તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In Patna, 187 Health Workers Became Infected A Month After Taking The Second Dose Of The Vaccine, The Health Department Said.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન બાદ પણ કોરોના:પટનામાં વેક્સિનનો બીજો ડોઝ લીધાના મહિના બાદ 187 હેલ્થ વર્કર્સ સંક્રમિત થયા, સ્વાસ્થ્ય વિભાગે કહ્યું- વેક્સિન સંક્રમણથી બચાવે તેની ગેરંટી નથી

પટના (બિહાર)7 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેક્સિન લીધા બાદ બેફિકર થનારા લોકો માટે આ ઘટના આંખ ખોલનારી છે. બિહારની રાજધાની પટનામાં વેક્સિનના બે ડોઝ લઈ ચુકેલા 187 હેલ્થ વર્કર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ લોકોએ ફર્સ્ટ રાઉન્ડમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો અને આશરે એક મહિના અગાઉ તેમણે વેક્સિનનો બીજો ડોઝ લગાવડાવ્યો હતો.

આ રીતે બીજા ડોઝ બાદ સરકાર તરફથી નક્કી કરેલા 14 દિવસની સમય સીમા પણ પૂરી થઈ ચુકી હતી. તેમ છતાં આશરે એક મહિનાનો સમય પસાર થઈ ગયા બાદ આ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલ (NMCH)ના 3 ડોક્ટર અને બે નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે પટના મેડિકલ કોલેજ (PMCH)માં પણ વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ હેલ્થ કેર વર્કર્સ સંક્રમિત થયાની ઘટના સામે આવી ચુકી છે. આ અગાઉ NMCHના 2 મેડિકલ સ્ટૂડેન્ટ્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જિલ્લા સ્વાસ્થ્ય સમિતિની એક મહિલા કર્મચારી પણ કોરોના પોઝિટિવ આવી છે. જેણે વેક્સિનનો બીજો ડોઝ 8 માર્ચના રોજ લગાવ્યો હતો.

187 હેલ્થ વર્કર્સનો રિપોર્ટ આઘાતજનક
પટનામાં અધિકારીઓની સમીક્ષામાં સામે આવ્યું છે કે વેક્સિનના બે ડોઝ લીધા બાદ પોઝિટિવ થનારા હેલ્થ વર્કર્સની સંખ્યા 187 છે. જોકે, સારી વાત એ છે કે તેમાં કોઈની સ્થિતિ ગંભીર નથી. રિપોર્ટ બાદ તમામ હેલ્થ વર્કર્સને હોમ ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે.

વેક્સિન બાદ પણ કોરોનાનું જોખમ યથાવત
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે વેક્સિન લીધા બાદ પણ સંક્રમણનું જોખમ યથાવત રહે છે. જોકે, વેક્સિન લેવાથી સ્થિતિ ગંભીર થવાની સંભાવના 80 ટકા ઓછી થઈ જાય છે. આ સાથે ઈન્ફેક્શનથી મૃત્યુનું જોખમ ટળી જાય છે. પટનાના DM ડો.ચંદ્રશેખર સિંહે જણાવ્યું કે તાજેતરમાં કેસ સામે આવ્યા બાદ વેક્સિન મેળવનાર લોકોએ સાવધાની રાખવા કહેવામાં આવ્યું છે. જેમને વેક્સિન લાગી નથી તેમને પણ સંક્રમણને લઈ વધારે સાવચેત થવાની જરૂર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો