તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • In Maharashtra Yavatmal, Instead Of Polio Drop, Children Were Given Sanitizer, 12 Children Admitted In Hospital

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રમાં આ તો કેવી બેદરકારી...:પોલિયો ડ્રોપની જગ્યાએ સેનિટાઇઝરના ડ્રોપ પિવડાવાયા, 12 બાળકો હોસ્પિટલમાં એડમિટ

એક મહિનો પહેલા
ઊલટી અને બેચેનીની ફરિયાદ પછી દરેક બાળકને યવતમાલ જિલ્લા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા, તેમની હાલત હાલ સ્થિર છે. - Divya Bhaskar
ઊલટી અને બેચેનીની ફરિયાદ પછી દરેક બાળકને યવતમાલ જિલ્લા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા, તેમની હાલત હાલ સ્થિર છે.

મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના કાપસીકોપરી ગામમાં 12 બાળકોને પોલિયો ડ્રોપની જગ્યાએ સેનિટાઇઝરના ડ્રોપ પિવડાવવામાં આવ્યા હતા. દરેક બાળકની ઉંમર પાંચ વર્ષ કરતાં ઓછી છે. ઊલટી અને બેચેનીની ફરિયાદ પછી તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ તેમની સ્થિતિ સ્થિર છે. ડોક્ટરની ટીમ તેમની દેખરેખ કરી રહી છે.

આ કેસમાં ભાનબોરા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના એક ડોક્ટર, એક આંગણવાડી સેવિકા અને એક આશા કાર્યકર્તા સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. યવતમાલના સોશિયલ એક્ટિવિસ્ટ કિશોર તિવારીએ કહ્યું હતું કે સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપે સાથે મુલાકાત કરશે અને દોષિતો પર કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.

આ બાળકોની તબિયત ખરાબ થઈ
આ ઘટના રવિવારની છે. એ પછીના દિવસે પોલિયો અભિયાન ટીમને જાણ કરવામાં આવી ત્યારે તેમને તેમની ભૂલ સમજાઈ અને તેમણે બીજી વખતમાં બાળકોને પોલિયોની દવા પીવડાવી. જે બાળકો બીમાર થયાં છે તેમનાં નામ- ગિરમ ગેદામ, યોગશ્રી ગેદામ, તનુજ ગેદામ, હર્ષ મેશ્રામ, વેદાંત મેશ્રામ, રાધિકા મેશ્રામ, પ્રાતી મેશ્રામ, માહી મેશ્રામ, નિશા મેશ્રામ, આસ્થા મેશ્રામ અને ભાવના અર્કે છે.

દવા આપવાર સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી છે કે નહીં?
જિલ્લા પરિષદના CEO શ્રી કૃષ્ણ પાંચાલે કહ્યું હતું કે આ બહુ મોટી બેદરકારી છે. પોલિયો વેક્સિનની બોટલ પર વાઇરલ મોનિટરવાળા સ્ક્વેર બનેલા હોય છે. તેમનો એક અલગ રંગ હોય છે. આ સંજોગોમાં બેદરકારી કેવી રીતે થઈ એની કડક રીતે તપાસ કરવામાં આવશે. એ પણ જોવામાં આવશે કે બાળકોને દવા આપનાર સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી છે કે નહીં?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો