• Gujarati News
  • National
  • In Mathura, Wife Saved Her Husband's Life By Giving Him Mouth to mouth Breathing, He Had A Heart Attack In A Moving Train.

33 સેકન્ડમાં મોતને માત આપતો VIDEO:મથુરામાં પત્નીએ મોઢેથી શ્વાસ આપીને પતિનો જીવ બચાવ્યો, ચાલતી ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો

2 મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના મથુરા રેલ્વે સ્ટેશન પર RPF (રેલવે સુરક્ષા બળ) કોન્સ્ટેબલના કહેવા પર એક મહિલાએ તેના પતિને CPR આપતાં તેનો જીવ બચી ગયો. હકીકતમાં એક મુસાફરને ચાલતી ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો. સ્ટેશન પર ટ્રેન ઉભી રહેતા જ પેસેન્જરને પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં સ્થિતિ ખુબજ ખરાબ થઈ ગઈ હતી.

માહિતી મળતાં જ RPF કોન્સ્ટેબલ અશોક કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે મુસાફરની પત્નીને તેમના પતિને CPR એટલે કે મોઢેથી શ્વાસ આપવાનું કહ્યું. આ પછી પત્નીએ 33 સેકન્ડ સુધી CPR આપીને પતિને મોતના મુખમાંથી ખેંચી લાવી. કોન્સ્ટેબલે પોતે મુસાફરની હથેળીઓ ઘસી અને બાદમાં ચેસ્ટ પમ્પિંગ પણ કર્યું હતું. જીવન-મરણ વચ્ચે ચાલી રહેલા આ સંઘર્ષનો વીડિયો પણ સામે આવ્યો છે.

નિઝામુદ્દીનથી કોઝિકોડ જઈ રહ્યા હતા મુસાફર
67 વર્ષીય કેશવન તેમની પત્ની દયા સાથે કોઈમ્બતુર એક્સપ્રેસ ટ્રેન દ્વારા દિલ્હીના નિઝામુદ્દીનથી કોઝિકોડ જઈ રહ્યા હતા. ટ્રેનના કોચ B4ની સીટ નંબર 67-68 પર મુસાફરી કરી રહેલા કેશવનની અચાનક તબિયત લથડી હતી. આ પછી તેમને અન્ય મુસાફરોએ મથુરા સ્ટેશન પર ઉતારી દીધા અને RPFને જાણ કરી હતી.

RPFના જવાનો હોસ્પિટલ લઈ ગયા હતા
RPF કોન્સ્ટેબલ અશોક કુમાર અને નિરંજન સિંહે એમ્બ્યુલન્સ મોકલવા માટે કંટ્રોલ રૂમને જાણ કરી દીધી હતી. CPR પછી કેશવનને સ્ટ્રેચરમાંથી બહાર લાવવામાં આવ્યા અને એમ્બ્યુલન્સ દ્વારા રેલવે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ડૉક્ટરોને તેમની હાલત ગંભીર જણાતા અન્ય હોસ્પિટલમાં રીફર કરવાની સલાહ આપી. આ પછી જવાનો તેમને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા.

કેશવનની પત્ની દયાએ જણાવ્યું કે, અમે કેરળ જિલ્લાના કાસરગોડના રહેવાસી છીએ. બે અઠવાડિયા પહેલાં 80 લોકોના ગ્રુપ સાથે ચાર ધામ યાત્રા પર ઉત્તરાખંડ ગયો હતો. કેશવનનો પુત્ર નીરજ પણ સહારનપુરમાં ડોક્ટર છે. માહિતી મળતા તેઓ પણ મથુરા પહોંચો ગયો હતો.

પત્નીએ RPF જવાનોનો આભાર વ્યક્ત કર્યો
આરપીએફ જવાનોની મદદ અને સ્થળ પર આપેલી CPRના કારણે કેશવનનો જીવ બચી ગયો હતો અને પછી તેને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જેથી પત્ની દયા અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોએ આરપીએફ જવાનોનો આભાર માન્યો હતો.