તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Madhya Pradesh, 7 Cases Of This Variant Of Corona Were Reported, Killing Two Patients; 40 Cases Nationwide

ડેલ્ટા પ્લસનું જોખમ વધ્યું:મધ્યપ્રદેશમાં કોરોનાના આ વેરિયન્ટના 7 કેસ સામે આવ્યા, બે દર્દીનાં મોત; દેશભરમાં 40 કેસ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • મૃત્યુ પામેલા દર્દીઓએ કોરોનાની વેક્સિન લીધી ન હતી

કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસ અંગે ચિંતા વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર, મધ્યપ્રદેશમાં જ આ વેરિયન્ટના 7 કેસ નોંધાયા છે. આ દર્દીઓમાંથી 2 દર્દી મૃત્યુ પામ્યા છે. ડોકટરો કહે છે કે મૃત્યુ પામેલા દર્દીઓએ વેક્સિન લીધી ન હતી, જ્યારે, વેક્સિનના એક કે બે ડોઝ મેળવનારા ત્રણ દર્દી સાજા થઇ ગયા છે અથવા હોમ આઇસોલેશનમાં છે.

અન્ય બે દર્દીએ પણ વેક્સિન લીધી ન હતી, પરંતુ તેમણે ડેલ્ટા વેરિયન્ટને હરાવ્યો છે. તેમાંથી એક 22 વર્ષની યુવતી અને 2 વર્ષનું બાળક છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી સંક્રમણ લાગતાં દર્દીઓમાં 3 ભોપાલના, બે ઉજ્જૈનના અને એક-એક રાયસેન-અશોકનગર જિલ્લાના છે.

ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અંગે 3 રાજ્યમાં ચેતવણી
નિષ્ણાતો માને છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. એને ધ્યાનમાં રાખીને સરકારે બે દિવસ પહેલાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળને તૈયાર રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે. ભારતમાં અત્યારસુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 40 કેસ નોંધાયા છે.

ડેલ્ટા-પ્લસ વેરિયન્ટ શું છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતમાં મળી આવેલા કોરોના વાયરસનો ડબલ મ્યૂટન્ટ સ્ટ્રેન B.1.617.2ને ડેલ્ટા નામ આપવામાં આવ્યું છે. B.1.617.2માં બીજો મ્યૂટેશન K417N થયો છે, જે અગાઉ કોરોના વાયરસના બીટા અને ગામાના વેરિયન્ટમાં પણ જોવા મળ્યો હતો. નવા મ્યૂટેશન પછી રચાયેલા વેરિયન્ટને ડેલ્ટા+ વેરિયન્ટ અથવા AY.1 અથવા B.1.617.2.1 કહેવામાં આવે છે.

નિષ્ણાતો માને છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે.
નિષ્ણાતો માને છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે.

K417N મ્યૂટેશનવાળા આ વેરિયન્ટ મૂળ વાયરસ કરતાં વધુ ચેપી છે. વેક્સિન અને દવાઓની અસરને નબળી બનાવી શકે છે. ખરેખર B.1.617 લાઈનેઝથી જ ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2) બહાર આવ્યો છે. એના વધુ બે વેરિયન્ટ છે- B.1.617.1 અને B.1.617.3, જેમાં B.1.617.1ને WHOએ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ (VOI)ની યાદીમાં રાખ્યો છે અને કપ્પા નામ આપ્યું છે.

ડેલ્ટા વેરિયન્ટને કારણે આવી હતી બીજી લહેર
ડેલ્ટા વેરિયન્ટને કારણે ભારતે તાજેતરમાં બીજી ખતરનાક લહેરનો સામનો કરવો પડ્યો છે. કેસો ઘટી રહ્યા છે, પરંતુ ફેબ્રુઆરીના સ્તરે પહોંચવામાં જુલાઈનું બીજું અઠવાડિયું લાગી શકે છે. મે 2014ના અંત સુધીમાં એકત્રિત કરવામાં આવેલાં 21,000 સેમ્પલોમાંથી 33%માં ડેલ્ટા વેરિયન્ટ મળ્યો છે. આ વેરિયન્ટ એ સ્ટ્રેનથી ખૂબ જ અલગ છે, જેની સામે ફાર્મા કંપનીઓએ હાલની વેક્સિન બનાવી છે.

યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં થયેલા ટેસ્ટ બતાવે છે કે આ વેક્સિન અસરકારક છે, પરંતુ જ્યારે ડેલ્ટા જેવા વેરિયન્ટ્સની સામે પરીક્ષણ કરવામાં આવે છે ત્યારે તેઓ ફક્ત થોડા એન્ટિબોડીઝ તૈયાર કરી શક્યા છે. ચિંતાની વાત એ છે કે ડેલ્ટા વેરિયન્ટના કેટલાક નવા પ્રકારો સામે આવ્યા છે. એ ભારત સહિત ઘણા દેશોમાં પ્રબળ વેરિયન્ટ બનીને ઊભરી આવ્યો છે. આગળ વધીને ભારતમાં મહામારી બાબતે એ પડકાર બની શકે છે.

નવા વેરિયન્ટ સામે વેક્સિન કેટલી અસરકારક?
ભારતમાં ICMR-NIV (નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી) અને CSIR-CCMB (સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી, હૈદરાબાદ)એ એક અભ્યાસ કર્યો છે. એમાં ડેલ્ટા વેરિયન્ટ સામે કોવિશીલ્ડ અને કોવેક્સિનની અસર જોવાના પ્રયાસ કરાયા છે. પરિણામ જણાવે છે કે વેરિયન્ટ સામે એન્ટિબોડી તો બની રહ્યા છે, પણ એ મૂળ કોરોના વાયરસની સરખામણીએ બનતા એન્ટિબોડીની તુલનમાં ઓછા છે.

નિષ્ણાતો કહે છે કે એન્ટિબોડી સ્તર ક્યારેય ઇમ્યુનિટી માટેનો એકમાત્ર માર્કર હોતો નથી. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કરતાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાના પણ ઘણા પુરાવા છે. આને કારણે WHO હાલમાં તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન (VOC)ની યાદીમાં મૂક્યો નથી.

ઇંગ્લેન્ડમાં મળેલા 36 ડેલ્ટા-પ્લસ દર્દીઓમાંથી 18 લોકોએ વેક્સિન લીધી નથી. માત્ર બે લોકોએ જ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. 36 કેસમાં હજી સુધી કોઈ મોત નીપજ્યું નથી. એવી જ રીતે ડેલ્ટા પ્લસ કેસમાં ફક્ત બે જ 60+ હતા, એટલે કે મોટા ભાગના કેસ 60 વર્ષથી ઓછી વયના હોય છે.

અન્ય સમાચારો પણ છે...