તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Nadia, Hindu Muslim, Infiltration, Matua Voters, BJP's Strength, More Than Half Of The Seats Here Can Flourish

વિધાનસભા ચૂંટણી 2021:નાદિયામાં હિન્દુ-મુસ્લિમ, ઘૂસણખોરી,મતુઆ મતદારો ભાજપની તાકાત, અહીંની અડધાથી વધુ બેઠકો પર કમળ ખીલી શકે છે

નાદિયા2 મહિનો પહેલાલેખક: અક્ષય વાજપેયી
  • કૉપી લિંક
  • નાદિયાની 8 બેઠકેથી રિપોર્ટ, જ્યાં 17 એપ્રિલે મતદાન; અહીં ભાજપ મજબૂત જણાય છે

મતુઆ મતદારો, હિન્દુ-મુસ્લિમ, ઘૂસણખોરી, સિટિઝનશિપ તથા એન્ટી-ઇન્કમ્બન્સી... આ એ ફેક્ટર્સ છે કે જેના કારણે નાદિયા જિલ્લામાં ભાજપ મજબૂત જણાઇ રહ્યો છે. અહીંની શાંતિપુર, રાણાઘાટ ઉત્તર-પશ્ચિમ, કૃષ્ણગંજ, રાણાઘાટ ઉત્તર-પૂર્વ, રાણાઘાટ દક્ષિણ, ચકદાહ, કલ્યાણી તથા હરિંગાટા બેઠકો પર 17 એપ્રિલે મતદાન થશે. તેમાંથી મોટા ભાગની બેઠકો પર હિન્દુ વસતીનો પ્રભાવ છે.

જિલ્લામાં ભાજપનો ઉદય ગત લોકસભા ચૂંટણી વખતે જ થઇ ગયો હતો. ત્યારે ભાજપે અહીંની કુલ 17 પૈકી 11 બેઠક પર સરસાઇ મેળવી હતી. રાણાઘાટ લોકસભા બેઠક લગભગ અઢી લાખ મતોથી જીતી હતી. આ જિલ્લામાં મુસ્લિમ મતદારો ઓછા અને મતુઆ સમાજના મતદારો વધુ છે. સમાજ ભાજપની પડખે જણાય છે, કેમ કે તેમને કાયમી નાગરિકત્વ આપવાનું વચન અપાયું છે.

ભાજપે ઘૂસણખોરોને તગેડી મૂકવાનું પણ વચન આપ્યું છે, કેમ કે નાદિયા બાંગ્લાદેશ સરહદે આવેલું છે અને ત્યાં ઘૂસણખોરી થતી રહે છે. ઘૂસણખોરોને તગેડવાની ભાજપની વાતથી સ્થાનિકો ખુશ છે. કલ્યાણીના દીપક મંડલ કહે છે કે પરિવર્તન 100% થશે. કલ્યાણી અને હરિંગાટા બેઠકો પર ટીએમસી મજબૂત જણાય છે, કેમ કે ઘણાં કામ થયા છે.

રાનીઘાટ ઉત્તર-પૂર્વ તથા કૃષ્ણનગંજ બેઠકો પર ભાજપ આગળ જણાય છે. નાદિયાના વરિષ્ઠ પત્રકાર ફિરોઝ ઇસ્લામ કહે છે કે ભાજપ 8માંથી 5 બેઠક જીતી શકે છે, કેમ કે મતુઆ સમુદાય તેની સાથે છે. લઘુમતી મતો ટીએમસીને મળશે પણ અહીં તેમના મત બહુ ઓછા હોવાથી હાર-જીત પર કોઇ અસર નહીં કરે.

પંચાયતોની ચૂંટણીમાં અમને મત ન આપવા દીધો, જેથી હવે પરિવર્તન થશે
17 એપ્રિલે જે 8 બેઠક પર મતદાન થશે તેમાંથી મોટા ભાગની બેઠકો પર ભાજપ મજબૂત જણાય છે. તેણે શાંતિપુર બેઠક પરથી સાંસદ જગન્નાથ સરકારને ઉતાર્યા છે. જગન્નાથ પોતે મતુઆ સમુદાયના છે. લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં સૌથી વધુ મતોથી જીત્યા હતા.

ટીએમસીએ આ વખતે અજય ડેને ઉતાર્યા છે પણ તેમની સામે એન્ટી-ઇન્કમ્બન્સી છે. ડે 20 વર્ષથી પણ વધુ સમયથી ધારાસભ્યપદે છે. રાણાઘાટ દક્ષિણમાં મુકુલમણી અધિકારી ભાજપના ઉમેદવાર છે. ટીએમસીએ અહીં બરનાલી ડેને ઉતાર્યા છે. સ્થાનિક લોકનાથ સરકાર કહે છે કે, પંચાયતોની ચૂંટણીમાં અમને મત ન આપવા દેવાયો, જેથી હવે અમે પરિવર્તન ઇચ્છીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...