જમ્મુ-કાશ્મીરમાં 3 આતંકીવાદી ઠાર:પુલવામામાં સેનાની અથડામણમાં માર્યા ગયા, 36 કલાકમાં 4 આતંકવાદીઓનો સફાયો

જમ્મુ કાશ્મીર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શનિવાર સાંજથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સેનાએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. પુલવામાના દ્રબગામ વિસ્તારમાં 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો.

શનિવારે મોડી રાત્રે એક આતંકીને ઠાર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે રવિવારે સવારે કાર્યવાહીમાં માર્યા ગયા હતા. જાણકારી અનુસાર સુરક્ષા દળોએ બંને આતંકીઓને ઘેરી લીધા હતા, જે બાદ એક આતંકી માર્યો ગયો હતો. સ્થળ પરથી બે AK-47 રાઈફલ, એક પિસ્તોલ અને દારૂગોળો પણ મળી આવ્યો છે.

તમામ આતંકવાદીઓ સ્થાનિક હતા
IGP કાશ્મીર વિજય કુમારના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ સ્થાનિક હતા અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. તેમાંથી એકની ઓળખ જુનૈદ શીરગોજરી તરીકે થઈ છે, જે 13 મેના રોજ કોન્સ્ટેબલ રિયાઝ અહેમદની હત્યામાં સામેલ હતો. અન્ય બે આતંકવાદીઓની ઓળખ પુલવામા જિલ્લાના ફાઝીલ નઝીર ભટ અને ઈરફાન મલિક તરીકે થઈ છે.

કાશ્મીરનાં IGP વિજય કુમારે જણાવ્યું કે ઘટનાસ્થળેથી બે AK-47 રાઈફલ, પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો છે.
કાશ્મીરનાં IGP વિજય કુમારે જણાવ્યું કે ઘટનાસ્થળેથી બે AK-47 રાઈફલ, પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો છે.

36 કલાકમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા
ઘાટીમાં છેલ્લા 36 કલાકમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુલગામના ખાંડીપોરા વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકવાદી માર્યો ગયો હતો. કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે વહેલી સવારે બે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.

આ પહેલા મંગળવારે જમ્મુ અને કાશ્મીરના આ જ વિસ્તારમાં સુરક્ષા દળોએ 24 કલાકની અંદર ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...