મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના સોનપાડા ગામમાં ભારે વાવાઝોડું ફૂંકાયું હતું. આ દરમિયાન મકાનના છાપરાં હવામાં તણખલાંની જેમ ઊડી ગયાં હતા. આ વાવાઝોડામાં એક જ પરિવારના ત્રણ લોકો ઘાયલ થયાં હતાં. સવારે 6 વાગે આવેલાં વાવાઝોડાંમાં ગામના કેટલાક ઘરની દીવાલો પણ તૂટી ગઈ હતી. મહત્ત્વનું છે કે, આ વીડિયો સ્થળ પર હાજર લોકોએ બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.