• Gujarati News
  • National
  • In Luharguwan Village, The Infected Youth Served Food In The Pangat, Danced Heavily In The Procession, The Villagers Were Deteriorated By Investigation, 40 Out Of 60 Corona Positive, The Administration Sealed The Village

MPમાં સંક્રમિત 'લગ્નપ્રસંગ'!:કોરોના પોઝિટિવ યુવકે લગ્નમાં જમવાનું પીરસ્યું, બીજા દિવસે જાનમાં નાચ્યો પણ ખરો; 60માંથી 40 ગ્રામજનો સંક્રમિત થયા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવક 27 એપ્રિલે પોઝિટિવ આવ્યો હતો. એણે 29 એપ્રિલે લગ્નપ્રસંગમાં હાજરી પણ આપી હતી. - Divya Bhaskar
યુવક 27 એપ્રિલે પોઝિટિવ આવ્યો હતો. એણે 29 એપ્રિલે લગ્નપ્રસંગમાં હાજરી પણ આપી હતી.
  • નિવાડી જિલ્લામાં યુવક સંક્રમિત આવ્યો હોવા છતાં આઈસોલેટ નહોતો કરાયો

મધ્યપ્રદેશના નિવાડી જિલ્લામાં પ્રશાસને લગ્નપ્રસંગમાં માત્ર 10 લોકોને જ હાજરી આપવાની અનુમતી આપી છે. પરંતુ તેમ છતાં લોકો આનું પાલન નથી કરી રહ્યાં. આવોજ કિસ્સો નિવાડી જિલ્લાનાં પૃથ્વીપુર ગામના લુહરગુવાંનો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં લગ્નપ્રસંગમાં એક કોરોના પોઝિટિવ યુવકે પણ હાજરી આપી હતી. પ્રથમ દિવસે એણે લોકોને જમવાનું પીરસ્યું હતું અને બીજા દિવસે એ જાનમાં નાચ્યો હતો. ત્યારપછી જ્યારે ગામડાના લોકોની તબિયત ખરાબ થઈ ત્યારે તેઓએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં 60માંથી 40 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અત્યારે લગ્નપ્રસંગમાં હાજર બીજા લોકો પણ કોરોનાનો ટેસ્ટ કરાવી રહ્યા છે.

યુવક પોઝિટિવ હોવા છતાં હોમ આઇસોલેટ નહોતો કરાયો
લુહરગુવાંમાં 27 એપ્રિલે અરૂણ મિશ્રાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમ છતાં એને હોમ આઈસોલેટ કરાયો નહોતો. ત્યારપછી 24 વર્ષીય યુવક 29 એપ્રિલે તો ગામના એક લગ્નપ્રસંગમાં પણ હાજર રહ્યો હતો. જેમાં આ યુવકે તમામ લોકોને જમવાનું પીરસ્યું હતું અને વરરાજાની જાનમાં નાચ્યો પણ હતો.

પ્રસંગમાં વરરાજા સાથે એણે ફોટો પણ પડાવ્યો હતો. 1મેના રોજ આ વરરાજા અને સમગ્ર સંબંધીઓ ગામમાં પરત ફર્યા હતા. તેમ છતાં આ સંક્રમિત યુવક ગામમાં ફરતો રહ્યો હતો. ગણતરીના દિવસોમાં મોટાભાગના ગ્રામજનો બીમાર થઈ ગયા હતા. જેમાં તબિયત ખરાબ હોવાથી 60 ગ્રામજનોએ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જમાંથી 40 લોકોનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પ્રશાસનમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી.

ગામને રેડ ઝોન જાહેર કરાયું, તમામ રસ્તાઓ બંધ; કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગામમાં કોરોનાનું સક્રમણ ઝડપથી પ્રસરી જતા સ્થાનિક કલેક્ટર આશીષ ભાર્ગવે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેની સાથે સમગ્ર ગામને રેડ ઝોન જાહેર કરી દીધું હતું. અત્યારે આ ગામમાં લોકોના આવ-જાવ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

પ્રશાસનની પણ બેદરકારી
આ કિસ્સામાં પ્રશાસનની પણ ગંભીર બેદરકારી બહાર આવી છે. કારણ કે ગામમાં જે યુવકને કોરોના હતો એનો રિપોર્ટ 27 એપ્રિલે પોઝિટિવ આવી ગયો હતો. તેમ છતાં એને દવાઓ નહોતી અપાઈ કે અન્ય હોમ આઇસોલેટ પણ નહોતો કરાયો. પ્રશાસને પણ આ યુવક ક્યાં છે, શું કરે છે એની તપાસ કરવા માટે કોઈપણ પ્રકારના પગલા લીધા નહોતા. આ અંગે સ્થાનિક કલેક્ટરે સંપૂર્ણ તપાસ હાથ ધરી દધી છે.

સંક્રમિતની શેરીમાં 20થી વધુ પોઝિટિવ
યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં ગ્રામજનોને માહિતી નહોતી અપાઈ. એટલે યુવકની અને પ્રશાસનની પણ બેદરકારીના પગલે એ જ્યાં નિવાસ કરે છે, ત્યાંની શેરીમાં 20થી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. હવે છેક ગામમાં પ્રશાસનની ટીમ દવાની વહેંચણી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...