રાજધાની દિલ્હી-NCRમાં હવામાનનો મિજાજ ઓચિંતા જ બદલાઈ ગયો છે. આકાશમાં વાદળ છવાઈ ગયા છે અને કેટલાક વિસ્તારોમાં ધૂળની આંધી ઉડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં આગામી 48 કલાકમાં સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે.
બીજી બાજુ હોળીની વિદાયની સાથે જ થાર રણમાં તાપમાનનો પારો ચડી રહ્યો છે.અહીં તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. બાડમેર, જેસલમેર અને જોધપુરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. જયપુર, અલવર સહિત રાજ્યના અનેક જીલ્લામાં મંગળવાર બપોર બાદ ધૂળની આંધી અને તેજ હવા રહી હતી.
દિલ્હીમાં 76 વર્ષ જૂનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો
દિલ્હીમાં માર્ચ મહિનામાં ગરમીએ છેલ્લા 76 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. હોળીના દિવસે એટલે કે 29 માર્ચના રોજ અહીં મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 8 ડિગ્રી વધારે છે. લઘુત્તમ તાપમાન પણ 20.6 ડિગ્રી રહ્યું હતું, જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધારે છે. આ અગાઉ 31 માર્ચ,1945ના રોજ દિલ્હીમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે 29 માર્ચ,1973ના રોજ દિલ્હીમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજસ્થાનના બાડમેર અને જેસલમેરમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જોધપુરમાં મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું છે.
બુધવારે અહીં યલો એલર્ટ
બુધવારે પૂર્વી રાજસ્થાનના કોટા જિલ્લામાં તથા પશ્ચિમી રાજસ્થાનના બાડમેર, જેસલમેર, જાલોર જિલ્લાના કેટલાક સ્થળો પર લુ લાગવાની સ્થિતિને જોતા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મોસમ વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 72 કલાકમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.