તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જમ્મુ-કાશ્મીરમાં પુલવામાના કાકાપોરા ચોક પર આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે. આતંકવાદીઓના નિશાન પર સુરક્ષા દળના જવાનો હતા પણ નિશાન ચુકી ગયા અને ગ્રેનેડ માર્ગ પર ફાટી ગયો હતો. આ હુમલામાં 12 નાગરિકને ઈજા પહોંચી છે. સુરક્ષા દળોને કોઈ જ નુકસાન પહોંચ્યુ નથી. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.
#UPDATE | 12 civilians have been injured after terrorists lobbed a grenade in Kakapora, Pulwama: CRPF #JammuAndKashmir https://t.co/Kd0LKLkCJi
— ANI (@ANI) November 18, 2020
છરા લાગવાથી નાગરિક ઈજાગ્રસ્ત થયા
એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ઘટના સમયે કાકાપોરા વિસ્તારમાં સુરક્ષા દળોના જવાન ચેકિંગ કરી રહ્યા હતા. આતંકવાદી સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેકવા ઈચ્છતા હતા. પણ નિશાન ચુકી ગયા અને ગ્રેનેડ માર્ગ પર જ ફાટી ગયો હતો. તેમા આજુબાજુ રહેલા 12 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.