તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Maharashtra, 1 Lakh 47 Thousand Children Became Infected With Corona, The Highest Number Of 75 Thousand Children Became Infected In Just 2 Months.

માસૂમો પર વાયરસનો કહેર:મહારાષ્ટ્રમાં 1 લાખ 47 હજાર બાળકો કોરોના પોઝિટિવ થયા, સૌથી વધુ 75 હજાર બાળકો માત્ર 2 મહિનામાં જ સંક્રમિત થયા

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર સુનામી બનીને ત્રાટકી છે. ત્યારે હવે આ જીવલેણ વાયરસ માસૂમોને પણ ઝડપથી પોતાની ઝપેટમાં લેવાનું શરૂ કરી દિધું છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા જણાવે છે કે રાજ્યમાં એકથી 10 વર્ષના 1 લાખ 47 હજાર 420 બાળકો અત્યાર સુધીમાં કોરોના વાયરસના શિકાર બન્યા છે. બાળકોમાં સંક્રમણના સૌથી વધુ કેસ માર્ચ અને એપ્રિલ માસમાં જોવા મળ્યા છે.

સ્વાસ્થ્ય વિભાગ મુજબ રાજ્યમાં દરરોજ સરેરાશ 500 બાળકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં 11થી 20 વર્ષના 3 લાખ 33 હજાર 926 બાળકો અને યુવાનો અત્યાર સુધીમાં વાયરસની ઝપેટ માં આવી ગયા છે.

મુંબઈમાં 1.5થી 2 ગણા વધુ બાળકો સંક્રમિત થયા
મુંબઈમાં બાળકોમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે. BMCના આંકડા મુજબ ગત વર્ષે 0થી 10 વર્ષની ઉંમરના 11,080 બાળકો કોરોના સંક્રમિત થયા હતા અને 17નાં મોત નિપજ્યા હતા. નાયર હોસ્પિટલના પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. સુષમા મલિકે કહ્યું કે પહેલી લહેરની તુલનાએ હોસ્પિટલમાં દાખલ થનારા બાળકોની સંખ્યા 1.5થી 2 ગણી વધારે છે. જે બાળકોના મોત કોરોનાથી થયા, તેમાં મોટા ભાગના નિમોનિયાના પણ શિકાર હતા. BMC તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ વર્ષે બાળકો ગત વર્ષની તુલનામાં વધુ બહાર રમી રહ્યાં હતા, તેથી તેઓ વધુ સંક્રમિત થયા છે.

ડોકટર્સનું કહેવું છે કે બાળકોમાં સંક્રમણ જરૂરથી થાય છે, પરંતુ તેઓ જલદીથી સ્વસ્થ પણ થઈ રહ્યાં છે.
ડોકટર્સનું કહેવું છે કે બાળકોમાં સંક્રમણ જરૂરથી થાય છે, પરંતુ તેઓ જલદીથી સ્વસ્થ પણ થઈ રહ્યાં છે.

મુંબઈની મોટી હોસ્પિટલમાં બાળકોના મોતની સ્થિતિ

  • મુંબઈના પરેલ સ્થિત વાડિયા હોસ્પિટમલમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં 5 બાળકોના જીવ સંક્રમણના કારણે ગયા છે. જો કે વર્ષ 2020માં માત્ર 3 બાળકોના નિધન કોરોનાને કારણે થયા હતા. પહેલા પીકમાં એટલે કે મે-જૂન 2020 દરમિયાન અહીં 76 બાળકો સંક્રમિત થયા હતા. તો બીજા પીક (માર્ચ-એપ્રિલ)માં 103 બાળકો કોરોના પોઝિટિવ થયા છે. જો કે વાડિયા હોસ્પિટલના CEO ડૉ. મિન્ની બોઘનવાલાએ કહ્યું કે આ વર્ષે મૃત્યુ દરમાં વૃદ્ધિ નથી થઈ.
  • કંઈક આવી જ સ્થિતિ મુંબઈ સેન્ટ્રલના BYL નાયર હોસ્પિટલમાં પણ છે. અહીં 30 એપ્રિલ સુધી 43 બાળકો સંક્રમણ બાદ એડમિય થયા અને એપ્રિલ મહિનામાં 4 બાળકોના મોત નિપજ્યા. મૃતકોમાં 3 નવજાત હતા અને એકની ઉંમર 11 વર્ષ હતી. મૃતકોમાં એક 9 મહિનાનું બાળક પણ હતું. મહાલક્ષ્મીમાં એસઆરસીસી ચિલ્ડ્રન હોસ્પિટલમાં કોઈ બાળકનું પહેલું મોત માર્ચમાં નોંધાયું.
  • સાયન હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના ડૉ. યશવંત ગબાલેએ જણાવ્યું કે બીજડી લહેરમાં પણ પહેલી લહેરની જેમ બાળકોના મામલાઓ સામે આવી રહ્યાં છે. દરરોજ કોરોના સંક્રમિત 4થી 5 બાળકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે, પરંતુ તેમાં કોરોનાના સૌમ્ય લક્ષણ જોવા મળે છે. તાત્કાલિક ઉપચાર શરૂ થવાથી તેઓ સ્વસ્થ પણ થઈ જાય છે. BMC સ્વાસ્થ્ય વિભાગ મુજબ માર્ચ મહિનામાં 0થી 10 વર્ષના 1285 અને 11થી 20 વર્ષના 4045 યુવાનો કોરોનાથી સંક્રમિત થયા હતા.

મોટાઓની ભૂલથી બાળકોને કોરોના
સ્ટેટ સર્વિલાંસ વિભાગના વરિષ્ઠ અધિકારી પ્રદીપ આવટેએ જણાવ્યું કે લોકડાઉનમાં છૂૂટ આપવાથી લોકો બહાર આવવા-જવા લાગ્યા. આ દરમિયાન નિયમોના ઉલ્લંઘનથી કોરોનાની ઝપેટમાં આવી ગયા. જે બાદ તેઓ જાણતા-અજાણતા પરિવારમાં કોરોના કરિયર પુરવાર થઈ ગયા.

જલદીથી રિકવર થઈ જાય છે બાળકો
​​​​​​​સ્વાસ્થ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ માર્ચ અને એપ્રિલમાં ભલે જ કેસ વધ્યા છે, પરંતુ બાળકોને વધુ પરેશાની નથી પડી. KEM હોસ્પિટલના બાળ રોગ વિશેષજ્ઞ ડૉ. મુકેશ અગ્રવાલે જણાવ્યું કેબાળકોની ઈમ્યુનિટી સારી હોય છે. બાળકોમાં શરદી-તાવના માઈલ્ડ લક્ષણ જોવા મિળે છે, 3થી 4 દિવસમાં તેઓ રિકવર થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...