તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In One Day 5 Thousand 282 Patients Increased And 51 Thousand 220 Were Cured; 19.06 Lakh Cases In The Country So Far

કોરોના ઈન્ડિયા LIVE:એક દિવસમાં 51 હજાર 282 દર્દીઓ વધ્યા તો 51 હજાર 220 સાજા પણ થયા; દેશમાં અત્યાર સુધીમાં 19.06 લાખ કેસ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • દેશમાં મંગળવારે 849 દર્દીઓના મોત થયા, અત્યાર સુધીમાં 39 હજાર 820 લોકોએ જીવ ગુમાવ્યા
  • મંગળવારે સૌથી વધુ 9747 દર્દીઓ આંધ્રપ્રદેશમાં અને મહારાષ્ટ્રમાં 7760 સંક્રમિત મળ્યા

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 19 લાખ પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં 19 લાખ 6 હજાર 616 લોકો સંક્રમિત થયા છે. છેલ્લા 24 કલાકમાં 51 હજાર 282 નવા દર્દીઓ વધ્યા છે. જ્યારે 51 હજાર 220 દર્દી સાજા થયા છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સહિત ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થયા છે.

5 રાજ્યોની પરિસ્થિતિ

મધ્યપ્રદેશ: ભોપાલમાં 10 દિવસના લોકડાઉન પછી મંગળવારે માર્કેટ ખુલ્યું હતું. જોકે કોરોના સંક્રમણ ડરના કારણે ઓછા ગ્રાહકો માર્કેટમાં દેખાયા હતા. સાંજે જ્યારે મોટી સંખ્યામાં લોકો આવ્યા તો પોલીસે માર્કેટ એક કલાક વહેલી એટલે 8ની જગ્યાએ 7 વાગે બંધ કરાવી દીધી હતી.

રાજધાનીમાં છેલ્લા 10 દિવસમાં 1968 કોરોના પોઝિટિવ દર્દી મળ્યા, જ્યારે 845 સાજા થઈ ગયા. શહેરના 7 કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે રિઝર્વ કરાયેલા 2128 બેડમાંથી 1486 ફૂલ છે.

રાજસ્થાન: રાજ્યમાં બુધવારે જિમ અને યોગ સેન્ટર ખુલી ગયા છે. રાજ્ય ગૃહ વિભાગે મંગળવારે સાંજે તેની ગાઇડલાઇન જારી કરી હતી. જિમમાં રોજ વર્કઆઉટ કરનારની સંખ્યા 40થી ઘટાડીને 15 કરવામાં આવી છે. વર્કઆઉટ પહેલા એપોઇન્ટમેન્ટ લેવી આવશ્યક છે. કન્ટેનમેન્ટ ઝોનમાં જિમ અને યોગ સેન્ટર્સ ખોલવામાં નહિ આવે.

બિહાર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 38 હજાર 215 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. સોમવારની સરખામણીએ મંગળવારે રાજ્યનો રિકવરી રેટ 64%થી વધીને 65.71% થયો છે. સ્વાસ્થ્ય વિભાગના પ્રધાન સચિવ પ્રત્યય અમૃતે બધી મેડિકલ કોલેજ હોસ્પિટલોના પ્રિન્સિપલ અને સુપરટેંડેન્ટ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી. તેમણે બધી કોવિડ-19 હોસ્પિટલમાં દરરોજ હેલ્થ બુલેટિન જારી કરવા કહ્યું છે.

મહારાષ્ટ્ર: મુંબઈમાં બુધવારે બધી દુકાનો ખુલી શકશે. હવેથી તેમના પર ઓડ-ઇવનની રુલ લાગુ નહિ થાય. રાજ્યમાં અત્યાર સુધીમાં 23 લાખ 52 હજાર 047 લોકોની તપાસ કરવામાં આવી છે. 9 લાખ 44 હજાર 442 લોકો હોમ કવોરન્ટીન છે, જ્યારે 43 હજાર 906 લોકો સેન્ટરમાં કવોરન્ટીન છે. મહારાષ્ટ્ર આખા દેશમાં કોરોના સંક્રમણ અને મોતના મામેલ પ્રથમ સ્થાને છે.

ઉત્તરપ્રદેશ: રાજ્યના કાયદા મંત્રી બ્રિજેશ પાઠકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસ પહેલા બ્રિજેશની પત્ની નમ્રતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તે પછી પરિવારને હોમ કવોરન્ટીન કરવામાં આવ્યો હતો. યોગી સરકારના સાત મંત્રી કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...