• Gujarati News
  • National
  • In Madhubani, Two Children Who Were Breaking 2 Mangoes Were Tied With Ropes And Beaten Mercilessly, A Beehive Was Thrown On The Body.

2 કેરી માટે માસુમોને સજા:મધુબનીમાં 2 કેરી તોડતા બે બાળકોને દોરડાથી બાંધીને નિર્દયતાથી માર માર્યો, શરીર પર મધમાખીનો મધપૂડો ફેંક્યો

મધુબનીએક મહિનો પહેલા
  • બંને બાળકો છોડી દેવા માટે આજીજી કરી રહ્યાં હોય છે
  • માત્ર બે કેરી તોડતા વ્યક્તિએ માસુમ બાળકોને ઢોર માર માર્યો

બિહારનાં મધુબનીમાં એક વ્યક્તિએ માત્ર બે કેરીઓ ચોરવા બદલ બે બાળકોને નિર્દયતાથી માર માર્યો હતો. તે વ્યકિતએ બંને બાળકોના દોરડા વડે હાથ બાંધીને માર માર્યો હતો અને તે બાળકોના શરીર પર મધમાખીનો મધપૂડો પણ ફેંક્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો, જે હવે સામે આવ્યો છે.

માસુમ બાળકોને નિર્દયતાથી માર માર્યો
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બંને બાળકો આજીજી કરી રહ્યાં છે, તેમ છતા તેમના પર મધમાખીનો મધપૂડો ફેંકવામાં આવ્યો હતો. બંન્ને બાળકોના શરીર પર કપડાં પણ ન હતા. મધમાખીઓ તેમના શરીરને ચોંટેલી જોવા મળે છે. રડતા બાળકોને જોઈને માર મારનાર વ્યક્તિના હસી રહ્યો હોય છે. વીડિયોમાં કેટલીક મહિલાઓ પણ જોવા મળી રહી છે, જે રડતા બાળકોને જોઈને હસતી રહી હતી. માત્ર બે કેરી તોડતા તે વ્યક્તિ માસુમ બાળકોને નિર્દયતાથી માર મારી રહ્યો હોય છે.

બંને બાળકોને એક જ દોરડાથી હાથ બાંધીને માર મારવામાં આવ્યો હતો.
બંને બાળકોને એક જ દોરડાથી હાથ બાંધીને માર મારવામાં આવ્યો હતો.

આ વીડિયો વાસુદેવપુર ગામનો છે. લૌકાહાં પોલીસ સ્ટેશનના વડા સંતોષ કુમાર મંડલે કહ્યું કે વીડિયો વાસુદેવપુરના ચોકીદાર અને મુખીને મોકલવામાં આવેલ છે. ખાતરી બાદ કાર્યવાહી કરવામાં આવશે. અરજી કોઈએ કરી હશે તો આરોપી પકડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...