તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • In Rajasthan, 3 Daughters Of A Farmer Together Obtained PhD Degrees In Three Different Subjects.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા:રાજસ્થાનમાં ખેડૂતની 3 દીકરીઓએ એકસાથે ત્રણ જુદા-જુદા વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી હાંસલ કરી

જયપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
PhD મેળવનાર ત્રણેય દીકરીઓની તસવીર - Divya Bhaskar
PhD મેળવનાર ત્રણેય દીકરીઓની તસવીર
 • દેશમાં એકસાથે 3 બહેનને ડૉક્ટરેટની પદવી મળ્યાનો માત્ર બીજો કિસ્સો

કંઇક કરી બતાવવાની ધગશ હોય તો મુશ્કેલીઓ તમારો રસ્તો રોકી શકતી નથી. રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાની 3 બહેને આ ઉક્તિ સાર્થક કરી બતાવી છે. ખેડૂતપુત્રીઓ સરિતા, કિરણ અને અનિતા તિલોતિયાએ એકસાથે એક જ દિવસે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ત્રણેયને જગદીશ પ્રસાદ ઝાબરમલ તિબરેવાલા યુનિ.માંથી ડૉક્ટરેટની પદવી મળી છે. ખાસ વાત એ છે કે ત્રણેય બહેનોએ 3 જુદા-જુદા વિષયમાં ડૉક્ટરેટની પદવી મેળવી છે. સરિતાએ જિઓગ્રાફી, કિરણે કેમિસ્ટ્રી અને અનિતાએ એજ્યુકેશનમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. એકસાથે 3 બહેનો ડૉક્ટરેટની પદવીથી સન્માનિત થઇ હોય તેવો દેશમાં આ બીજો કિસ્સો છે. અગાઉ મ.પ્ર.ની ત્રણ બહેનો એકસાથે પીએચ.ડી.ની ડિગ્રીથી સન્માનિત થઇ હતી.

સરિતાએ જણાવ્યું કે, ‘અમારા ભણતરમાં સૌથી વધુ યોગદાન અમારા પિતા મંગલચંદ તિલોતિયાનું છે. તેમણે કાયમ અમને ભણવા અને જીવનમાં ઉચ્ચ મુકામ હાંસલ કરવા પ્રેરિત કરી. અમારો જન્મ ભલે ગામડામાં થયો પણ અમારા પિતાએ શરૂમાં જ અમને હોસ્ટેલમાં મોકલી દીધી. અમે આગળનો અભ્યાસ જયપુર અને ઝુંઝુનૂમાં પૂરો કર્યો. પિતાજી હંમેશા કહે છે કે જીવનમાં ક્યારેય પૂર્ણવિરામ ન હોવું જોઇએ. કાયમ આગળ વધતા રહેવું જોઇએ.’ સરિતા 41 વર્ષની, કિરણ 37 અને અનિતા 35 વર્ષની છે. ત્રણેયે પીએચ.ડી. કરવાનું એકસાથે જ નક્કી કર્યું હતું.

લગ્ન પછી પણ ત્રણેય બહેનોએ અભ્યાસ ચાલુ રાખ્યો
ત્રણેય બહેનો પરિણીત છે. સરિતાએ જિઓગ્રાફીમાં એગ્રિકલ્ચરલ માર્કેટિંગ પર, કિરણે કેમિસ્ટ્રીમાં જળ પ્રદૂષણ પર જ્યારે અનિતાએ શિક્ષણમાં મહિલા સશક્તિકરણ વિષય સાથે પીએચ.ડી. કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો