તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • In Manipur, Shah Said, "There Is No One Like Modiji In Understanding The Heart Of The People."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૃહમંત્રીની પૂર્વોત્તરની મુલાકાત:મણિપુરમાં શાહે કહ્યું- ઘૂસણખોરી અને બંધ વિતેલા દિવસોની વાત, હવે આતંકી સંગઠન પણ વિકાસના પ્રવાહમાં જોડાયા

ઇમ્ફાલ2 મહિનો પહેલા
ગૃહમંત્રી અમિત શાહ પૂર્વોત્તરના પ્રવાસ પર છે. રવિવારે તેમણે શક્તિપીઠ કામખ્યા મંદિરમાં પુજા-અર્ચના કરી હતી. - Divya Bhaskar
ગૃહમંત્રી અમિત શાહ પૂર્વોત્તરના પ્રવાસ પર છે. રવિવારે તેમણે શક્તિપીઠ કામખ્યા મંદિરમાં પુજા-અર્ચના કરી હતી.

ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મણિપુરમાં IIT અને મેડિકલ કોલેજનો શિલાન્યાસ કર્યો. અહીં જાહેર સભાને સંબોધિત કરતા શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંયાના લોકોને કહ્યા વિના ઇનર પરમિટ આપવામાં આવી છે. જનતાના દિલની વાત સમજવા માટે તેમના જેવું બીજું કોઈ નથી. શાહે કહ્યું કે પહેલા અહીં પૂર આવતું હતું, હવે વિકાસ થઈ રહ્યો છે.

ભાજપ સરકારમાં મણિપુર બંધ નથી થયું
અમિત શાહે કહ્યું કે પહેલા લોકોને આજીવિકાની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. અનેક દિવસો સુધી બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાતા હતા. જ્યારથી અમારી સરકાર બની છે, મણિપુર બંધ નથી થયું. 2014માં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે બંને હાથ મજબુત હોવા જોઈએ અને નોર્થ-ઇસ્ટ બીજો હાથ છે.

કામાખ્યા મંદિર પરિસરમાં ગૃહ મંત્રી અમિત શાહ.
કામાખ્યા મંદિર પરિસરમાં ગૃહ મંત્રી અમિત શાહ.

વિકાસના માર્ગ ચાલી રહ્યું છે રાજ્ય
શાહે કહ્યું હતું કે અગાઉ મણિપુરના કાયદો અને વ્યવસ્થાની ચર્ચા થતી હતી, પરંતુ ભાજપ સરકાર બન્યા પછી મણિપુર વિકાસના માર્ગ પર ચાલી રહ્યું છે. અમે તમને કહ્યું હતું કે એક વાર સંપૂર્ણ બહુમતી સાથે અમને તમારી સેવાની તક આપીને જુએ. અમે આપણાં વિશ્વાસને ટકાવી રાખવા પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ. છેલ્લા ત્રણ વર્ષમાં, અમે મણિપુરનો ચહેરો બદઌ દીધો છે.

ઉત્તર-પૂર્વ મોદીજીના દિલમાં વસે છે: શાહ
અમિત શાહે વધુમાં કહ્યું કે, સમગ્ર નોર્થ-ઈસ્ટ મોદીજીના દિલમાં વસે છે. વડાપ્રધાન 40થી વધુ વખત મણિપુરની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમણે રાજ્યને સિંચાઈ યોજના આપી. અમે રાજ્યને હોસ્પિટલ અને મેડિકલ કોલેજ આપીશું. અહીંનાં બાળકો ડોક્ટર બનશે. અમારી સરકાર પૂર્વ ભારતના વિકાસ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

ઇમ્ફાલ પહોંચવા પર રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે શાહનું સ્વાગત કર્યું હતું.
ઇમ્ફાલ પહોંચવા પર રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે શાહનું સ્વાગત કર્યું હતું.

2022ની ચૂંટણીમાં પણ કમળ ખીલશે
મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેનસિંહે કહ્યું કે ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ સંગઠને દેશના ગૃહમંત્રીની મુલાકાત વખતે કોઈપણ પ્રકારના બાયકોટ અથવા પ્રદર્શનનું આયોજન કર્યું નથી. ભાજપ સરકારથી આશરે 30 લાખની વસ્તીવાળું આપનું રાજ્ય ખૂબ ખુશ છે. ભારત સરકારે મણિપુર રાજ્યને આંતરિક લાઈન પ્રોજેક્ટ આપવાનો નિર્ણય કર્યો છે જે મણિપુરના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ સાથે, જ 2022ની ચૂંટણીમાં પણ ભાજપનો જ વિસ્તાર થશે.

કામાખ્યા મંદિરની મુલાકાત લીધી હતી
આ પહેલા શાહ શનિવારે આસામ (ગુવાહાટી) પહોંચ્યા હતા. તેમણે રવિવારે સવારે મા કામખ્યા દેવીના દર્શન કર્યા. માતાની પૂજા કર્યા બાદ તે મણિપુર જવા રવાના થયા. શાહની પૂર્વોત્તરના પ્રવાસનો રવિવારે બીજો દિવસ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો