તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In Madhya Pradesh, Cow cabinet Of 6 Departments Was Formed For Cow Protection, First Meeting On 22nd November.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશની પ્રથમ ગૌ-કેબિનેટ:મધ્યપ્રદેશમાં ગૌધન સંરક્ષણ માટે 6 વિભાગની ગૌ-કેબિનેટ બની, 22 નવેમ્બરે પ્રથમ બેઠક

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે ગૌ-કેબિનેટની પહેલી બેઠક ગોપાષ્ટમીના દિવસે ગૌ-અભયારણ્ય, આગર-માલવા ખાતે રાખવામાં આવી છે. - ફાઇલ ફોટો. - Divya Bhaskar
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે ગૌ-કેબિનેટની પહેલી બેઠક ગોપાષ્ટમીના દિવસે ગૌ-અભયારણ્ય, આગર-માલવા ખાતે રાખવામાં આવી છે. - ફાઇલ ફોટો.

મધ્યપ્રદેશ સરકારે દેશની પ્રથમ ગૌ-કેબિનેટ બનાવવાનો નિર્ણય લીધો છે. તે ગાયોના સંરક્ષણ અને સંવર્ધન માટે કામ કરશે. આ અંગે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બુધવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી. શિવરાજસિંહ ચૌહાણે લખ્યું છે કે રાજ્યમાં ગૌ-ધનના સંરક્ષણ અને સંવર્ધન માટે ગૌ-કેબિનેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશુપાલન, વન, પંચાયત અને ગ્રામ વિકાસ, મહેસૂલ, ગૃહ અને ખેડૂત કલ્યાણ વિભાગનો સમાવેશ ગૌ-કેબિનેટમાં કરવામાં આવશે. તેની પ્રથમ બેઠક ગોપાષ્ટમીના દિવસે 22 નવેમ્બરના રોજ બપોરે 12 વાગે ગૌ અભયારણ્ય સાલરિયા આગર-માલવા ખાતે રાખવામાં આવી છે.

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સાધ્યું નિશાન
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે શિવરાજ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે- 2018ની વિધાનસભા ચૂંટણી પહેલાં પ્રદેશમાં ગૌ-મંત્રાલય બનાવવાની જાહેરાત કરનાર શિવરાજસિંહ હવે ગૌ-કેબિનેટ બનાવવાની વાત કરી રહ્યા છે. ચૂંટણી પૂર્વેની જાહેરાતમાં તેમણે ગૌ-મંત્રાલય બનાવવાની સાથે સાથે રાજ્યભરમાં ગૌ-અભયારણ્ય અને ગૌશાળાઓ બનાવવાની પણ વાત કરી હતી.

કમલનાથે કહ્યું હતું, 'દરેક વ્યક્તિ જાણે છે કે તેનાં છેલ્લાં 15 વર્ષ અને વર્તમાનના 8 મહિનામાં, શિવરાજ સરકારે ગૌમાતાનાં રક્ષણ અને સંવર્ધન માટે કંઈ કર્યું નથી. બીજી તરફ, કોંગ્રેસ સરકારે ઘાસચારાની રકમમાં ગાયદીઠ રૂ .20ની રકમની જોગવાઈ કરી હતી, તેમાં પણ ઘટાડો કરી દીધો છે. કોંગ્રેસ સરકારે પોતાના સંકલ્પ પત્રમાં વચન આપ્યું હતું કે અમારી સરકાર આવશે ત્યારે એક હજાર ગૌશાળાઓ બાંધવામાં આવશે.

કમલનાથ સરકારે કર્યું હતું 3 હજાર ગૌ-શાળા બનાવવાનું વચન
ગૌરક્ષા માટે કોંગ્રેસ સરકાર સોફ્ટ હિન્દુત્વનો સહારો લઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ગૌ-રક્ષા કરનાર લોકો માટે ઓનલાઈન ડોનેશન પોર્ટલ શરૂ કર્યું હતું, જેમાં દાન આપનારા લોકોને આવકવેરામાં છૂટ આપવાની વાત કરી હતી. ગાયો માટે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનને મુખ્યમંત્રી ગૌ-સેવા યોજના નામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ સરકારે રાજ્યમાં 3 હજાર ગૌશાળા બનાવવાનું વચન આપ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો