તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Pune, A Man Killed His Wife And Child, Also Committed Suicide; Unemployed In Lockdown

લોકડાઉન પરિવારને ભરખી ગયું:લોકડાઉનમાં બેરોજગાર પુણેની એક વ્યક્તિએ પત્ની અને બાળકને મોતને ઘાટ ઉતારી; પોતે પણ ગળે ફાંસો ખાધો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોલાપુરનો શિંદી પરિવાર પુણેના લોની કાલભોર વિસ્તારમાં એક ભાડાનાં ફ્લેટમાં રહેતો હતો. - Divya Bhaskar
સોલાપુરનો શિંદી પરિવાર પુણેના લોની કાલભોર વિસ્તારમાં એક ભાડાનાં ફ્લેટમાં રહેતો હતો.
  • લોકડાઉનને કારણે હનુમંત બેરોજગાર હતો, પરિવારને ખાવાનાં પણ ફાંફાં હતા

કોરોના મહામારીની બીજી લહેરે દેશભરમાં ભારે કહેર વરસાવ્યો છે. મહારાષ્ટ્રનાં પુણેમાં પણ લોકડાઉનને કારણે બેરોજગારીથી કંટાળી ગયેલા વ્યક્તિએ પહેલા પોતાની પત્ની અને નિર્દોષ બાળકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. ત્યારપછી પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટના પુણેનાં લોની કલાભોર વિસ્તારની છે. રવિવારની સાંજે ત્રણેય એક જ ઘરમાં મૃત મળ્યા હતા.

લોકડાઉનનાં કારણે પરિવારને ખાવાનાં પણ ફાંફાં હતા
લોની કાલભોર પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, હનુમંત શિંદે (38 વર્ષ) લોકડાઉનને કારણે છેલ્લા કેટલાય મહિનાઓ થી બેરોજગાર હતો. લોકડાઉનને કારણે એનાં પરિવારને ખાવાનાં પણ ફાંફાં પડી ગયા હતા. તેથીજ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે કે રવિવારે એણે પહેલા પોતાની પત્ની પ્રજ્ઞા (28 વર્ષ) અને પુત્ર શિવતેજની (1 વર્ષ) હત્યા કરી કરી અને ત્યારપછી પોતે એક રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો.

શિંદે પરિવાર મૂળ સોલાપુર વિસ્તારમાં રહેતો હતો, પરંતુ નોકરી કરવાની બાબતે તેઓ ગત વર્ષે અહીંયાનાં કદમવાદમાં રહેવા માટે આવ્યા હતા. પોલીસે ત્રણ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધા છે. ​​​​​​​

હનુમંત આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતોઃ પોલીસ
લોની કાલભોર પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જે જણાવ્યું હતું કે આર્થિક મુશ્કેલીઓને કારણે હનુમંત ઘણો દુઃખી રહેતો હતો. એણે પોતાની પત્નીનું ગળું દબાવીને તીક્ષ્ણ હથિયાર વડે એની હત્યા કરી હતી. ત્યારપછી એણે રવિવારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. હનુમંતનાં પિતા દરયપ્પા અર્જુન શિંદેની ફરિયાદનાં આધારે IPCની કલમ 302 (હત્યા) અને 309 (આત્મહત્યા કરવાનો પ્રયાસ)નાં આધારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...