તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In One Day, More Than 6,000 New Positive Patients Came Forward, 46% From Maharashtra Alone!

કોરોનાનો કહેર:એક દિવસમાં 6 હજારથી વધુ નવા પોઝિટિવ દર્દીઓ સામે આવ્યાં, 46% ફક્ત મહારાષ્ટ્રના જ દર્દી!

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • દેશમાં કોરોનાના કુલ દર્દી 1,22,656, મૃત્યુ 3634 પર પહોંચ્યા
  • સરકારે કહ્યું- લૉકડાઉન ન હોત તો 30 લાખ દર્દી હોત

દેશમાં શુક્રવારે અત્યાર સુધીના સૌથી વધુ 6361 નવા કોરોના ચેપગ્રસ્ત મળ્યાં. કુલ દર્દીઓનો આંકડો 1,22,656 થઈ ચૂક્યો છે. આ દરમિયાન સરકારે કહ્યું કે લૉકડાઉન ન હોત તો દર્દીઓની સંખ્યા 30 લાખને આંબી ગઈ હોત. જુદા જુદા અભ્યાસને ટાંકીને અધિકારીઓએ દાવો કર્યો કે દેશમાં સમયસર લૉકડાઉન ન લગાવાયું હોત તો 2.1 લાખ લોકોએ જીવ ગુમાવ્યાં હોત.
એક દિવસમાં 63 લોકો મૃત્યુ પામ્યાં
ચેપ મામલે મહારાષ્ટ્રની દેશમાં સૌથી દયનીય હાલત છે. અહીં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 2940 નવા દર્દી મળ્યાં હતાં. આ આંકડો દેશભરમાં મળેલા નવા દર્દીઓના 46 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 44,582 લોકો ચેપગ્રસ્ત થયા છે. અહીં એક દિવસમાં 63 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 1517 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામી ચૂક્યા છે. મહારાષ્ટ્રના આશરે 60 ટકા દર્દી અને મૃત્યુ ફક્ત મુંબઈમાં જ છે. 1751 નવા દર્દી સાથે શહેરમાં ચેપગ્રસ્તોની સંખ્યા 27,068 થઇ ગઈ છે. એક દિવસમાં 27 નવા મૃત્યુ સાથે અહીં મૃતકાંક પણ 909 થઈ ગયો છે. દિલ્હીમાં પણ શુક્રવારે અત્યાર સુધીના સૌથી વધુ 660 દર્દી મળ્યાં. અહીં કુલ 12319 લોકો ચેપગ્રસ્ત છે, જેમાંથી 208 મૃત્યુ પામ્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો