• Home
  • National
  • In preparation for launching flight service in Delhi, Maharashtra did not approve, passengers will have to be quarantined in 8 states including Punjab Chhattisgarh.

ઘરેલુ ઉડ્ડયન સેવા / આજથી દેશભરમાં 1050 ફ્લાઇટ્સ: તમિલનાડુ બાદ મહારાષ્ટ્ર પણ તૈયાર, 50 ફ્લાઇટ્સને મંજૂરી આપી, બંગાળમાં 28 અને આન્ધ્રમાં 26 મેથી શરૂ થશે

અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર લોકોનું આઇડી ચેક કરી રહેલો કર્મચારી. અહીં કાલથી શરૂ થનારી ડોમેસ્ટિક ફ્લાઇટ્સની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે.
X

  • પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મુંબઇ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવામા થોડો સમય લાગશે
  • દિલ્હીમાં ઇન્દિરા ગાંધી એરપોર્ટથી 380 ફ્લાઇટ્સ ઉડાડવાની તૈયારી, ઓપરેશન ટર્મનિલ 3થી થશે, થર્મલ સ્ક્રિનીંગ કરવામા આવશે
  • ગોવા સરકારે કહ્યું-પ્લેનથી આવનારા તમામ યાત્રીઓને એન્ટી બોડી ટેસ્ટ કરવામાં આવશે

દિવ્ય ભાસ્કર

May 25, 2020, 05:23 AM IST

​​​​​​​ નવી દિલ્હી. લોકડાઉન-4 વચ્ચે સોમવારથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થવા જઇ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંઘ પુરીએ રવિવારે જણાવ્યું કે આન્ધ્રપ્રદેશ અને પશ્વિમ બંગાળને છોડીને દેશભરમાં 25 તારીખથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થઇ જશે. આન્ધ્રપ્રદેશમાં 26મે અને બંગાળમાં 28મેથી મર્યાદિત ફ્લાઇટ્સને મંજૂરી આપવામા આવશે. આ પહેલા મહારાષ્ટ્ર અને તમિલનાડુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સને મંજૂરી આપી ચૂક્યા છે. આ રાજ્યો પહેલા ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવાના પક્ષમા ન હતા. ઉડ્ડયન મંત્રાલય પ્રમાણે 1050 ફ્લાઇટ્સ ઓપરેટ થશે.

મમતાએ અમ્ફાનનો હવાલો આપ્યો હતો
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને 30 મે સુધી કોલકાતા અને 28 મે સુધી બાગડોગરા એરપોર્ટ પર ફ્લાઇટ્સ સ્થગિત કરવા માટે કહ્યું છે. કારણ કે રાજ્ય સરકાર ચક્રવાત બાદ રાહત કાર્યમાં વ્યસ્ત છે.  પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું છે કે રાજ્યમાં વિમાન, ટ્રેન કે બસથી આવનારા તમામ યાત્રીઓને અનિવાર્યપણે 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેવાનું રહેશે.

અંદમાન-નિકોબાર પ્રશાસને પણ પોતાને ત્યાં આવનારા તમામ વિમાન યાત્રીઓ માટે કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) નક્કી કર્યા છે. તમામ યાત્રીઓએ થર્મલ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે. તેમણે 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન થવું પડશે.

કર્ણાટક સરકારે કહ્યું કે રાજ્યમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી કોઈ પણ માધ્યમથી આવનારા યાત્રીઓએ 7 દિવસ માટે ઈન્સ્ટીટ્યુશનલ અને 7 દિવસ હોમ ક્વોરન્ટી થવાનું રહેશે.

કેરલ, આસામ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશમાં પણ વિમાન યાત્રીઓને 14 દિવસ ક્વોરન્ટીન થવાનું રહેશે.
ઉત્તરાખંડમાં એવા યાત્રીઓને 10 દિવસ માટે હોટેલ કે સરકારી જગ્યા પર ક્વોરન્ટીન થવાનું રહેશે
ગોવા સરકાર ઈચ્છે કે રાજ્યમાં વિમાનથી આવનાર તમામ યાત્રીએ એન્ટી બોડી ટેસ્ટ કરવામાં આવશે

દિલ્હીમાં એરપોર્ટ પર થર્મલ સ્કેનરથી તમાપ થશે
દિલ્હી અવર-જવર થનારી તમામ ઘરેલુ ઉડ્ડાનો ઈન્દિરા ગાંધી હવાઈ મથકના ટર્મિનલ-3 પરથી ઓપરેટ થશે. દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL)એ કહ્યું છે કે પ્રવેશ દરમિયાન CISF થર્મલ સ્કેનરથી તાપમાનની તપાસ કરવામાં આવશે. યાત્રીઓના ફોન પર આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે.
DIALના CEO વિદેહ જયપુરિયરે કહ્યું કે પહેલી ફ્લાીટ 25 મેના રોજ 4.30 વાગે ઉપડશે. 

દિલ્હીથી રોજ 190 ફ્લાઈટ ઉડાન ભરશે
સરકારે ત્રીજા ભાગની જ ઉડાનોને મંજૂરી આપી છે. આ માટે હવે દિલ્હી હવાઈ મથકથી રોજ 190 ઉડાનો રવાના થશે અને એટલી જ સંખ્યામાં વિમાન અહીં ઉતરશે. રોજ 20 હજાર યાત્રીઓ એરપોર્ટ પર આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને પગલે 25 માર્ચના રોજ ઉડ્ડયન સેવા સંપૂર્ણપણે અટકાવવામાં આવી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી