તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Myod Village, A 7 year old Boy Was Hit By A Lawn Mower And Died Due To Amputation Of His Hand.

હિમાચલમાં હ્રદય કંપાવતી દુર્ઘટના:મિયોડ ગામે 7 વર્ષનું બાળક ઘાસ કાપવાના મશીનની ઝપેટમાં આવી ગયુ, હાથ કાપાવાના કારણે થયું દર્દનાક મોત

ઉના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મશીનની ઝપેટમાં આવી જતાં બાળક ઉછળીને જમીન પર પટકાયું હતું, પરંતુ તેનો હાથ કપાઈ ગયો હતો. - Divya Bhaskar
મશીનની ઝપેટમાં આવી જતાં બાળક ઉછળીને જમીન પર પટકાયું હતું, પરંતુ તેનો હાથ કપાઈ ગયો હતો.
  • ઘાસ કાપવાના મશીનની ઝપેટમાં આવી જયાં 7 વર્ષના બાળકનું કમકમાટીભર્યું મોત
  • દુર્ઘટનામાં બાળકનો એક હાથ કપાઈ ગયો હતો

હિમાચલ પ્રદેશના ઉના જીલ્લાના મિયોડ ગામ ખાતે હ્રદય કંપાવતી દુર્ઘટના બની છે. મિયોડ ગામમાં એક 7 વર્ષનું બાળક ઘાસ કાપવાના મશીનની ઝપેટમાં આવી ગયુ હતું અને ત્યાં બાળકનું કરૂણ મોત નીપજયું હતું. બાળકનું નામ વિનય જસ્સલ છે અને તેના પિતાનું નામ હોશિયાર સિંહ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ દુર્ઘટના બાબતે પરિવારજનોનું નિવેદન નોંધીને તપાસ હાથ ધરી હતી. દુર્ઘટના બાબતની પુષ્ટિ ડીએસપી અમ્બ સુષ્ટિ પાંડેએ કરી હતી.

પરિવારના લોકો ઘરમાં કામમાં વ્યસ્ત હતા
તેમણે જણાવ્યુ હતું કે મૃતક બાળક વિનય જસ્સલનો પરિવાર ઘરમાં કોઈ કામમાં વ્યસ્ત હતો. પરિવારના જણાવ્યા મુજબ વિનય ઘાસ કાપવાના મશીન ઉપર ચઢી ગયો હતો અને ટુલ્લુ પંપની સ્વિચ ઓન કરવા લાગ્યો હતો. આ દરમિયાન ભૂલથી તેનાથી ઘાસ કાપવાના મશીનની સ્વિચ ઓન કરી દીધી હતી અને મશીન ચાલુ થઈ જતાં પટ્ટામાં તેનો ડાબો હાથ આવી જતાં કપાઈ ગયો હતો અને પટ્ટામાં આવી જતાં ઉછળીને જમીન પર પટકાયો હતો.

મશીનમાં આવી જતાં બાળકનો હાથ કપાઈ જતાં તે મોતને ભેટયું
મશીનના પટ્ટામાં આવી જતાં બાળકનો હાથ કપાઈ જવાના કારણે વિનયનો પરિવાર તરત જ આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયા હતા, જ્યાં ડોકટરે તપાસ કરતાં બાળકને મૃત જાહેર કર્યું હતું. પોલીસે મૃતક વિનયનું જિલ્લા હોસ્પિટલ ઊનામાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ બાળકનો મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો. પરિવારના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.