખીસ્સામાંથી પિસ્તોલ કાઢીને મારા માથા પર મૂકી દીધી. હું કંઈ સમજું તે પહેલાં વિશાલે ત્રણ ફાયર કરી દીધા. એટલું સારું રહ્યું કે મેં માથું નમાવી દીધું અને ગોળી પાછળ કાઉન્ટરમાં જઈને લાગી. ફાયરિંગમાં કાઉન્ટરના કાચ તૂટી ગયા.'
CCTVથી બદમાશની ઓળખ થઈ
ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી અને તપાસ શરૂ કરી. ઘટનાસ્થળેથી ગોળીના ખોખા જપ્ત કરીને દુકાનમાં લગાડવામાં આવેલા CCTVના ફુટેજ કાઢ્યા અને બદમાશની ઓળખ કરવામાં આવી. બદમાશની તપાસમાં પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડ્યા. દુકાનદાર કૈલાશ પ્રજાપતે લોહાવટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.
બીજી દુકાનમાં પણ ફાયરિંગ, કર્મચારીને ધમકાવ્યો
કૈલાશ પ્રજાપતે જણાવ્યું કે વિશાલ પહેલા પણ ફાયરિંગ કરી ચુક્યો છે. ચોક પર આવેલી મિઠાઈની દુકાન ઉપરાંત આ વિસ્તારમાં બીજી એક દુકાન છે. ત્યાં ફાયરિંગ કર્યા બાદ વિશાલ ત્યાં પણ ગયો હતો. ત્યાં પણ તેને બે ફાયર કર્યા હતા. તેની સાથે ત્યાં કામ કરનારા કર્મચારીઓને ધમકાવ્યા કે ત્યાં કામ કર્યું તો ગોળી મારી દઈશ. જે બાદ બદમાશ ત્યાંથી ભાગી ગયો હતો.
મામારી તેમજ તસ્કરીમાં જેલ જઈ ચુક્યો છે આરોપી
વિશાલ ખીંચડ લોહાવટ પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર છે. મારામારી તેમજ લુંટના ઈરાદે તે ત્રણ વખત જેલ પણ જઈ ચુક્યો છે. તેની વિરૂદ્ધ અનેક કેસ ચાલી રહ્યાં છે. અંદરોદરના ઝઘડામાં એક વખત તેનો પગ પણ ભાંગી ગયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.