તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Pune, 21 People From The Same Family Tested Positive For Corona, Ranging From A 6 month old Baby To An 80 year old.

સંક્રમિત પરિવાર:પુણેમાં એક જ પરિવારનાં 21 લોકો કોરોના પોઝિટિવ, 6 મહિનાનાં બાળકથી લઈને 80 વર્ષના વદ્ધા પણ સંક્રમિત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ પરિવારનાં 21 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. - Divya Bhaskar
આ પરિવારનાં 21 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા.
  • પરિવારનાંં 1 સભ્યને કારણે 21 લોકો પોઝિટિવ આવ્યા હતા

કોરોનાની બીજી લહેર દેશમાં તાંડવ મચાવી રહી છે. હવે આ લહેર શહેરોની સાથે ગામડાઓમાં પણ પ્રસરી ગઈ છે. જેમાં મહારાષ્ટ્રના ખેડ તહસીલનાં ગામમાં એક પરિવારનાં 21 લોકો સભ્યો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. પ્રશાસને સમગ્ર ઘરને સીલ કરી દીધું છે. જોકે, હવે ધીરે-ધીરે લોકો સાજા પણ થઈ રહ્યા છે.

6 મહિનાનું બાળક પણ સંક્રમિત
માંડવગણ ફરાટાનાં જગતાપ પરિવારમાં કોરોના વાયરસે 6 મહિનાનાં બાળકથી લઈને 80 વર્ષનાં વદ્ધને પણ સંક્રમિત કરી દીધા છે. આ પરિવારમાં 13 પુરૂષ અને 11 મહિલાઓનો સમાવેશ કરાયો છે. જેમાંથી 3 સિવાય બધા સંક્રમિત થઈ ગયા છે. આ પરિવારનાં મોટાભાગનાં સભ્યોમાં કોરોનાનાં કોઈપણ લક્ષણ જણાયા નહોતા.

એક સભ્યનાં કારણે આખું પરિવાર કોરોના સંક્રમિત થયું
જગતાપ પરિવારનાં અશોક તડબૂચ વેચવા માટે શહેરમાં જતો હતો, જેથી એનામાં કેટલાક દિવસો પહેલા કોરોનાનાં લક્ષણો દેખાયા હતા. આના કારણે કોવિડની ગાઈડલાઈન પ્રમાણે સમગ્ર પરિવારે ટેસ્ટ કરાયો હતો, જેમાંથી 21 પોઝિટિવ આવ્યા હતા.

6 લોકોની હોસ્પિટલમાં સારવાર કરાઈ
પોઝિટિવ આવ્યાનાં થોડાક દિવસોમાં 6 ઉંમરલાયક લોકોની તબિયત લથડી જતા, નજીકનાં સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતા. ત્યારપછી એમાનાં સૌથી મોટી ઉંમરનાં સભ્યની હાલતમાં સુધારો ન આવતા એમને શહેરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

અન્ય 15 સભ્યો હોમ આઈસોલેશનમાં છે, મોટાભાગનાં લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે. પરંતુ હજુ ગાઈડલાઈનના કારણે ક્વોરન્ટીન છે.

અન્ય સમાચારો પણ છે...