• Gujarati News
  • National
  • In Rajasthan, A Pregnant Woman Was Not Allowed To Get Out Of An Ambulance For Rs 500; Delivery At Hospital Gate, Newborn Hangs From Stretcher

સિસ્ટમે તોડ્યું, નાળે જોડી રાખ્યું:રાજસ્થાનમાં સગર્ભાને 500 રૂપિયા માટે એમ્બ્યુલન્સમાંથી ઉતરવા ન દીધી; હોસ્પિટલના ગેટ પર જ ડિલીવરી, નવજાત સ્ટ્રેચર પરથી નીચે ગર્ભનાળથી લટકી પડ્યું

ભરતપુરએક વર્ષ પહેલા
ભાસ્કર મહિલાઓનું સન્માન કરે છે, પરંતુ તંત્રની બેદરકારી અને અમાનવીયતા પર પ્રકાશ પાડવા આ તસવીર બતાવવી જરૂરી છે.
  • એમ્બ્યુલન્સ સર્વિસ ફ્રી છે, પણ એમ્બ્યુલન્સના કર્મચારીએ 500 રૂપિયા માટે સગર્ભા સાથે ઘણી વાર રકજક કરી
  • મહિલાને લગભગ 3 ફૂટ ઊંચા સ્ટ્રેચર પર ચઢતી વેળાએ ડિલિવરી થઈ ગઈ, સમયસર ન કોઈ ડોકટર આવ્યા કે ન કોઈ નર્સ

રાજસ્થાનના ભરતપુરમાં મહિલા હોસ્પિટલમાં શુક્રવારે એક હૃદય કંપાવનારી ઘટના બની હતી. એમ્બ્યુલન્સ કર્મચારી સગર્ભાને 500 રૂપિયા માટે લાંબા સમય સુધી રકજક કરે છે. પરિણામે, હોસ્પિટલના ગેટ પર જ ડિલિવરી થઈ જાય છે. આ સમય દરમિયાન, નવજાત શિશુ નાળ દ્વારા લગભગ 3 ફૂટ નીચે લટકી પડ્યુ હતું. જો કે પરિવારજનોએ તેને સંભાળી લીધું હતુ. પરિવારે આરોપ લગાવ્યો છે કે એમ્બ્યુલન્સ કર્મચારીએ બળજબરીથી 500 રૂપિયા વસૂલ્યા હતા, હોસ્પિટલના કર્મચારીઓએ પણ ઘણા સમય પછી પરિસ્થિતિને સંભાળી હતી.

રસ્તામાં જ મહિલાને દર્દ વધી ગયુ હતું
અલવરના ડેડકીની રહેવાસી 25 વર્ષીય સંગીતા શ્રીપુર સ્થિત પિયરમાં રહી રહ્યા હતા. ગુરુવારે રાત્રે જ્યારે તેમણે પીડા ઉપાડી તો તરત જ મહિલાને ડીગ હોસ્પિટલ લઈ જવાઇ હતી. ત્યાથી મહિલાને ભરતપુરની મહિલા હોસ્પિટલ ખાતે રિફર કરાઇ હતી. પણ રસ્તામાં જ મહિલાને પ્રસવ પીડા વધી ગઈ હતી. ભરતપુર હોસ્પિટલ પહોંચતા જ ફ્રી સર્વિસ હોવા છતાં એમ્બ્યુલન્સના કર્મચારી રૂ, 500 ભાડું માંગ્યું હતું. સગર્ભા સાથે આવેલી મહિલાએ એમ્બ્યુલન્સના કર્મચારીને કહ્યું કે પહેલા હું સંગીતાને સંભાળુ, પરંતુ તે જીદ પર અડી રહ્યા અને 500 રૂપિયા લઈને જ માન્યા હતા.

લાંબા સમય સુધી ન તો ડોકટર આવ્યા કે ન નર્સ આવી અને ગેટ પર જ ડિલિવરી થઈ હતી
લાંબા સમય સુધી ન તો કોઈ ડોકટર આવ્યા કે ન નર્સ આવી હતી. પરિવારજન સગર્ભાને 3 ફૂટ ઊંચા સ્ટ્રેચર પીઆર બેસાડી રહ્યા હતા, તે દરમિયાન જ મહિલાની ડિલિવરી થઈ ગઈ હતી. આ સમય દરમિયાન નવજાતને નાળથી લટકી પડ્યું હતું. આ સમગ્ર ઘટના બાદ મહિલાને પોસ્ટ નેટલ કેર (પી.એન.સી.) વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.બીજા દિવસે સવારે 8 વાગ્યે ડોક્ટર રાઉન્ડમાં આવતા પહેલા જ સંગીતા ઓપીડીમાંથી જઇ ચૂકી હતી. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે, સ્ટાફ અન્ય દર્દીઓની સંભાળ લેવામાં વ્યસ્ત હતો, જ્યારે તે કોઈ જાણ કર્યા વગર જ ચાલી ગઈ.

આ મામલાની તપાસ કરવામાં આવશે
ભરતપુર હોસ્પિટલના પ્રભારી ડો. રૂપેન્દ્ર ઝા એ કહ્યું કે, આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે અને દોષીતો સામે કાર્યવાહી કરવામાં આવશે. માતા અને બાળકને સવાર સુધી હોસ્પિટલમાં દાખલ હતા અને બાળરોગ અને સ્ત્રીરોગ ડોકટરે જોઈને જ તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. બંને બરાબર હતા. સવારે 8 વાગ્યે રાઉન્ડ થતાં પૂર્વે જ માતા-બાળક તેમને કહ્યા વિના બેડ ખાલી કરીને ચાલ્યા ગયા હતા

અન્ય સમાચારો પણ છે...