• Gujarati News
  • National
  • In Maharashtra, Petrol Became Cheaper By Rs 5 And Diesel By Rs 3; The State Government Reduced VAT

શિંદે સરકારની જનતાને ભેટ:મહારાષ્ટ્રમાં પેટ્રોલ 5, ડીઝલ 3 રૂપિયા સસ્તું થયું; રાજ્ય સરકારે વેટ ઘટાડ્યો

3 મહિનો પહેલા

મહારાષ્ટ્ર સરકારે સામાન્ય જનતાનો મોંઘવારીમાં રાહત આપવા માટે પટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ કરી દીધું છે. રાજ્ય સરકારે આજે થયેલી કેબિનેટ બેઠકમાં પેટ્રોલ-ડીઝલ પરના વેટમાં ઘટાડો કર્યો છે. અત્યારે મુંબઈમાં લિટર દીઠ પેટ્રોલનો ભાવ 111.35 રૂપિયા અને ડીઝલનો ભાવ 97.28 રૂપિયા થયો છે. આ ઘટાડા પછી હવે પેટ્રોલનો ભાવ 106.35 રૂપિયા અને ડીઝલનો ભાવ 97.28 રૂપિયા થયો છે.

આ પહેલાં મે મહિનામાં પણ મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ પર લાગતા વેટમાં 2.08 રૂપિયા અને ડીઝલમાં 1.44 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

મહારાષ્ટ્ર સરકાર વેટમાં કમાણીમાં સૌથી આગળ
વેટથી કમાણીના મુદ્દે મહારાષ્ટ્ર સૌથી આગળ છે. 2021-22માં વેટ દ્વારા રાજ્ય સરકારે 34,022 કરોડની કમાણી કરી હતી. ત્યારપછી ઉત્તરપ્રદેશનો નંબર આવે છે. ઉત્તરપ્રદેશે 26,333 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

છેલ્લાં 7 વર્ષમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ પર વેટથી મહારાષ્ટ્ર સરકારની કમાણી

વર્ષકમાણી(રૂપિયા કરોડમાં)
2014-1519,795
2015-1619,417
2016-1723,160
2017-1825,256
2019-2027,191
2020-2125,430
2021-2235,002

મણિપુરમાં વેટ સૌથી વધુ, લક્ષદ્વીપમાં વેટ નથી
વેટ વસૂલવા મુદ્દે મણિપુર સૌથી આગળ છે, અહીં પેટ્રોલ પર 36.50% અને ડીઝલ પર 22.50% ટેક્સ વસૂલવામાં આવે છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુમાં વેટ ઓછે છે, અહીં પેટ્રોલ પર 15% અને ડીઝલ પર 11% ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.

રાજસ્થાનમાં પેટ્રોલ પર 31.02% અને મધ્યપ્રદેશમાં 29% વેટ

રાજ્યપેટ્રોલ (%)ડીઝલ (%)
રાજસ્થાન31.0219.30
મધ્ય પ્રદેશ29.0019.00
દિલ્હી19.4016.75
બિહાર23.5816.37
હરિયાણા18.2016.00
છત્તીસગઢ24.0023.00

કેવી રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી થાય છે?
જૂન 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસે આમાં ફેરફાર થતા હતા. 26 જૂન 2010 પછી સરકારે પેટ્રોલની કિંમતોનું નિર્ધારણ ઓઈલ કંપની ઉપર રાખી દીધું છે. આવી રીતે ઓક્ટોબર 2014 સુધી ડીઝલની કિંમત પણ સરકાર નક્કી કરતી હતી, પરંતુ 19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ પણ ઓઈલ કંપનીઓને સોંપી દીધું હતું.
અત્યારે ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ-ડીઝલના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને અન્ય ઘણી વસ્તુઓને ધ્યાનમાં રાખી રોજ પેટ્રોલ-ડીઝલની કિંમત નક્કી કરે છે.

અન્ય સમાચારો પણ છે...